SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० યુગે યુગે પાટણની પ્રભુતા લોકજીવનનું દર્શન કરાવે છે (૮) રંગમંડપના સ્તંભ પર કામોત્તેજક ભોગાશનોના દળ્યો SEX EDU. CATION આપવા કંડારાયાં હશે? (૯) બાળકૃષ્ણની બાળલીલા ગોવાળો માણખ ખાતા, વલોણું વલોવતી ગોપીઓ, નર્તન અને વાઘોના શિલ્પ જીવંત લાગે છે (૧૦) રામાયણ-મહાભારતના પ્રસંગોની પેનલો અને એક મુખ અને પાંચ શરીરો ધરાવતી આકૃતિ અદ્ભુત છે. આમ આ વિશાળ મોઢેરાના અનુપમ સૂર્યમંદિરનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. આવા વિશાળ મંદિરનો એકએક ઇંચ ભાગ કોતકામથી ભરપૂર છે. મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતનું એક ઘરેણું છે. તેના ઉપર કંડારાયેલાં તમામ શિલ્પો જે તે વખતના લોકજીવનનું આપણને દર્શન કરાવે છે. તે સમયની પ્રજાની બહાદુરી, ખડતલતા, વેશભૂષા, અસ્ત્રોશસ્ત્રો, રાસરચીલું, રમતગમતો, માનવીના શોખ, ખાસીયતો, કામકલાના પ્રકારો, વગેરે અનેક બાબતોનો આબેહુબ ખ્યાલ આપે છે. અગીયારમી સદીનું આ બેનમુન સૂર્યમંદિર એ કાળને “સુવર્ણયુગ” કહેવાની સાચેજ શાખ પૂરે છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy