SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૦૧ પાટણ અને અમદાવાદનાં કેટલાંયે કુલીન કુટુંબોના મૂળ પુરુષ શ્રીમાલના હોવાનું જણાય છે. ગુજરાતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બનેલા શ્રીમાળીઓ અને પોરવાડો શ્રીમાલથી આવેલા છે. પાટણ તથા અમદાવાદ એ બે નગરોએ સાંસ્કૃતિક ઉપરાંત રાજકીય અને આર્થિક દૃષ્ટિએ પણ ગુજરાતના ઇતિહાસમાં પરમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરેલું છે, એ શ્રીમાલ કરતાં તેમની વિશેષતા. ગુજરાતની ભાવનાઓ, આચાર-વિચારો અને સંસ્કારિતા-ટૂંકમાં તેના સમગ્ર જીવન અને સ્વભાવના ઘડતરમાં એ બે નગરોએ સૌથી મોટો ફાળો આપ્યો છે; અને અમદાવાદના ભાગ્યમાં તો ભાવી ગુજરાતના સંસ્કારઘડતરનું પ્રશસ્ય કાર્ય પણ નિર્માયેલું છે. પણ સં. ૯૯૭માં મૂળરાજ સોલંકીના રાજ્યારોહાણકાળથી માંડી સં. ૧૨૨૯માં કુમારપાલના અવસાન સુધીના લગભગ સવાબસો વર્ષના ગાળામાં પાટણનો જે સર્વાંગીણ વિકાસ થયો હતો તે અમદાવાદે હજી હવે સાધવાનો છે. રાજકીય દૃષ્ટિએ એ કાળે ગુજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કોંકણથી ઉત્તરે દિલ્હી સુધી અને પૂર્વે સંભવતઃ ગૌડથી પશ્ચિમે સિંન્ધ સુધી વિસ્તરેલું હતું. આર્થિક અને વ્યાપારી દષ્ટિએ ગુજરાતનું પાટનગર પાટણ, તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું; અને સૌથી વિશેષ તો સાંસ્કૃતિક દૃષ્ટિએ પાટણ એ પશ્ચિમ ભારતનું સાચું વિદ્યાપીઠ હતું. પાટણના પતન પછી ગુજરાતમાં આવા સુવિશાળ વિદ્યાકેન્દ્રનું સ્થાન હજી પણ અણપૂર્રાયેલું રહ્યું છે. એક કાળે સરસ્વતી નદીના તીરે લાકખારામ ગામડું આવેલું હતું. પંચાસરના એક ચાવડા ઠાકોરના પુત્ર વનરાજે જે સ્થળે સં. ૮૦૨માં એક ગામ વસાવીને પોતાના એક સહાયક અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ એવું નામ તેને આપ્યું અને ત્યાં પોતાની ઠકરાત સ્થાપી બીજા પ્રદેશોમાં લૂંટારા અને ચાંચિયા તરીકે ઓળખાતા ચાવડા રાજાઓની નાનકડી ઠકરાતમાં ગુજરાતના સામ્રાજ્યનો અને એ ઠકરાતના પ્રધાન ગામમાંથી પાટણ જેવા ઇતિહાસવિખ્યાત નગરનો વિકાસ કેવી રીતે થયો એનો વૃત્તાન્ત જેટલો રસિક તેટલો જ ઉદ્બોધક છે. ઇતિહાસમાં ચાવડાઓનું મહત્ત્વ તત્કાલીન ગુજરાતની અન્ય નાનકડી ઠકરાતોથી વિશેષ નહીં હોય એ નિશ્ચિત છે, કારણ કે પ્રબન્ધો વગેરેમાં ચાવડાઓ વિશે થોડીક વિગતો મળે છે તે પણ સંદિગ્ધ અને કેટલીક વાર તો પૂર્વાપર વિરોધી છે. ચાવડા વંશના રાજાઓનાં નામ, તેમનો રાજ્યકાળ અને તેમનો અનુક્રમ એ વિશે પણ કશી ચોક્કસાઇ નથી. કદાચ આ જ કારણથી આચાર્ય હેમચન્દ્રે પોતાના ‘યાશ્રય’કાવ્ય નો આરંભ છેલ્લા ચાવડા રાજા સામન્તસિંહના ભાણેજ તથા ચૌલુક્યવંશના પહેલા રાજા મૂળરાજના વૃત્તાન્તથી કર્યો છે. પાટણનો સાચો ઇતિહાસ ત્યારથી જ શરૂ થાય છે, તેમ જ ગુજરાતનું વ્યક્તિત્વ પણ એ કાળમાં જાય છે-અરે, આપણા પ્રાન્ત માટે ‘ગુજરાત’એ નામ પણ મૂળરાજ સોલંકીના રાજ્યકાળ દરમિયાન પ્રચારમાં આવે છે. સોરઠના ગ્રહરિપુ, કચ્છના લાખા ફલાણી અને લાટના બારપ ઉપર વિજય મેળવી મૂળરાજે સામ્રાજ્ય વિસ્તાર કર્યો, ઉત્તરાપથના બ્રાહ્મણોને ગુજરાતમાં વસાવી ‘જ્ઞાનસંસ્કારની પરબો' બેસાડી અને શ્રીસ્થળમાં રૂદ્રમહાલય બાંધી ગુજરાતી સ્થાપત્ય-કળાની એક અમર કૃતિ આપી મૂળરાજથી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy