SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪૫ શિલાઓના સંગને લીધે તેમની પેલી સુંદર ચિત્રાવલી ભીંતનું પ્રતિબિંબ પાડે છે, તેથી બીજી ભીંતોની અંદર પણ તેવી જ ચિત્ર ઘટના દેખાય છે. ઉલ્લેખનીય છે કે કુમારપાળે પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં ત્રિભુવનપ્રાસાદ બંધાવી હેમચંદ્રાચાર્ય દ્વારા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રાસાદમાં કુમારવિહાર ચૈત્ય બાંધવામાં આવ્યું હતું. કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલ (૧૧૭૩-૭૬)ના મંત્રી યશપાલે મોહરાનપરાના નાદ ની રચના કરેલ, જે થરાદમાં કુમારવિહારકોડાલંકાર મહાવીર સ્વામીના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવવામાં આવ્યું હતું. આ નાટક ઐતિહાસિક માહિતીની દષ્ટિએ મહત્વપૂર્ણ માહિતી પુરી પાડે છે. અહીં નાટ્યકારે રાજા અને વણિકના સંવાદના માધ્યમથી ચિત્રકલા સબંધી ઉલ્લેખ કર્યો છે. . ના - (વિશ્વવિત્નોવ) નો ! ગૃહત્યચિત્રમતીનાં ચેત: વર્ષારિમા | वणिक :- देव ! नेमिजिन चरित्र चित्र निवेशयेश लास्वेतासु भवतः प्रवर्ततामव्याहतो મનોનયનોસિ: . . मोहराजपराजयम् (तृतीय अंक) पृ. ५६ અથતિ રાજધાનીના ધનિક વણિકોના ભવનોની ભીંતો ભગવાન જિનના જીવનપ્રસંગોને ચિત્રોથી સુશોભિત હતી. અહીં એક પ્રશ્ન ઉદભવે છે કે શું રાજા કદિવે લગ્નપૂર્વે કર્ણાટક સુંદરી મયણલ્લાનું ચિત્ર જોયું હશે ? કે આ એક માત્ર કવિ કલ્પના છે? કવિ કલ્પના હોવા પાછળનો સબળ આધાર એ કે સંસ્કૃત નાટકો, કાવ્યો અને કથાસાહિત્યમાં નાયક યા નાયિકા લગ્નપૂર્વે એકબીજાનાં ચિત્રો જોઇ પ્રેમમાં પડવાના અનેક વર્ણનો જોવા મળે છે. દા.ત માલવિકાગ્નિમિત્રમૂની નાયિકા માલવિકા રાજા અગ્નિમિત્રનું ચિત્ર જોઈ પ્રેમમાં પડે છે, વિકમોવર્શિયમાં રાજા વિક્રમાદિત્ય ઉર્વશીના દર્શન માટે બેચેન થતાં વિદૂષક રાજાને ઉર્વશીનું ચિત્ર બનાવીને જોવાની સલાહ આપે છે, રત્નાવલીમાં નાયિકા રત્નાવલીએ ઉદયનનું ચિત્ર દોર્યું હતું વગેરે. ગુજરાતના સંસ્કૃત કવિઓએ પણ અહીં પરંપરાનો નિર્વાહ જ કર્યો છે. આમ છતાં આ બધા ઉલ્લેખો તત્કાલીન જનસમાજમાં ચિત્રકલા સંબંધી રૂચિની પ્રતીતિ કરાવે છે તે હકીકત સ્વીકારવી આનર્તમાં ચિત્રકલાનો પ્રારંભ અને વિકાસ ભારતીય ચિત્રકલાની વિવિધ સ્વરૂપોમાં વિકાસ થયેલો જોવા મળે છે, જેમકે ભીંતચિત્રો, ચિત્રપટ, ચિત્રફલક, લઘુચિત્રો વગેરે અજંતા, ઇલોરા, સિત્તનવાસન, કાંચી વગેરેના ભીંતચિત્રો ભારતીય ચિત્રકલાના ઉન્નત શિખરો છે. અજંતાની ગુફાચિત્રો ઇસવીસનના પ્રથમ, દ્વિતીય શતકથી શરૂ થઈ આઠમા શતક સુધી વિકાસ પામતાં રહેલ. આઠમી સદી બાદ રાજકીય અસ્થિરતા યા કોઈ કારણોસર આ કલાનો વિકાસ મંદ પડતો જોવા મળે છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં ચાવડાવંશના અંતિમ શાસક સામંતસિંહ પાસેથી તેના ભાણેજ મૂળરાજદેવ સોલંકીએ ઈ.સ. ૯૪રમાં સત્તાનાં સૂત્રો સંભાળી લેતાં
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy