SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૩ યુગે યુગે પાટણની પ્રભુતા શાસ્ત્રી, શ્રી મનુભાઈ દવે, શ્રી શંકરલાલ દવે જેવા વિદ્વાનોની ભેટ ધરી છે. જિલ્લાની ગ્રંથાલય પ્રવૃત્તિઃ આઠસો વર્ષ પૂર્વે પાટણની ધરાને તેમની પ્રકાંડ વિદ્વતાથી પાવન કરી ગયેલા કલિકાલ સર્વજ્ઞ સમર્થ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના વિરાટ દર્શનના પ્રતીક સરખું શ્રી હેમચંદ્રાચાર્યજી જ્ઞાન મંદિર, પાટણના પંચારારા જિનાલયની સમીપમાં મહાન ગ્રંથ ભંડારની પ્રતીતિ કરાવે છે. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના વરદ હસ્તે ખુલ્લું મુકાયેલુ આ જ્ઞાન મંદિર વિવિધ દર્શનો, શાસ્ત્રોને લગતી સેંકડો વર્ષ પુરાણી ૨૨,૦૦૦ જેટલી હસ્તપ્રતો તાડપત્રીઓ અને હસ્તલિખિત ગ્રંથોનો અણમોલ વારસો ધરાવે છે. એક સમયે પાટણમાં ૧૧ જૈન ગ્રંથ ભંડારો હયાત હતા. તે પૈકી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર ગ્રંથ ભંડાર આજના દિવસે પાટણના અણમોલ વારસાની ઝાંખી કરાવે છે. ગાયકવાડ રાજવી સયાજીરાવ ગાયકવાડે જિલ્લાના ગામડે ગામડે ગ્રામ ગ્રંથાલયો ઊભાં કર્યાં હતાં. પુસ્તકાલય પ્રવૃત્તિને જીવંત રાખવા માટે રાજવીએ શાળાકીય ગ્રંથાલયોની ભેટ ધરી હતી. આજના દિવસે ભાગ્યે જ એવું કોઇ ગામડું હશે જ્યાં નાનું-મોટું પુસ્તકાલય ના હોય. | જિલ્લા મથક પાટણ ખાતે કનસડા દરવાજે ૧૨૫ વર્ષથી ચાલતું શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ૪૦ હજાર જેટલા વિધવિધ વિષયદર્શી પુસ્તકોથી સમૃદ્ધ બન્યું છે. પાટણમાં આવાં ૫ વાંચનાલયો છે.. રાજ્ય સરકારના ગ્રંથાલય બોર્ડ દ્વારા સમી ખાતે તાલુકા પુસ્તકાલય ચલાવાય છે. પાટણ ખાતે પણ આવા સરકારી પુસ્તકાલય-વાંચનાલયની સુવિધા ઊભી થઈ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણનું ગ્રંથાલય વિશ્વ વિદ્યાલયને છાજે તેવું સમૃદ્ધ, ભરપૂર અને સંપન્ન છે. સ્વૈચ્છિક સંસ્થાઓનું નેટવર્ક આજે વિકાસની ગતિવિધિઓ ખૂબ વ્યાપક બની છે, ત્યારે વિકાસલક્ષી પ્રવૃત્તિઓના વ્યવસ્થાપનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું યોગદાન નીતાંત જરૂર બની ગયું છે. પાટણ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓનું નેટવર્ક પ્રભાવી રીતે કાર્યરત છે. જિલ્લા મથક પાટણ ખાતે રો.સિનીયર સિટીઝન કાઉન્સીલ, રોટરી ક્બલ, રોટરી પાટણ સિટી, લાયન્સ લાયોનેસ, લીઓ જેવી સંસ્થાઓ, જેસીઝ, રોટરેકટ જેવી યુવા સંસ્થાઓ, જનસેવાનાં વિવિધ ક્ષેત્રોમાં રચનાત્મક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓના સંચાલનમાં સરકારની કુમકે દોડી આવે છે. પાટણની એસ.કે. બ્લડ બેંક, સિદ્ધપુરનું મુક્તિધામ-ચક્ષુબેંક જેવી સેવા સંસ્થાઓ સરાહનીય કાર્ય કરી, સમાજ પ્રત્યેના દાયિત્વને અદા કરે છે. પાટણ શહેરમાં છેલ્લાં ૭૦ વર્ષથી ચાલતું મહિલા મંડળ અને ભગિની સમાજ સંસ્થા જેવી મહિલા સંસ્થાઓ શિક્ષણ-મહિલા ઉત્થાનની પ્રભાવશાળી કામગીરી કરે છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy