SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૩૦ ૭૮ “પાટણના ભંડારોમાં સંગ્રહીત સંસ્કૃત હસ્તપ્રતોની પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ : સાંસ્કૃતિક અધ્યયન ડૉ.મનીષા એન. ભટ્ટ M.A.,Ph.D. ઇતિહાસ અને સંસ્કૃતિના અધ્યયનમાં અન્ય સાધન-સામગ્રીની સાથે હસ્તલિખિત ગ્રંથોનું વિશેષ મહત્ત્વ છે. હિંદુ, જૈન અને બૌધ્ધ ધર્મની હસ્તપ્રતોના ગ્રંથ ઉપલબ્ધ છે. પ્રાચીન ભારતીય હસ્તલિખિત ગ્રંથોમાં સંગ્રહ ભારત તથા યુરોપના દેશોમાં હસ્તપ્રતના ગ્રંથ ભંડારોમાં સંગ્રહીત છે. ભારતીય સાહિત્યનો અમૂલ્ય ખજાનો સમયની ગતિથી નષ્ટ પામ્યો. એમાંથી કેટલીક હસ્તપ્રતોની પ્રતિલિપિના રૂપમાં ભારતની ભેજવાળી હવા, ગરમી અને અન્ય કારણોથી હસ્તપ્રતો નષ્ટ થઇ. કોઇપણ હસ્તપ્રતનું પોતાનું અલગ મૂલ્ય હોય છે. જ્યારે હસ્તપ્રતોની પાઠસમીક્ષા હોય છે, ત્યારે ગ્રંથોની સમીક્ષિત આવૃત્તિ તૈચાર થાય છે. તેમાં વિવિધ લિપિમાં લખેલી હસ્તપ્રતો ઉપયોગમાં આવે છે. વિશેષમાં ધાર્મિક, લલિત સાહિત્ય, દર્શનશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ અને સમાજ તથા શિક્ષણના ક્ષેત્રમાં હસ્તલિખિત ગ્રંથોની પ્રતિલિપિ થતી રહે છે. ભારતીય સાહિત્યના અમૂલ્ય ખજાનારૂપ હસ્તપ્રતો આજે પણ સંગ્રહિત છે. ૧ પ્રશસ્તિ અને પુષ્પિકા : પ્રશસ્તિ અને પુષ્પિકા સામાન્યતઃ ગ્રંથકારનું નામ, હસ્તપ્રતના હાંસિયામાં સંક્ષિપ્તનામ, પૃષ્ઠસંખ્યા, મૂળગ્રંથોના ભાષ્યની વૃત્તિ, કર્તાના નામ, અને કાંડ સર્ગ અને અધ્યાયના અંતમાં પુષ્પિકા હોય છે. પુષ્પિકા ત્રણ પ્રકારની છે. (૧) પહેલા પ્રકારની પુષ્પિકા હમેશાં અધ્યાયના અંતમાં હોય છે. તેમાં ગ્રંથકાર અને કૃતિ અને કર્તાના નામ-નિર્દેશ સાથે ગ્રંથની સમાપ્તી દર્શાવી છે. (૨) બીજા પ્રકારની પુષ્પિકામાં દરેકનો સર્ગ, અઘ્યાય, અંતમાં કૃત્તિનું નામ કાંડ અને સર્ગનું નામ અઘ્યાયનું નામ, નંબર અને રચનાકારનું નામ અને અંતમાં સમાપ્તિ નિર્દેશની સાથે હોય છે. (૩) ત્રીજા પ્રકારની પુષ્પિકામાં સંપૂર્ણ ગ્રંથ રચાયા બાદ તેની સમાપ્તિ દર્શાવાય છે. અને ત્યારબાદ અલગ શ્લોકોમાં ગ્રંથકારની લાંબી પ્રશસ્તિ રચેલી હોય છે. અને એ પછી પુષ્પિકા લખવામાં આવે છે. પ્રશસ્તિ અને પુષ્પિકાઓના અધ્યયનમાં ઐતિહાસિક વિગત પ્રાપ્ત થાય છે. તેમાં સોલંકી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy