SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા નેપાળમાં ચિત્રકલાનો વિકાસ થયો, જે બંગાળી શૈલી તરીકે ઓળખવામાં આવે છે. બંગાળના પાલવંશના રાજાઓના આશ્રયમાં આ કલા ફૂલીફાલી હોવાથી તેને પાલ શૈલી પણ કહેવાય છે. પૂર્વ ભારતની આ કલા બૌદ્ધ ધર્માવલમ્બી હતી. આ જ સમયગાળામાં પશ્ચિમ ભારતમાં સોલંકીવંશના શાસન દરમ્યાન આનર્તમાં ગુજરાતમાં ગુજરાતી શૈલી‘ ની લઘુચિત્રકલાનો વિકાસ થયો.સોલંકીઓની આણ માળવા, મેવાડ, મારવાડ અને પ્રાયઃ સમગ્ર ગુજરાત ઉપર રહેલ હોવાથી આ બધા કેન્દ્રોમાં આ શૈલી પલ્લવિત થઇ. આ યુગમાં જૈનધર્મનો શાસન ઉપર પ્રભાવ ઘણા લાંબા સમય સુધી રહેલ હોવાથી જૈન ધર્મ, જૈનશિલ્પ અને સ્થાપત્યનો, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં ઉન્નત વિકાસ થયેલ જોવા મળે છે. આ સમયમાં મોટાભાગનાં ચિત્રો શ્વેતામ્બર જૈન કૃતિઓ જેમકે કલ્પસૂત્ર, કાલકાચાર્યકથા, ઓધનિયુક્તિ, સંગ્રહણીયસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત વગેરેના વિષયવસ્તુના આધારે ચિત્રિત હોવાથી તેમજ આ ચિત્રોના આશ્રયદાતા અને પ્રેરકો જૈન ધર્માવલમ્બી હોવાથી જૈનાશ્રિત ચિત્રકલા કે જૈનશૈલી તરીકે ઓળખાય છે. આ કલાના નમૂનાઓ પ્રાયઃ ગુજરાત અને રાજસ્થાનના જૈન ભંડારોમાંથી અને જૈનાશ્રિત લઘુચિત્રો રૂપે મળેલા હોવાથી ઉમાકાન્ત શાહ ‘મારુ-ગુર્જર’ ચિત્રકલા નામ આપવાનું પસંદ કરે છે. આનંદકુમાર સ્વામી, સ્ટેલા કામરિચ અને તારાનાથ ‘પશ્ચિમ ભારતીય શૈલી’નું નામાંભિધાન આપે છે. જ્યારે રાયકૃષ્ણદાસના મતે આ શૈલી અજંતાનું ભ્રષ્ટ સ્વરૂપ હોવાથી તેમજ આ ચિત્રોમાં કોઇ નવીન આલેખન ન હોવાથી તથા અપભ્રંશ શબ્દથી સમુચિત અભિધા કે વ્યંજના અભિવ્યક્ત થઇ શકતી હોવાથી ‘અપભ્રંશ શૈલી’ તરીકે સ્વીકારે છે આનર્ત પ્રદેશમાં આ શૈલીનો વિકાસ થયો હોવાથી આનર્તશૈલીથી પણ નવાજી શકાય ! નેપાળ કે બંગાળમાં પલ્લવિત થયેલ શૈલી નેપાળી કે બંગાળી શૈલીથી ઓળખવામાં આવતી હોય તો ગુજરાતની આ શૈલીને આનર્તશૈલી તરીકે પણ ઓળખવી જોઇએ. 40 ૫૪૭ ડૉ. આનંદકુમાર સ્વામીએ આ કલાને આવકારતાં નોંધ્યું છે કે, “That the handing is light and casual does not imply a poverty of craftmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect adequacy - it is the direct expression of a flashing religious conviction and of freedom from any specific material interest. This is the most spiritual form known to us in Indian painting, and perhaps the most accomplished in technique, but not the most emotional nor the most intriguing. Human interest and charm, on the other hand, are represented in Ajanta painting and in late Rajaput art." ‘‘અર્થાત્ કસોટી હળવી અને આકસ્મિક હોય તેટલા ઉપરથી કળા વિધાનતાની દીનતા છે એવો અર્થ નીકળતો નથી (દરેક યુગની શરૂઆતમાં ચિત્રોની સ્થૂલતા નિષ્પક્ષ નિરીક્ષકોની ખામી રૂપ દેખાય છે), ઉલટું પૂર્ણ સંયોજન જણાય છે; કારણ કે તે સતેજ ધર્મશ્રદ્ધા અને જડ વસ્તુ પરના રાગની મુક્તિના સીધા પરિણામરૂપ છે. ભારતીય ચિત્રકળાનું આ અતિધાર્મિક સ્વરૂપ છે, અને તે જો કે બહુ ભાવાત્મક
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy