SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા સુવર્ણ યુગઃ ત્રણસો વર્ષના શાસનકાળમાં સોલંકી રાજવીઓએ પાટણને ખૂબ જ સમૃદ્ધ અને સુશોભિત કર્યું. પાટણના રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. પાટણના પ્રાચીન ઇતિહાસમાં સોલંકીયુગને સુવર્ણયુગ” કહેવામાં આવે છે. આ યુગમાં પાટણનો સર્વાગી વિકાસ થયો. પાટણની સમૃદ્ધિ અઢળક વધી. સોલંકી વંશમાં નીચે મુજબના રાજવીઓ થઈ ગયા. (૧) મૂળરાજ (પહેલો) (૨) ચામુંડરાજ (૩) વલ્લભરાજ (૪) દુર્લભરાજ (૫) ભીમદેવ (પહેલા) (૬) કદવ (૭) સિદ્ધરાજ જયસિંહ (૮) કુમારપાળ (૯) અજયપાળ (૧૦) મૂળરાજ (બીજો) (૧૧) ભીમદેવ (બીજો) (૧૨) ત્રિભોવનપાળ સોલંકીયુગને સુવર્ણયુગ કહેવા પાછળ સબળ કારણો છે. પાટણ નગર ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, ન્યાયનું નિવાસસ્થાન, લક્ષ્મી વડે સદા આલિંગિત એવું આ અણહિલપાટણ નગર છે. આ યુગમાં અણહિલપુર પાટણમાં સ્થાપત્યકળા સોળે કળાએ ખીલી ઉઠી. વિઘા સર્વાગી રીતે મહોરી ઉઠી. આ કાળના (૧) સ્થાપત્યો (૨) રાજવીઓ (૩) સારસ્વતો (૪) મંત્રીશ્વરો (૫) સામ્રાજ્ઞિ (૬) નગરજનો (૭) શુરવીરો અને (૮) અરે ચૌલાદેવી જેવી વારાંગનાઓ એમ બધું જ મહાન હતું. સોલંકી વંશના રાજવીઓ શુરવીર હતા. એ વખતમાં પાટણ' એટલે ગુજરાત” ગણાતું હતું અને એ સમયનું ગુજરાત પશ્ચિમ ભારત ગણાતું હતું. પાટણનો કુકુટધ્વજ સિંધ, રાજસ્થાન માળવાથી માંડી દક્ષિણમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી લહેરાતો. આવી હતી પાટણની આ પ્રભુતા ! પાટણની અસ્મિતા! મૂળરાજ (પહેલો) ભીમદેવ, સિદ્ધરાજ, કુમારપાળ જેવા શૂરવીર, બહાદુર અને સમર્થ રાજવીઓ થઇ ગયા. સોલંકી વંશની યશોગાથા કહે છે કે, સિદ્ધરાજની (૧) મહાયાત્રા (૨) મહાલય (૩) મહાસ્થાન અને (૪) મહાન સરોવર એમ સિદ્ધરાજનું બધું જ મહાન હતું. પટ્ટણીઓ કદી અપમાન સહન કરતા નહિ. “શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં આ નગર (પાટણ) ના લોકો અગ્રેસર છે.” શાસ્ત્રથી અગર યુદ્ધથી જ પ્રશ્નનું નિરાકરણ લાવતા પાટણના નગરજનો હતા. “અણહિલપુર પાટણમાં ૧૮૦૦ કોટયાધીશો અથત કરોડપતિઓ રહેતા હતા, ત્યારે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy