SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા નારાયણ ભારતી, રા.ચુ. મોદી, કે.કા.શાસ્ત્રી અને જેઠાલાલ ત્રિવેદીએ ભાલણના ચરિત્ર અને સમયચર્ચા અંગે જે વિધાનો કર્યાં છે, તેને લગતા ગ્રંથોની સુધારાવધારાયુક્ત છેલ્લી આવૃત્તિઓને આ અભ્યાસલેખમાં ખપમાં લીધી છે, એટલી સ્પષ્ટતા કરી લેવી ઘટે. એમનાં જૂનાં વિધાનોને ન સ્પર્શતાં એમના છેલ્લામાં છેલ્લા તારણો, જે છેલ્લી આવૃત્તિમાં છે એને જ આધારભૂત માન્યા છે. અહીં ચમત્કારવાળા પ્રસંગો કે પુરાવા વગરની સામગ્રીને આધારે થયેલાં વિધાનોને પણ ચર્ચામાં સમાવ્યાં નથી તથા અન્ય સંપાદકો અને અભ્યાસીઓ સર્વશ્રી અનંતરાય રાવળ, ધીરુભાઇ દોશી અને મફત ઓઝા વગેરેની ભાલણનાં ચરિત્ર તથા સમય અંગેની વિગતોને ચર્ચામાં સમાવિષ્ટ કરી નથી, કારણ કે તેઓએ કંઇ નવી સામગ્રી આપેલી નથી . પરંતુ ઉપર્યુક્ત સંશોધકોની તદ્વિષયક ચર્ચાને કેન્દ્રમાં રાખીને ચલાવવાનું પસંદ કર્યું છે. હવે સંશોધકોની ચર્ચાના મુદ્દાઓને ક્રમશઃ તપાસીએ. ૩૮૪ નારાયણ ભારતી : ભાલણનું વતન પાટણ હતું એવા પુરાવાઓ ભાલણની કૃતિમાંથી મળે છે. એટલે એને જ પ્રમાણભૂત ગણીને સ્વીકારવાના હોય, એને બદલે નારાયણ ભારતી ‘પાટણ મધ્યે ઘીવટા જિલ્લાના ચોખદારી ખડકી'ને ભાલણનું ઘર ગણાવે છે, તેઓ ત્યાંથી પ્રાપ્ત થયેલા રદ્દી કાગળના ટુકડાને આધારે ભાલણના પૂર્વજોની શાખા દવે, ભાલણ ઊર્ફે પુરુષોત્તમજી મહારાજ અને તેના પિતાનું નામ મંગળજી ઘરમાંથી પ્રાપ્ત થયેલું તાંબાના અડધા ફૂટનું ચાંદીનો ઢોળ ચડાવેલ પતરું તથા તેમાં કોતરાયેલી મૂર્તિ તે ભાલણની છે એવું અનુમાન, પતરા પાછળ લખેલ પુરુષોત્તમ મહારાજ પાટણના' ને આધારે કરતા જણાય છે. કાગળના ટુકડામાં મળેલ જન્માક્ષરના પાનાને આધારે ઇ.સ. ૧૪૦૫ એ ભાલણનું જન્મવર્ષ છે, એમ પણ તેઓ અનુમાને છે. આ માટે ભાલણનો એના પુત્ર વિષ્ણુદાસ સાથે સમયનો મેળ બેસાડવા તેઓ એવું અનુમાન કરે છે કે ભાલણે સન્યાસ અંગીકાર કર્યો હતો, તેના ગુરુનું નામ પરમાનંદ ક્યાંક સદાનંદ પણ મળે છે અને એના વિશેની કવિતા પણ મળે છે. આવાં વિધાનો નારાયણ ભારતી પાસેથી પ્રાપ્ત થાય છે. ભાલણને ત્રણ પુત્રો હતા અને તેના આ ત્રીજા પુત્ર ચતુરભૂજના પ્રદાને પણ તેઓ માન્ય ગણે છે. આમ ભાલણના જન્મસમય અને ચરિત્ર વિષયક કેટલી વિગતો નારાયણ ભારતી દ્વારા પ્રથમ વખત જ પ્રસ્તુત થયેલી. પરંતુ નારાયણ ભારતીએ આત્યંતિક કોટિનાં અનુમાનો કરીને ભાલણ વિશેની જે ચરિત્રાત્મક વિગતો આપી છે. તે તરંગચરિત્ર લાગે છે, કારણ કે સામગ્રીને ચકાસ્યા વિના સીધા અનુમાનો કરીને ભાલણના ચરિત્ર સાથે પ્રાપ્ત સામગ્રીને તેઓ જોડી દેતા જણાય છે. રા.ચુ. મોદી : રા.ચુ. મોદી ભાલણનાં ચરિત્ર અને સમય અંગેની ચર્ચામાં નારાયણ ભારતીના કેટલાક મુદ્દાઓ સ્વીકારતા નથી, તો કેટલાક મુદ્દાઓ સ્વીકારીને એને માટે બીજી વધારાની વિગતો આપે છે. પ્રારંભમાં રા.ચુ. મોદીએ નારાયણ ભારતીના જે મુદ્દાઓનું ખંડન કર્યું છે. તે તપાસીએ. નારાયણ ભારતી કાગળના ટુકડાના પુરાવાને આધારે અટક ‘દવે’હતી અને તેના પિતાનું નામ ‘મંગળજી’ હતું એમ સૂચવે છે, તે મુદ્દો રા.ચુ. મોદી સ્વીકારતા નથી અને જણાવે છે કે, “સ્વ. ભારતીએ કાગળના કટકાનો જે પુરાવો આપ્યો છે તે સંશયગ્રસ્ત છે, કારણ કે તેમણે શોધ કરી તે વખતે તે ઘર એક શ્રીમાળી બ્રાહ્મણના કબજામાં હતું. તેથી તે શ્રીમાળી બ્રાહ્મણના પૂર્વજોના પણ તે કાગળો
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy