SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પુરાવાઓ એવા મળે છે કે, સહસ્રલિંગ સરોવર સરસ્વતી નદીના જળ વડે જ ભરવામાં આવ્યું. હતું. સરસ્વતી નદીમાંથી નહેર કાઢી નહેર દ્વારા પાણીનો ધસમસતો પ્રવાહ કાબુમાં લેવા હાલ જે દેખાય છે તે ‘રૂદ્રકૂપ’ બનાવ્યો હતો. જ્યાં પાણી ઠરી, કચરો નીચે બેસી આગળ દેખાતા ગરનાળામાંથી નિર્મળ પાણીનો પ્રવાહ આગળ વધતો હશે. ઇરીગેશન અને કેનાલ વિજ્ઞાન એ જમાનામાં કેટલું આગળ વધેલું હશે તેની ઝાંખી થાય છે. ३० આ સરસ્વતી નદીના કાંઠે અનેક તીર્થો આવેલા હતા. આ નદીના કાંઠાના તીર્થો જેવા કે, ગાંધર્વતીર્થ, કાકતીર્થ, માતૃતીર્થ, દૂર્ગાતીર્થ, વારાહતીર્થ, પુષ્કરતીર્થ, બ્રહ્મકુંડ, વિષ્ણુયાન, દકૂપ, ત્રિવેણીતીર્થ વગેરે હતા. એક હજાર શિવાલયો ઃ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત ‘દ્દયાશ્રય’, ‘કીર્તિકૌમુદી’ વગેરે ગ્રંથોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, સરોવરના કાંઠા ઉપર દેદીપ્યમાન એવાં એક હજાર નાના-નાના શિવાલયો હતાં. વિરમગામના . મુનસર તળાવને ફરતે આશરે ૩૫૦ (ત્રણસોહ પચાસ) દેરીઓ આજે પણ વિદ્યમાન જોવા મળે છે. એવી નાની-નાની દેરીઓ એક હજાર હોવી જોઇએ. સરસ્વતી પુરાણ જણાવે છે કે, વીર બાણાસુરે જે બાણલિંગો નર્મદામાં નાખી દીધા હતા તેમાંથી એક હજાર બાણલિંગો પાટણ લાવ્યાં હતા. આ પવિત્ર સરોવરનું મહાંત્મ્ય જણાવતાં પુરાણકાર જણાવે છે કે, એક શિવલિંગથી યુક્ત કૂંડનું જળ મુક્તિ આપનાર થાય છે,'તો સહસ્ર શિવલિંગો જેની સમીપમાં છે તેનું જળ મુક્તિ આપે તેમાં શું આશ્ચર્ય ? (શ્લોક-૪૦) આ તીર્થ (સહસ્રલિંગ સરોવર) પૃથ્વી ઉપરના તીર્થોમાં સર્વશ્રેષ્ઠ છે. જેનું સેવન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરૂષાર્થની સિદ્ધિ આપે છે. (શ્લોક-૪૧) એવી એક લોકોકિત છે કે, ‘રાણકીવાવ, દામોદર કૂવો, ન જૂવે તે જીવતો મૂવો' આ જ અર્થનો એક શ્લોક સરસ્વતી પુરાણમાં મળે છે. ત્રણલોકમાં વિખ્યાત એવું આ ‘સિદ્ધરાજસર’ સહસ્રલિંગ સરોવર જેણે પ્રાપ્ત કર્યું નથી તે જીવતો મૂવા બરાબર છે. (શ્લોક-૪૨) આ સરોવરની પ્રશંસા કરતા અનેક શ્લોકો છે. સરસ્વતી પુરાણનો શ્લોક-૬૩ મહત્વની હકીકત જણાવે છે. તેમાં જણાવાયું છે કે, આ સરોવરમાં ‘દશાવતાર’ના મંદિરો છે. હવે જો રાણકીવાવને પણ આ સરોવરનો એક ભાગ ગણવામાં આવે તો રાણકીવાવમાં થયેલા નવા ખોદકામમાંથી આ દશાવતારોની આબેહૂબ મૂર્તિઓ મળી આવી છે. (બંને બાજુ સામસામી આવેલી આ દશાવતારોની મૂર્તિઓ નીચે મુજબ છે.) (૧) વરાહ (૨) નૃસિંહ (૩) વામન (૪) પરશુરામ (૫) શ્રીરામ (૬) બલરામ - (૭) બુદ્ધ અને (૮) કલ્કિ એમ આઠ થાય છે. કૂર્મ અને મત્સ્ય એ બે મૂર્તિઓ દેખાતી નથી. જે ખંડિત
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy