________________
(૧૮) છે. આજની દુનિયામાં પદાર્થ-વિજ્ઞાન અણુવિજ્ઞાન વગેરેની જે વાતો છે, એના કરતા પણ વધુ હેરત પમાડી દે એવી અતીન્દ્રિયતત્ત્વની વાતો આ ગ્રંથમાંથી જાણવા મળે છે અને હૈયું આનંદવિભોર બની જાય છે.
• ષખંડાગમઃ જીવસ્થાનક, મુદ્રકબંધ, બંધસ્વામિત્વ વિષય, વેદનાવર્ગણા, અને મહાબંધ આવા ૬ ખંડોમાં કર્મ વિષયોનું વિસ્તૃત વર્ણન આ ગ્રન્થમાં થયેલું છે. આ ગ્રન્થની રચના પણ દિગંબર મતોત્પત્તિ પૂર્વે થયેલી છે એવું અનેક કારણોએ માનવું યોગ્ય લાગે છે. આ ગ્રન્થના કર્તા શ્રી ભૂતબલી તથા પુષ્પદંતભટ્ટારકજી છે. આ ગ્રન્થ પર શ્રી કુંદકુંદાચાર્યકૃત તથા શ્રી સમતભદ્રાચાર્ય કૃત સંસ્કૃત ટીકાઓ છે. તથા શ્રી વીરસેનાચાર્ય કૃત ૭૨૦૦૦ શ્લોકપ્રમાણ ધવલા ટીકા છે.
ગોમ્મદસાર ઃ સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચન્દ્રજી રચિત આ ગ્રન્થના બે ખંડ છે. (૧) જીવકાંડ અને (૨) કર્મકાંડ. આ ગ્રન્થ પર ચામુંડરાયની બનાવેલી કન્નડ ભાષાબદ્ધ ટીકા છે. તથા કેશવવÍજીકૃત અને અભયચન્દ્રજીકૃત... એમ બે સંસ્કૃત ટીકાઓ છે.
આ ઉપરાંત શ્રી નેમિચન્દ્રજીકૃત લબ્ધિસાર અમિતકુનિકૃત પંચસંગ્રહ, શ્રી મહેન્દ્રસૂરિજીકૃત મનઃસ્થિરીકરણ પ્રકરણ, શ્રી જિનવલ્લભગણિજીકૃત સાર્ધશતક, શ્રી જયતિલકસૂરિજીકૃત સંસ્કૃત કર્મગ્રન્થચાર, શ્રી વિજયવિમલગણિકૃત ભાવપ્રકરણ, શ્રી વિજયહર્ષકુલગણિકૃત બંધહેતૃદયત્રિભંગી, શ્રી વિજયવિમલગણિકૃત બંધોદયસત્તા પ્રકરણ, શ્રી દેવેન્દ્રસૂરિજીકૃત કર્મસંવેધ પ્રકરણ, શ્રી લક્ષ્મીવિજયજીકૃત ભૂયસ્કારાદિ વિચાર પ્રકરણ... આ રીતે અનેક ગ્રન્થોથી સમૃદ્ધ છે શ્રી જૈન શાસનનું કર્મસાહિત્ય... એ વધારે સમૃદ્ધ બન્યું છે કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા... માર્ગદર્શન... અને સંશોધન દ્વારા પ્રકાશિત થયેલ બંધવિહાણું-ખવરાસેઢી-ઉપશમનાકરણ વગેરે દ્વારા.
જૈન દર્શનના આ વાડ્મયખજાનાનું અણમોલ નજરાણું એટલે કર્મપ્રકૃતિ સંગ્રહણી. આ ગ્રન્થમાં બંધનકરણ, સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ, નિકાચનાકરણ, ઉદય અને સત્તા... એમ દશ અધિકારોનું વિસ્તારપૂર્વક નિરૂપણ છે. આમાનું છઠું ઉપશમનાકરણ એ, એક અપેક્ષાએ અધિક મહત્વનું છે કેમકે એમાં સર્વ કર્મોના રાજા સ્થાને રહેલા મોહનીય કર્મની ચોટી પકડવામાં આવે છે. મોહ પર ઘા પડ્યો એટલે બાકીના બધા વિના વિશેષ પ્રયાસે નિયંત્રણમાં આવી જાય છે. વળી ઉપશમનાકરણમાં પ્રથમ સમ્યક્ત્વોત્પાદ વગેરે અધિકારોમાં તર્કબદ્ધ-ગણિતબદ્ધ-હૃદયંગમ વિસ્તૃત નિરૂપણ પણ શક્ય છે. માટે કમ્મપયડી મહાશાસ્ત્રના દશ અધિકારોમાંથી એક ઉપશમનાકરણ અધિકારને વિશદ કરવા માટે આ પ્રસ્તુત ગ્રંથની રચના થયેલી છે. આમાં કુલ નવ અધિકારો છે. આ પ્રથમ ભાગમાં આમાંથી પ્રથમ સાત અધિકારો છે. તેમજ કરણકૃત દેશોપશમના અધિકાર છે. તે કર્મપ્રકૃતિમાંથી લીધેલા છે. છતાં આ ગ્રન્થમાં તે તે અધિકારો પર કંઈક વિશેષ પ્રકાશ પણ પાથર્યો છે. જેમકે
(૧) પ્રથમ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્તિ અધિકાર - આ પામવા માટે કરણ કરનાર જીવને પૂર્વાવસ્થાથી જે બંધ-ઉદયાદિના ભાંગા-વિકલ્પ વગેરેનો અહીં સારો સ્પષ્ટ વિસ્તાર કર્યો છે,