SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૮૯ દક્ષ પ્રજાપતિના વંશજ પ્રજાપતિઓ શ્રીપદ્મનાભપ્રભુનુંપ્રાગધ્ય ૫૧૧ બચુભાઇ મોહનલાલ પ્રજાપતિ બી.એ.એલએલ.બી. "" એક સમયે દક્ષ પ્રજાપતિને ગર્વ થયો અને શિવજીને નીચે પાડવા એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં ઋષિઓ, મુનીઓ, દેવો તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સર્વને આમંત્રણ આપ્યું. સર્વ દેવો યજ્ઞમાં પધાર્યા. યજ્ઞમાં દક્ષ પ્રજાપતિ પધાર્યા ત્યારે બ્રહ્મા અને શિવજી સિવાય દરેક જણે ઉભા થઇ દક્ષ પ્રજાપતિનું અભિવાદન કર્યું. આથી દક્ષ શિવજી પર ગુસ્સે થયા અને કહ્યું, “ તું તો અવિવેકી છે, સસરાને માન આપવાનું સમજ્યો જ નથી.'' એમ વદી અપશબ્દો કહ્યા. ભોલેનાથ પ્રત્યુત્તરમાં કંઇ બોલ્યા નહીં. પરંતુ તેમના નંદીથી આ સહન થયું નહી. તેણે કહ્યું, ‘‘હે દક્ષ ! તું ગર્વમાં લીન થયો છે તેથી શ્રી શંકરને ગણતો નથી, પરંતુ કળીયુગમાં તારા વંશજો ઉચ્ચ અને પવિત્ર કુળના બ્રાહ્મણો હોવા છતાં અબ્રાહ્મણ કહેવાશે'' આજે પણ પ્રજાપતિઓ મૂળ દક્ષ પ્રજાપતિના કૂળના બ્રાહ્મણો હોવા છતાં કળીયુગમાં અબ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને તેમનો દરજ્જો શુદ્રમાં ગણાય છે. પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ વિષે પુરાણોમાં અને શ્રીમદ્ ભાગવત્માં એવી કથા છે કે પ્રજાપતિઓ દક્ષ પ્રજાપતિના વંશજો છે. એક વખત પ્રજાપતિ કુળના શિવદાસ બદ્રિકાશ્રમના તપોવનમાં ફરતાં ફરતાં આવી ચઢચા, જ્યાં ભગવાન બદ્રિકાશ્રમમાં ધ્યાન ધરી તપ કરી રહ્યા હતા. સખત તડકો હતો અને શિવદાસે જોયું કે, આવા સખત ઉનાળામાં તપસ્વી તરીકે તડકે બેસીને તપ કરે છે અને પરસેવેથી રેબઝેબ થયેલ છે, તેઓએ આજુબાજુ પાણી છાંટી ઠંડક કરી, ઘાસ વીણી લાવી તપસ્વી બેઠા હતા તેના ઉપર સુંદર કુટીરની રચના કરી. આમ થોડો વખત સેવા કરતાં આ ધામ સુંદર તપોવન જેવું થઇ ગયું. તપસ્વી જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે સુંદર કુટીર જોઇ વિસ્મય પામ્યા. તપસ્વીના આગ્રહથી પ્રજાપતિ શિવદાસે જણાવ્યું કે, તેઓએ આપની સેવા કરી છે અને સેવા કરવાનું પ્રયોજન મારે પ્રભુના દર્શન કરવા છે. તપસ્વીએ શિવદાસને આંખો બંધ કરવા જણાવ્યું. અને આંખો બંધ થતા જ, ચાર ભુજાવાળા, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ વિષ્ણુ ભગવાન શિવદાસની સમક્ષ હાજર થયા. હીરા માણેક મોતીથી સજેલા બાહુબંધો ઝળકી રહ્યા છે, ભાલે તિકલ કરેલ છે અને કાને કુંડલ ધારણ કરેલ છે. શિવદાસ પ્રભુના પગમાં પડી વારંવાર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. પ્રભુએ શિદવાસને કંઇ માગવા જણાવ્યું. પ્રજાપતિ શિવદાસે પ્રભુ સેવા અને ભક્તિનો લાભ મળે એવું કંઇક આપવા વિનંતી કરી. વિષ્ણુ ભગવાને કહ્યું, ‘“હે પ્રજાપતિ ! તારી જ્ઞાતિ તો ઉત્તમ જ્ઞાતિ છે..ટૂંક સમયમાં જ હું તારી જ્ઞાતિમાં તારે ઘેર જ જન્મ લઇશ. તારું કુળ ઉજાળીશ અને આમ તારા કુળમાં ભક્તિની વૃદ્ધિ થશે. પ્રજાપતિ શિવદાસને ત્યાં કર્ણ અને પ્રજાપતિ ભાનુયને ત્યાં લક્ષ્મી અવતર્યાં. કાળક્રમે તેઓ બન્નેનાં લગ્ન થયાં અને તેઓએ સંસાર માંડવ્યો ત્યારે શ્રી ભગવાને માયાને .આજ્ઞા કરી અને લક્ષ્મીના
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy