SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૩ ‘કુમારપાળ પ્રતિબોધ' : એક અભ્યાસ પર૯ પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય અણહિલપુર પાટણ સાડા પાંચસોહ વર્ષ સુધી ગુજરાતનું પાટણનગર- રાજધાની હતું. આ અણહિલપુર પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં વીર વનરાજ ચાવડાએ કરી. ચાવડા ઉર્ફે ચાપોત્કટ વંશે પાટણની ગાદી પર વિ.સં. ૮૦૨ થી વિ.સં. ૯૯૮ એમ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું. ચાવડાવંશના છેલ્લા રાજા સામંતસિંહને મારી તેના ભાણેજ મુલરાજ સોલંકીએ વિ.સં. ૯૯૮માં પાટણની ગાદી કબજે કરી. સોલંકીવંશની સ્થાપના થઇ. પાટણની ગાદી પર સોલંકી સમ્રાટોએ વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૦૦ એમ ત્રણસો બે વર્ષ રાજ્ય કર્યું. ગુજરાતના ઇતિહાસમાં આ સોલંકી યુગને ‘“સુવર્ણયુગ’’ તરીકે ઓળખવામાં આવે છે. વિ.સં. ૧૩૦૦ થી વિ.સં. ૧૩૫૬ એમ ૫૬ વર્ષ વાઘેલા વંશે પાટણની ગાદી પર રાજ્ય કર્યું. વાઘેલા વંશના છેલ્લા રાજવી કર્ણ વાઘેલાના સમયમાં દિલ્હીના મુસ્લીમ બાદશાહના સુબા ઉલુગખાને પાટણની ગાદી કબજે કરી. પાટણ પરના હિન્દુ રાષ્ટ્રનો અંત આવ્યો અને પાટણ પર મુસ્લીમ શાસનની શરૂઆત થઇ. સુવર્ણયુગ એવા સોલંકીવંશના આઠમા સમ્રાટ કુમારળપાનું શાસન વિ.સં. ૧૧૯૯ થી વિ.સં. ૧૨૨૯ સુધી રહ્યું. કુમારપાળ અપુત્ર મરણ પામ્યો. કુમારપાળે ફક્ત ૩૧ વર્ષ જ પાટણની ગાદી પર શૈવ રાજ્ય કર્યું, પણ એના સુશાસનથી એ ગુજરાતના ઇતિહાસમાં અમર બની ગયો છે. કુમારપાળ મૂળ ધર્મ પાળતો. કુમારપાળ, સિરાજ પછી પાટણની ગાદી પર આવશે એવી ભવિષ્યવાણી ભાખનાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાળ મહારાજા જૈનધર્મના પ્રભાવમાં આવેલા અને પાછળથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો એ એક ઐતિહાસિક સત્ય છે. કુમારપાળ પ્રતિબોધ : અનેક માણસોને ઉપદેશ આપવાથી જે લાભ થાય એ એક રાજા-મહારાજાને પ્રતિબોધ કરવામાં સહજ વિશેષ લાભ થાય ! આવા દૃઢ વિશ્વાસથી જ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે તે વખતના ગુર્જર નરેશ શ્રી કુમારપાળ મહારાજને ઉપદેશ આપી રાજાને પરમ દયાવાન, આદર્શ રાજવી, આર્હત ભક્ત અને એક નરરત્ન બનાવેલ છે. આચાર્યશ્રીએ કાચા હિરાને પેલ પાડી મૂલ્યવાન બનાવે એમ કુમારપાળ મહારાજને સામાન્ય માનવીમાંથી સમ્રાટ બનાવ્યો, એટલું જ નહિ પણ પ્રસંગે પ્રસંગે ધર્મકથાઓ સંભળાવી રાજાને સત્યવાદી ધર્માત્મા, અહિંસાનો પુજારી, સમાજ સુધારક અને જૈનશાસનનો પ્રભાવક બનાવ્યો. ‘કુમારપાળ પ્રતિબોધ’' ગ્રંથના કર્તા શ્રીમાન્ સોમપ્રભાચાર્ય મહારાજ છે. આ ગ્રંથનો રચનાકાળ વિ.સં. ૧૨૪૧ છે. કુમારપાળ વિ.સં. ૧૨૩૦ માં ગુજરી ગયો, તેના મરણબાદ અગીયારમે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy