SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૧૪ કટિબંધ સાથે જોડેલ ગુપ્તાંગને ઢાંકતો લંગોટ છે. ચાર હાથ પૈકી જમણો નીચલો વરદાક્ષમાં, ઉપલામાં મોટા મણકાની માળા, ડાબા ઉપલામાં પદ્મકળી અને નીચલા હાથથી વસ્ત્રનો છેડો પકડેલછે. વસ્ત્રને ઊભી લોટીઓથી દોરી બતાવેલ છે. કેડની બંને બાજુ સ્ત્રી-પુરુષની આકૃતિ અંજલિ-મુદ્રામાં બેઠેલ છે. પગ પાસે જમણી બાજુ અનુચર યુગલ અને ડાબી બાજુ સાધુની આકૃતિ જોઈ શકાય છે. પરિકરમાં જમણી બાજુ ચાર આકૃતિ એકસરખા સ્વરૂપની છે, જ્યારે ડાબી બાજુ નીચેથી નૃસિંહ, બલરામ, પરશુરામ અને કલ્કિનાં શિલ્પો કંડારેલાં છે. કલ્કિ : છેલ્લા અવતાર કલ્કિની અનુપમ પ્રતિમા આવેલી છે. ઘોડેસવાર કલ્કિના મસ્તકે કરંડ મુકુટ છે. કાનમાં કુંડી, કંઠમાં હાર તથા પગમાં હોલબૂટ પહેરેલ છે. કેડમાં ખંજર લટકાવેલું છે. ચારે ભુજમાં ખગ, ગદા, ચક અને મધપાત્ર ધારણ કરેલ છે. ડાબી બાજુ સ્ત્રી ઊભેલી છે, જેના હાથમાં સુરાઈ છે, જેમાંથી મઘ કલ્કિના હાથમાંના પાત્રમાં રેડતી બતાવી છે. જમણી બાજુની સ્ત્રી ચામર ઢોળતી બતાવી છે. ઘોડાનું આલેખન જીવંત બનાવ્યું છે. ઘોડાનો એક પગ સ્ત્રીના મસ્તક પરની ઢાલ પર મૂકેલ છે. બીજી સ્ત્રી પેગડા નીચે અને ત્રીજી સ્ત્રી ઘોડાના પાછલા પગ પાસે સૂતેલી છે. પરિકરમાં માતૃકાઓનાં શિલ્પો જોઈ શકાય છે. ઉપરાંત લક્ષ્મીનારાયણની બેઠેલી અને ઊભેલી તેમજ મહાલક્ષ્મીની સ્વતંત્ર સુંદર પ્રતિમા સાથે પરિવાર દેવતાઓનું ઉત્કૃષ્ટ શિલ્પો કંડારેલા છે. શક્તિ સંપ્રદાય કે દેવી પ્રતિમાઓમાં લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી, સપ્તમાતૃકાઓ, ચામુંડા તથા દુર્ગાના વિવિધ સ્વરૂપો અને તંત્રગ્રંથોને આધારે ઘડાયેલા અનેક શિલ્પો છે. અહીં ગૌરીના બાર સ્વરૂપો ઉપરાંત પાર્વતી તથા પંચાગ્નિ તપ તપતા પાર્વતી તથા એક પગે ઊભા રહી કૌપિન ધારણ કરેલ ઉમાનાં અનુપમ શિલ્પોનું પ્રાધાન્ય જોઇ શકાય છે. ૨૦ હાથવાળા મહિષાસુરમર્દિની અને ભૈરવના શિલ્પો ગ્રંથોમાં આપેલાં વર્ણનને આધારે ઘડાયેલાં જણાય છે. બ્રહ્મા, સૂર્ય, દિપાલોનાં શિલ્પો મનોહર છે. આ વાવની ઉત્તર બાજુની દીવાલના પૂર્વભાગમાં ચોથા પડથારમાં દક્ષિણાભિમુખ બ્રહ્માસાવિત્રી, ઉમા-મહેશ્વર અને લક્ષ્મી-નારાયણનાં આકર્ષક યુગલ શિલ્પો આવેલાં છે. આજ દીવાલના પશ્ચિમતરફના ભાગમાં ગણેશ-શક્તિ અને કુબેર-કુબેરીનાં નયનરમ્ય શિલ્પો જોઇ શકાય છે. બ્રહ્મા-સાવિત્રી: હિંદુ ત્રિમૂર્તિ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં બ્રહ્માનું સ્થાન સર્વપ્રથમ છે. તે સૃષ્ટિના નિર્માતા તથા બધા દેવોના નેતા છે. જો કે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયની જેમ તેનો કોઈ અલગ સંપ્રદાય નથી બની શક્યો કે વિષ્ણુ અને શિવની જેમ અધિક સંખ્યામાં તેની પ્રતિમાઓની સ્થાપના નથી થઈ શકી. છતાં તેની પ્રતિષ્ઠા તેમજ વ્યાપકતા સર્વત્ર જોવા મળે છે. વિવિધ શિલ્પગ્રંથોમાં બ્રહ્માના સ્વરૂપને લગતી વિગતો પ્રાપ્ત થાય છે. જેમાં સાવિત્રી સાથે બ્રહ્માની મૂર્તિ સ્વરૂપને યુગલ પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની પ્રતિમાઓનું
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy