SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧૮ * યુગે યુગે પાટણની પ્રભુતા દેવતીર્થ (૬) વિંધ્યવાસિનીદેવી (હાલ ટેકરા પર રાણીના મહેલથી જાણીતો છે.) (૭) દશાવતારતીર્થ. (હાલ જે સૈયદહુસેનની દરગાહ છે તે હોવા પાકો સંભવ છે, અગર રાણકીવાવનાં ખોદકામ દરમ્યાન દશે દશ અવતારોની સુંદર મૂર્તિઓ મળી આવી છે. તે નહિ હોય?) (૮) પ્રભાસતીર્થ (૯) નકુલીશનું તીર્થ (૧૦) વિનાયકતીર્થ (૧૧) સ્વામીતીર્થ (ગણપતિના બંધુભાઈ) કાર્તિકેય સ્વામીનું મંદિર (૧૨) પિશાચ મોચન તીર્થ (શ્રાદ્ધ તર્પણ કરવાનું તીર્થ) (૧૩) સૂર્યતીર્થ (૧૪) ભાયલસ્વામીનું મંદિર (૧૫) કોલાપીઠ (૧૬) કપાલીશ અને ભૂતતીર્થ. આ બધા તીર્થોની જગ્યા સરોવરના નકશામાં અંદાજીને દર્શાવેલી છે. સરોવરના તીર્થ ઉપરાંત પાટણ આગળ વહેતી સરસ્વતી નદી ઉપર આવેલા તીર્થ સ્થાનો પણ નકશામાં બતાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે. નદીકાંઠાના કુંડો અને મંદિરોઃ (૧) બ્રહ્મકુંડ (હરિહર પાસે હયાત છે) (૨) વિષ્ણુકુંડ (૩) પુષ્કર તીર્થના ત્રણ કુંડ (વિષ્ણુકુંડ, આગળ વિષ્ણુયાન એટલે વિષ્ણુનું મંદિર હતું. આ સ્થળે બાવા હાજીની દરગાહ છે તે મૂળ હિન્દુ મંદિર હોવાનું મિ.બર્જેસે નોંધ્યું છે.) (૪) ગોરેય (ગણપતિ અને સિદ્ધેશ્વર મહાદેવના મંદિર હતા. આ મહાદેવ તે જ ભૂતિયાવાસણા ગામના મહાદેવ) (૫) મહાવન (તેમાં અનેક વાવ, કૂવા, તળાવો હતા. જાહેર બગીચો હશે.) (૬) રાજપ્રાસાદનો મોટો મહેલ પાટણમાં કાળકા માતાજીના મંદિર પાછળનો જે કોટ છે તે આ રાજગાદી-દુર્ગની દિવાલોનો બચેલો થોડો ભાગ છે. (૭) શિક્ષાગૃહો (૮) સત્ર શાળાઓ (૯) ધર્મશાળાઓ વગેરે. સરસ્વતી નદીના હાલના પ્રવાહ અને પૌરાણીક પ્રવાહ વચ્ચે ઘણો તફાવત છે. હિમાલયથી પ્રભાસ સુધીનાં સળંગ તીર્થો સ્કંદ પુરાણમાં આપેલા છે. આ સિવાય મહાભારતના વનપર્વમાં પણ સરસ્વતીના કેટલાક તીર્થો આપેલા છે. સરસ્વતી પુરાણમાં પુષ્કરથી પાટણ સુધીના તીર્થોનો વિગતવાર અહેવાલ છે. કાળબળ યોગે થતા કુદરતી ફેરફારોને લઇને આ પ્રવાહો બદલાતા રહ્યા છે. સહસ્ત્રલિંગ સરોવર ઉપર સિદ્ધરાજ માળવાના વિજયની યાદગીરીમાં વિજય સ્મારકનો “ભવ્ય કીર્તિસ્તંભ” બનાવેલો હતો. આ સ્તંભ ધણો ઉંચો અને કલામય રીતે તેનું બાંધકામ હતું. આ સ્તંભ ઉપર સિદ્ધરાજનું ચરિત્ર વર્ણન, તેની યશોગાથા અને પ્રશસ્તિ કંડારવામાં આવી હતી. વળી આ કીર્તિસ્તંભ ઉપર સહસ્ત્રલિંગની યશગાથા પણ આલેખવામાં આવેલી હતી એમ અનેક ઐતિહાસીક ગ્રંથોમાં નોંધાયેલ છે. કવિ શ્રીપાલે આ પ્રશસ્તિ લખેલી હતી. કાળના ખપ્પરમાં જેમ સરોવર નાશ પામ્યું છે. તેમ આ પ્રશસ્તિ આલેખતો કીર્તિસ્તંભ પણ કાળગર્ભમાં વિલીન થઈ ગયો છે. પાટણના પગથિયે, ખુંભીયે ખુભીયે અને કપડાં ધોવાને પથ્થર પથ્થરે સંસ્કૃતિ પડેલી છે. સદ્ભાગ્યે પાટણના વિજળકુવામાં (વિસ્તારનું નામ) નાનકડા કાશીવિશ્વનાથના શિવ મંદિરમાં આ કીર્તિસ્તંભનો પ્રશસ્તિનો એક ટુકડો મળી આવ્યો છે. જે આ કટાર લેખક જાતે જોઇ આવ્યા છે: કાળા આરસના ભાંગ્યા-તૂટત્યા આ પ્રશસ્તિ લેખમાં સિદ્ધરાજના કાર્યને ભગીરથના ગંગાવતરણ સાથે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy