SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४७ વાવનું બાંધકામ સામાન્ય રીતે પાણી પુરવઠો સાચવી રાખવા માટે થતું હોય છે. જો એકમાત્ર આ જ હેતુ હોત તો તે સામાન્ય પથ્થરોમાંથી બાંધેલી હોત, તેમાં આટલી બધી કોતરણી કરવાની કોઈ જરૂર ન હતી. રાજ્યના નાણાં વેડફાય નહિ. ધનરાશિનો આટલો મોટો વ્યય થાય નહિ. પરંતુ કોઈ કલાપ્રેમી એમ નહિ કહી શકે કે, 'તાજમહલના બાંધકામ પાછળ નાણાં વેડફાયાં છે. તાજમહલની સાથે એક પ્રેમની દાસ્તાન જોડાયેલી છે. - ભીમદેવ પહેલો અને રાણી ઉદયમતિની કોઈ પ્રેમકહાની આ વાવના બાંધકામ સાથે સંકળાયેલી છે, એવો કોઈ પ્રત્યક્ષ પૂરાવો મળતો નથી, પરંતુ પૂરાવો હોય તો જ પતિ-પત્નિનો પ્રેમ માનવો ? આવી ભવ્ય વાવ બંધાવી તેની સાથે પોતાનું નામ જોડવું એ જ જીવતો જાગતો પૂરાવો નથી ? હકીકતમાં રાજા-રાણીના રંગમહલ જેવી આ ભવ્ય ઇમારત શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણે ઋતુમાં માણી શકાય એવું એનું બાંધકામ છે. એ જમાનામાં વાતાનુકુલ એરકંડીશન્ડ ઓરડા બનાવવા માટે આવી સાત માળની ભવ્ય લાંબી પહોળી વાવ બંધાવી હોવાની શક્યતા નકારી શકાય નહિ. આ વાવમાં સામાન્ય રીતે નીચે મુજબની ચીજો નોંધપાત્ર છે. . વાવના સાત માળ ખોદવામાં આવ્યા છે. બે ત્રણ માળ સંપૂર્ણ તૂટી ગયા છે. વાવ માત્ર પાણી પુરવઠો જાળવી રાખવા માટે જ બંધાવી જણાતી નથી. પરંતુ રાજા પોતે સહકુટુંબ અમુક સમય એકાંતમાં ગાળી શકાય તેવી સગવડો ધરાવે છે. રાજા નાનકડો દરબાર ભરી નૃત્યાંગનાનાં નૃત્ય માણી શકે એવું ચારે બાજુનું વાતાવરણ જમાવેલું જણાય છે ! જ્યારે રાજા કે તેના કૌટુંબીકજનો ત્યાં જ હોય ત્યારે વાવ સમગ્ર જનતા માટે ખુલ્લી રહેતી હોવી જોઈએ. એ રીતનાં વાવનાં પગથીયાંછે. . આપત્તિના સમયમાં દુશ્મનને શંકા પણ ન આવે એ રીતે વાવમાંથી ગુપ્ત રસ્તે બહુ દૂર સહી સલામત નીકળી શકાય તેવા રસ્તા હોવા જોઈએ. જે શોધવા રહ્યા. દશાવતારો મત્સય, કૂર્મ, વારાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, બુદ્ધ, શ્રીકૃષ્ણ અને કલ્કિ એમ દશ પૈકી બે મૂર્તિ સિવાય બાકીની આઠ અવતારોની સુંદર મૂર્તિઓ વાવમાં વિદ્યમાન છે. દિવાલોમાં પણ ઝીણું ઝીણું કોતરકામ છે. એક પણ જગ્યા એવી નથી કે જ્યાં કોતરણી ના હોય. ખંભીઓ, થાંભલા, છત, ગોખ, બારશાખ વગેરે ચારેબાજુ વિવિધ પ્રકારની કોતરણી જ કોતરણી નજરે પડે છે. કૂવાની ગોળ દિવાલો પણ કોતરણીથી ભરપુર છે. કૂવાના દરેક માળે શેષશા પર બિરાજેલ ભગવાન વિષ્ણુની પ્રતિમાઓ છે. આ બધી પ્રતિમાઓ એક સરખી છે. વાવમાં કોતરણીનું પુનરાવર્તન નહિવત્ છે. વાવની કોતરણીમાં રૂપવાન સ્ત્રીઓ ધણી છે. ઝાંઝર બાંધતી, કેશગુંથન કરતી,
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy