SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૯૦ યુગે યુગે પાટણની પ્રભુતા प्राङ् शौर्यवृत्तौ प्राङ् शास्त्रे प्राङ् शमे प्राङ् समाधिषु प्राङ् सत्ये प्राङ् षड् दर्शन्यां प्राङ्घङङयामितो जनः ॥ ૫૧૭ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય અર્થાત્ : ‘“આ નગર (પાટણ)ના લોકો શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, ષડદર્શનમાં અને વેદના છ અંગોમાં અગ્રેસર છે’ જે નગરના પ્રજાજનો માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ યુગપુરૂષ આવાં વખાણ કર્યાં હોય એ નગર-પાટણનો ઇતિહાસ જાણવાનું કોને મન ન થાય ? પાટણના નગરજનોનો પરિચય આપ્યા પછી આ બીજી ગાથામાં પૂજ્ય આચાર્યશ્રી પાટણ નગર વિશે લખતાં જણાવે છે કે, अस्ति स्वस्तिकवद् भूमेर्धमागारं नयास्पदम् । पुरं श्रिया सदाश्लिष्टं नाम्नाणहिलपाटणकम् ॥ શ્લોકનો અર્થ : ‘“ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત આ અહિલ પાટણ નામનું નગર છે’’ કોઇપણ પટ્ટણીને પોતાના નગર વિશે વાંચતા આનંદ અને ગૌરવ ઉપજે એવો પાટણ નગર વિશેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આ મહામાનવે અત્રે આપ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યજી તો સોલંકીવંશના સમર્થ સમ્રાટ સિધ્ધરાજ જયસિંહ અને પરમાર્હત કુમારપાળ મહારાજ એમ બે સુપ્રસિધ્ધ સમ્રાટોના વખતમાં થઇ ગયા. એટલે એમના ઉદ્ગારો ખૂબજ આધારભૂત ગણાય. યુગે યુગે રચાયેલ પ્રાચીન સાહિત્યમાં પાટણનું જે દર્શન કરાવવામાં આવ્યું છે, એ જોઇએ. ‘“અહી (પાટણમાં) સ્વર્ગલોક જેવાં જૈન ચૈત્યો, જિનાલયો, પ્રાસાદો છે. આ નગરનાં દાન, માન, કલાકૌશલ્ય, ધર્મ, અને વિદ્યા, કલા વગેરે જોઇને દેવો પણ અહીં નિવાસ કરવા ઇચ્છે છે’’ (કુપારપાળ ચરિત્ર) ‘“આ નગરમાં વનરાજ નામે દેવરાજા થઇ ગયો. તેણે પંચાસર પાર્શ્વનાથનું નવીન જિનાલય બંધાવ્યું હતું. આ નગરની પાસે ઊંચો ‘કીર્તિસ્તંભ’ છે જ્યાં ગગનસિંધુના પક્ષીઓ વિશ્રામ કરે છે’’ (સુકૃત સંકીર્તન)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy