SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા રાજ્યાભિષેક થયેલ વનરાજે પોતાનું રાજ્ય વ્યવસ્થિત કરવા માંડયું. ગાંભુ ગામના શ્રીમાળમાંથી આવીને વસેલા નિન્તય શેઠને પાટણમાં બોલાવી વસાવ્યા આ નિન્તય શેઠ પોરવાડ જ્ઞાતિના હતા. તેમણે પાટણમાં ૠભદેવનું દેરાસર બંધાવ્યું હતું. નિન્નય શેઠનો પુત્ર લહર પણ બાહોશ હતો. વનરાજે લહરને દંડનાયક નિમ્યો. લહર વિંધ્યવાસિનો પરમ ભક્ત હતો. લહર એક બાહોશ શૂરવીર દંડનાયક હતો. લહરે અનેક શત્રુઓને પરાજીત કર્યા હતા. લહરે વિંધ્યાટવીમાંથી તેમજ પરાજીત શત્રુઓ પાસેથી સંખ્યાબંધ હાથી પકડયા અને વનરાજને ભેટ આપ્યા. આથી પ્રસન્ન થઇ વનરાજે લહરને સંડથલ (હાલના ચાણસ્મા તાલુકાનું સદથલા) ગામ ઇનામમાં આપ્યું. લહરે પોતાને ઇનામમાં મળેલ સંડથલ (સદથલ) ગામમાં વિંધ્યવાસીનીનું મંદિર બંધાવ્યું. २७ અણહિલપુર પાટણની સ્થાપનાકાળથી જ જૈન શ્રાવકો કારભારીઓ હતા. જૈન મંત્રીઓ અને સેનાપતિઓ તરીકે આગળ પડતા હતા. રાજ્યમાં તેઓ કરતા-કરાવતા ગણાતા હતા. પરિણામે મારવાડમાંથી ઘણી મોટી સંખ્યામાં જૈન વસ્તી પાટણમાં આવી વસી. ચાવડાઓ જૈન ધર્મની સાથો સાથ વૈષ્ણવ ધર્મનો પણ એટલો જ આદર કરતા. ગણપતિની પૂજા ચાવડા વંશમાં પ્રચલિત હતી. પાટણમાં ગણપતિની પોળમાં ગણેશની ઉભી મૂર્તિ છે. જેના ઉપર વિક્રમ સંવત ૮૦૨નો લેખ પણ છે. બાજુમાં શિવ-પાર્વતીની પ્રતિમા પર પણ લેખ છે. આપણા પાટણથી લગભગ ૧૫ માઇલ દૂર કસરા ગામમાં ભગવાન ત્રિમૂર્તિના ભાંગેલા અવશેષો જોવા મળેલ છે જે ચાવડા વંશના છે. પાટણ તાલુકાના સંડેર ગામે પણ કેટલાક ઐતિહાસિક અવશેષો જોવા મળે છે જે ચાવડા વંશના છે. રૂપસુંદરીની સમાધી : ભૂતનાથના મહાદેવની જગ્યામાં કેટલાક શિવાલયો અને પાળીયા દ્રષ્યમાન છે. આ સ્થળે આવેલ એક સ્થળને લોકો ‘જયશિખરીની છત્રી’ તરીકે ઓળખાવે છે. આ સ્થળે જયશિખરીના મૃત્યુ બાદ રાણી રૂપસુંદરીએ વનરાજનો જન્મ આપ્યા બાદ સતિ થયેલી મનાય છે. તેની આ છત્રી મનાય છે. . સારસ્વત મંડળ : સરસ્વતીના કિનારે વસેલો સમગ્ર પ્રદેશ સારસ્વત મંડળના નામે ઓળખાતો હતો. ચાવડાઓનું રાજ્ય માત્ર સરસ્વતીના કિનારે આવેલા પાટણ અને તેની આસપાસ વિસ્તરેલું હતું. આનંદનગર (વડનગર) પ્રાચીન વિદ્યા કેન્દ્ર હતું. ત્યાર પછી અણહિલપુર પાટણ વિદ્યા કેન્દ્ર બન્યું હતું. ચાવડાઓની વંશાવલી : ચાવડા વંશની વંશાવલીમાં મતભેદ છે. એક શ્રેણી મુજબ ચાવડા વંશ નીચે મુજબ છે. (૧) વનરાજ (૨) યોગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરસિંહ (૫) ક્ષેમરાજ (૬) ચામુંડારાજ (૭) આહડ (આગડ) (૮) ભૂવડ યાને સામંતસિંહ આમ કુલ આઠ રાજા થઇ ગયા.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy