SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા કડવાબંધની રચનાઓ ૩૯૧ (૪) ‘રામ વિવાહ આખ્યાન' આજ સુધી અપ્રકાશિત એવી આ આખ્યાનકૃતિની એકમાત્ર હસ્તપ્રત ભો.જે. વિદ્યાભવનઅમદાવાદમાં ઉપલબ્ધ છે. ૨૧ કડવાની આ રચના પ્રથમ વખત ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત થઇને પ્રકાશિત થયેલ બહુધા વાલ્મીકિય રામાયણના બાલકાંડના કથામૂલક પ્રસંગોને આધારે ભાલણે આખ્યાનનું સર્જન કર્યું છે. (૫) ‘મામકી આખ્યાન’ એક વેશ્યાની રામભક્તિને આલેખતું આ કથાનક પદ્મપુરાણ પર આધારિત છે. ૭ કડવાંના નાનકડા આખ્યાનમાં જ્ઞાનોદય વૈરાગ્ય પ્રાપ્તિની વિગતને ભાવપૂર્ણ કથાનકના માધ્યમથી સરસ રીતે અભિવ્યક્તિ સાંપડી છે. ‘બુદ્ધિપ્રકાશ’ના ઇ.સ. ૧૯૨૭ના ફેબ્રુઆરી મહિનાના અંકમાં આખ્યાન મુદ્રિત રૂપે પ્રાપ્ત થાય છે. (૬) ‘રામાયણ’ આ શીર્ષક હેઠળ ભાલાણને રામકથા ગુંથવાનો આશય હશે એવું અનુમાન કે.કા. શાસ્ત્રીએ કરેલું ‘રામવિહાહ’ અને ‘રામબાલચરિતના પદો’ જેવી કૃતિઓને એકસાથે સાંકળીને ‘દશમસ્કંધ’ જેવી કૃતિનું સંકલન કરી શકાય. પરંતુ રામાયણ વિષયક આ કાવ્ય અપૂર્ણ મળે છે. ‘પ્રાચીન કાવ્યસુધા, ભાગ-૩'માં આ રચના પ્રકાશિત થઇ છે. (૭) ‘ચંડી આખ્યાન' માર્કંડેય પુરાણમાં ‘દુર્ગાસપ્તશતી'ની કથાના ૧૩ અઘ્યાયને ભાલણે ચંડી આખ્યાનનાં ૨૫ કડવામાં ઢાળેલ છે. આ માત્ર મૂલાનુસારી અનુવાદ છે. ઘણાં સ્થળે અર્થઘટનો પણ ખોટાં કર્યાં છે. પ્રમાણમાં નબળી અને નર્યા અનુવાદ પ્રકારની આ રચના ઇ.સ. ૧૮૮૭માં નારાયણ ભારતી દ્વારા સંપાદિત થઇને પ્રકાશિત થયેલી. (૮) ‘મૃગી આખ્યાન' શિવપુરાણની અત્યંત લોકપ્રિય કથાને ભાલણે અહીં ખપમાં લીધી છે. ૧૭ કડવામાં વિભાજિત કથાનકમાં નારીમહિમાનું નિરૂપણ ભાલણનું મૌલિક ઉમેરણ છે. સમાન્તરે વાત્સલ્ય અને કરુણ રસનું થયેલું નિરૂપણ ધ્યાનાર્હ છે. ‘સિલેક્સન્સ ફ્રોમ ગુજરાતી લિટરેચર ભાગ-૧’માં આ કૃતિના થોડા અંશો મુદ્રિત થયેલ છે, બીજા થોડાક રા.ચુ. મોદી કૃત ‘ભાલણ, ઉદ્ધવ અને ભીમ’માં છે. (૯) ‘જાલંધર આખ્યાન' મધ્યકાલીન ગુજરાતીમાં ચાર જેટલાં જાલંધર આખ્યાનો મળે છે. આ પરંપરાનો પ્રારંભ ભાલણથી થાય છે. શિવપાર્વતીનો પ્રણય, જાલંધર-વૃંદાની કથા અને ઇન્દ્રનું કથાનક ભાલણે સરસ રીતે નિરૂપેલ છે. વૃદ્ધ, વિરહ અને પ્રણયનું આલેખન, ‘“પિયુંડા....’’ ગીત, અન્ય ઢાળ, રાગ, અલંકારો, કથાનકનો ક્રમિક અને કુતૂહલપૂર્ણ વિકાસ વગેરે પણ ધ્યાનાર્હ છે. ૨૨ કડવાની આ કૃતિ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy