SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા હોવાથી તત્કાલીન હિંદુ મૂર્તિવિધાનના લગભગ બધા નમૂના અહીંથી ઉપલબ્ધ થાય છે. એમાં સરસ્વતીની સમપાદમાં ઊભેલી સપરિકર પ્રતિમા ત્રીજા મજલાની પૂર્વ બાજુના પડથારના એક ગવાક્ષમાં દૃષ્ટિગોચર થાય છે. ४२० દેવીના મસ્તકે મણિયુક્ત જટામુકુટ તથા પાછળના ભાગે પદ્મ પાંખડીયુક્ત પ્રભામંડલ છે. કાનમાં રત્નકુંડલ, કંઠમાં હિક્કાસૂત્ર, પ્રલંબહાર, સ્તનસૂત્ર, બાહુબલો, રત્નમયમુક્તા દામયુક્ત કટિસૂત્ર, કટિમેખલા, ઉરુદામ, વનમાલા, પાદજાલક જેવા વસ્ત્રાલંકારો ધારણ કરેલ છે. દેવી ચતુર્ભુજ છે. પ્રદક્ષિણાકમે જોતાં નીચલો જમણો હાથ વરદમુદ્રામાં, ઉપલા હાથમાં અક્ષમાલા, ડાબા ઉપલામાં વીણા અને નીચલા હાથમાં કમંડલું છે. પરિકરમાં ગણેશ સહિત સપ્તમાતૃકાઓ કંડારેલ છે. ગૌરી ગૌરીના તપ કરવાથી લાગે છે કે તે યુગમાં નારીઓ તપસ્વિની પણ હતી. ગૌરી અને સરસ્વતીની પ્રતિમાઓ ઘડનાર કલાકાર-શિલ્પીનો ઉદ્દેશ્ય નારીના હૃદયની આન્તરિક શાન્તિ અને નિર્મળતા તરફ ધ્યાન દોરવાનું હશે. જે તપ અને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. તેમનામાં માનસિક તાણ . નથી. ઊભેલા શરીર ઉપરથી લાગે છે કે તેઓ તનાવ-રહિત અને પ્રસન્ન ચિત્ત છે અને તેમની ઉપર કોઇ મનોવૈજ્ઞાનિક પ્રભાવ નથી. જેવું કે સાથે ઊભેલી અપ્સરાની પ્રતિમા જોવાથી લાગે છે. રાણીવાવાના પશ્ચિમ તફરના પડથારના ગવાક્ષમાં સ્થિત પાર્વતીની પંચાગ્નિ તપ સ્વરૂપની સ્પરિકર પ્રતિમા નોંધપાત્ર છે. આ પ્રતિમામાં દેવી ડાબા એક પગ પર ઊભેલાં છે. જેમણે પગ ઢીંચણથી વાળીને ડાબા સાથળ પર ટેકવેલ છે. સુંદર રીતે ગૂંથેલા કેશબંધ, જટામુકુટ, નાસાગ્રદષ્ટિ, કંઠમાં રુદ્રાક્ષની એકાવલિ, બાજુબંધ, નીચલા બે હાથમાં બે-બે વલય ઉપલા બંને હાથમાં રુદ્રાક્ષના વલય પહેરેલાં છે. ડાબા ખભા પરથી પસાર થઇ જમણી બાજુ ખેસની જેમ પહેરેલું ઉપવીત કે ઉપવસ્ત્ર, કટિ પર ગુહ્યાંગ ઢંકાય તેટલી લંગોટીને ચાર દોરડાના સૂત્રથી બાંધલ છે. કેડની બંને બાજુ સમાંતરે બે-બે અગ્નિપાત્ર મૂકેલાં છે. દેવી ચતુર્ભુજ છે. નીચલો જમણો હાથ વરમુદ્રામાં અને ઉપલામાં અક્ષમાલા છે. જ્યારે ડાબા ઉપલામાં અંકુશ અને નીચલામાં કમંડલું છે. દેવીના આસન નીચે વાહન ધો નું અંકન છે. પરિકરના કમાનાકાર ભાગમાં નવગ્રહોના આલેખન સૂચક છે. પરિકરના ઊભા પાટમાં અષ્ટ માતૃકાનું અંકન દૃષ્ટિગોચર થાય છે. ગજલક્ષ્મી લક્ષ્મીની પ્રતિમાઓને એક ગૃહિણીના રૂપમાં બતાવવામાં આવી છે. જે સ્વતંત્ર પણ છે. જ્યારે તેમને એકલવાયા દેખાડવમાં આવે છે, ત્યારે તે પોતાની સહચરીની સાથે અને સ્વતંત્ર રૂપમાં છે. આ રૂપમાં તે ‘ગજલક્ષ્મી' તરીકે પ્રખ્યાત છે. કારણ કે બે ગજરાજો તેમના માથે કળશ ઢોળે છે. તે દ્રવ્ય અને સંપન્નતાની દેવી મનાય છે. તેના હાથોમાં સત્ત્વગુણરૂપી જળથી ભરેલા પૂર્ણ કલશ, કમળ, બિલ્વ અને શંખ સદાચારથી અર્જિત કરેલા ધનના પ્રતીકો છે. આ રૂપમાં તે વિભિન્ન સમુદાયોમાં પૂજાય છે. જે હિંદુ, બૌદ્ધ, જૈન સમાજમાં પ્રચલિત છે. એમના પ્રતિબિંબની ઉત્પત્તિ વૈદિક કાલમાં થઇ. ગજલક્ષ્મીની પ્રતિમાઓ ગુપ્તકાલથી મળેછે. આ પ્રતિમાઓથી લાગે છે કે તે સમાજમાં ઉત્પાદન માટે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy