SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ યુગે યુગે પાટણની પ્રભુતા સૈનિકોએ કાવતરું કરીને, બેવફા મલેક કાફૂરની કતલ કરી. ત્યારબાદ, અમીરોએ શાહજાદા મુબારકને કેદમાંથી છોડીને તેના નાના ભાઈ સુલતાન શિહાબુદ્દીન ઉમરનો વાલી નીમ્યો તે પદ પર બે એક માસ કામ કર્યા બાદ, પોતાનું સ્થાન મજબૂત લાગતાં તેણે વજીરો, અમીરો, સરદારો વગેરેને વિશ્વાસમાં લઈને શિહાબુદ્દીનને પદભ્રષ્ટ કર્યો અને પોતે “કબુદ્દીન મુબારક શાહ’ ખિતાબ ધારણ કરી, સુલતાન બન્યો. ઉપર જણાવેલ પાટણનો હિંદુ ભરવાડ, જેણે ઇસ્લામ ધર્મ સ્વીકારી હસન નામ રાખ્યું હતું, તે પોતાની હોંશિયારીથી આગળ વધી, મુબારકશાહનો, માનીતો સલાહકાર બની ગયો, અને સુલતાને તેને ખુસરોખાન'નો ખિતાબ આપી, પોતાનો વજીર નીમ્યો. ઉપર્યુક્ત સંજોગોમાં ખુસરોખાનને તખ્ત મેળવવાની દાનત પેદા થઇ અને તેની સિદ્ધિ વાસ્તે, તે વિવિધ યોજનાઓ કે કાવતરા ઘડવા લાગ્યો. .સ. ૧૩૧૭માં દક્ષિણ ભારતમાં દેવગિરિમાં થયેલ બળવો દબાવી દેવા, સૈન્ય સહિત સુલતાન ત્યાં ગયો ત્યારે ખુસરોખાનને પોતાની સાથે ત્યાં લઈ ગયો. તેલિંગાણા રાજ્યની રાજધાની વારંગલને રાજા પ્રતાપરુદ્રદેવે દિલ્હી ખંડણી મોકલવાનું બંધ કરતાં, તેના ઉપર ચડાઈ કરવા સુલતાને ખુસરોખાનને મોકલ્યો. સુલતાન તેના ઉપર આંધળો વિશ્વાસ ધરાવતો હતો. તેથી તેને સૈન્ય સહિત શસ્ત્રો આપીને, દક્ષિણ ભારતના પ્રાંતની સંપૂર્ણ સત્તા સોંપી. ખુસરોખાને દક્ષિણમાં કેટલાક વિજયો મેળવીને તથા બાકી રહેલી ખંડણી વસૂલ કરીને, અઢળક ધન ભેગું કર્યું. સુલતાનના વજીરનો હોદ્દો, પોતાની સત્તા હેઠળ શસ્ત્રસજ્જ લશ્કર અને પાટનગર ઘણું દૂર હતું. તેથી બાહોશ અને મહત્ત્વાકાંક્ષી ખુસરોખાનના મગજમાં સુલતાન બનવાની મહેચ્છા બળવત્તર બની. દક્ષિણમાં દૂરના પ્રદેશોમાં પહોંચી, સુલતાન બનવાની યોજનાનો અમલ કરવા જતાં, તે જાહેર થઈ ગઈ. તેથી સુલતાનને વફાદાર સરદારોએ તેને ધમકી આપીને, સુલતાન પાસે દિલ્હી મોકલી આપ્યો. સુલતાન મુબારક શાહ, તેને જોઈને પ્રભાવિત થઇને નરમ પડી ગયો. ખુસરોખાને સરદારોની વિરૂદ્ધ “તેના ઉપર બળવાનો જૂઠો આક્ષેપ કરવામાં આવ્યો છે,” એવી.એવી સુલતાનને ફરિયાદ કરી. સુલતાને તેની વાત પુરેપુરી સાચી માનીને, વફાદાર સરદારોને સજા કરી. ખુસરોખાનની ચડવણીથી, સુલતાને ઈ.સ. ૧૩૧૮માં ગુજરાતના સૂબા મલેક દીનાર ઝફરખાનને પાછો બોલાવી લીધો અને કોઇક બહાના હેઠળ એની કતલ કરાવી. ત્યાર પછી, ખુસરોખાને પોતાના માતૃપક્ષે ભાઇ થતા મલેક હુસામુદ્દીનની ગુજરાતના સૂબા તરીકે નિમણૂક કરાવી. તેણે ગુજરાતમાં આવી જમીનદારો, ઠાકોરો, રાજપૂતો અને ભરવાડ જ્ઞાતિના લોકોને ભેગા કરીને, પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપવાનો પ્રયાસ કર્યો. ગુજરાત પોતાનું વતન હોવાથી એના ઉપર કબજો જમાવી લેવાની ખુસરોખાનની ઇચ્છા હતી. તેમાં તેના જ્ઞાતિબંધુઓની સહાય મળશે, એવો તેને વિશ્વાસ હતો. વિપુલ સંપત્તિ ભેગી કરી, પોતાની સત્તાનો પાયો નાખવાની મહત્ત્વાકાંક્ષા ખુસરો સેવતો હતો. પરંતુ હસામુદ્દીન અપાત્ર હોવાથી ખુસરોખાનની યોજના સફળ થઈ નહિ. આ જોઈને સુલતાનના વફાદાર સરદારોએ તેને પકડીને દિલ્હી મોકલી આપ્યો તે સુલતાનના માનીતા સલાહકાર અને વજીર ખુસરોખાનનો ભાઈ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy