SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૮૨ હોય, પરંતુ તેમ છતાં જો આ પુત્ર કે શિષ્યની કૃતિમાંથી રચના સમયે પ્રાપ્ત થતો હોય તો એને આધારે પાછળના થોડા વર્ષોને સર્જકના સમય તરીકેનું એટલે માત્ર કવનકાળનું અનુમાન કરી શકાય. પરંતુ આવા કિસ્સાઓમાં ચોક્કસ વર્ષ દર્શાવવા કરતાં જે તે સદીના પૂર્વાર્ધ, મધ્યભાગ, ઉત્તરાર્ધ કે અમુક દાયકાઓ એમ નિર્દેશ કરવો ઉચિત ગણાય. (૬) રચનાસમય કે લેખનસમય ન દર્શાવાયો હોય એવી હસ્તપ્રતમાં રહેલી કૃતિનો સમય દર્શાવવા માટે હસ્તપ્રતની લિપિલેખન પરંપરા અને ભાષાભૂમિકાને આધારે ચોકકસ સમય, દાયકાઓ, પૂર્વાધ-મધ્યભાગ કે ઉત્તરાર્ધ એમ દર્શાવવાને બદલે ભાષાભૂમિકા અને લિપિ લેખન પરંપરાની આસપાસના શતકનું અનુમાન કરીને ‘અનુમાને શતક’ નિર્દેશી શકાય. ઉપર્યુક્ત છ મુદ્દાઓમાંથી સ્પષ્ટ થાય છે કે અમુક પ્રકારના ચોકકસ નિર્દેશોને આધારે જ સર્જકનો ચોક્કસ વર્ષ દર્શાવતો જીવનકાળ નિર્દેશી શકાય. અન્યથા કેટલાંક ચોક્કસ પ્રકારના પુરાવાઓને આધારે જીવનકાળનું, હયાતીનું અને ક્યારેક તો માત્ર કવનકાળનું કે માત્ર શતકનું જ અનુમાન થઇ શકે. . . ભાલણના ચરિત્ર અને સમય અંગેની ચર્ચામાં ઇ.સ. ૧૮૮૭માં નારાયણ ભારતીના ભાલણકૃત ‘સપ્તશતી' સંપાદનમાંના ભાલણના ચરિત્રલક્ષી ઉપોદઘાતથી ઘણી બધી નવી વિગતો ઉમેરાયેલી. ત્યારબાદની સઘળી ચર્ચાના પાયામાં નારાયણ ભારતીની વિગતોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. સંશોધક તરફથી પ્રસ્તુત થયેલી અટકળો અને અંગત માન્યતાઓ કેવો મોટો ભાગ ભજવીને કેવી-કેવી ચર્ચાઓનાં વમળો ઊભાં કરતી હોય છે એનું ઉદાહરણ નારાયણ ભારતીની ભાલણ-ચરિત્ર વિષયક ચર્ચા છે. નારાયણ ભારતીએ કરેલી અટકળોને રા.ચુ. મોદીએ અનેક વિશેષ અનુમાનમૂલક વિધાનોથી પુષ્ટિ અર્પને એ અટકળોને જ ઉચિત ઠેરવી અને એમાંથી ભાલણનો જીવનકાળ નિર્દેશ્યો, તો કે.કા. શાસ્ત્રીએ પરિહાર કર્યો અને કવનકાળ નિર્દેશ્યો. ત્યારબાદ જેઠાલાલ ત્રિવેદીએ રા.યુ. મોદીની એટલે કે નારાયણ ભારતીવાળી ચર્ચાને જ સાચી ઠેરવવા વિશેષ અનુમાન પ્રસ્તુત કરેલાં. પરંતુ હકીકતે તો નારાયણ ભારતીએ જે સામગ્રીને આધારે અટકળો કરેલી એ સામગ્રી જ પૂરી શ્રદ્ધેય નથી, શંકાસ્પદ છે. ખુદ રા.ચુ. મોદીએ પણ કેટલીક જગ્યાએ એ સામગ્રીને શંકાસ્પદ ગણી છે, છતાં કેટલીક જગ્યાએ પોતાને અભિપ્રેત અભિમત વિગતો માટે એ જ શંકાસ્પદ સામગ્રીને શ્રદ્ધેય પાગ માની લીધી છે ! આ બધું ઉચિત ન ગણાય. એક તો અશ્રદ્ધેય સામગ્રી અને વળી એની આસપાસ વાદ-પ્રતિવાદ ચાલ્યો, ભાલણના ચરિત્ર અને સમય અંગેની ચર્ચા આમ ખોટી દિશામાં ફંટાઇ ગઇ. આ કારણે જે વિગતો પરત્વે લક્ષ જવું જોઇતું હતું, તે તરફ ગયું નહીં. નારાયણ ભારતી પૂર્વે અને પછી વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીએ “ગુજરાતી ભાષાનો ઇતિહાસ (.સ. ૧૮૬૬)માં, ભાલણની 'કાદંબરી' (ઇ.સ.૧૬૭૨) અને દશમસ્કંધ (ઇ.સ.૧૭૫૫)ની હસ્તપ્રતોને આધારે ભાલણને પાટણનો કવિ, અવટંકે ત્રવાડી અને ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ તરીકે ઓળખાવેલ, આમ વ્રજલાલ શાસ્ત્રીએ સમય અંગે કોઇ પણ નિર્દેશ કર્યો નહીં, માત્ર ચરિત્ર વિષયક વિગતો પ્રસ્તુત કરી. ત્યારબાદ નદિ પ્રેમાનંદના દશમસ્કંધ (ઇ.સ.૧૮૭૨) ના સંપાદનની પ્રસ્તાવનામાં ભાલણ ઇ.સ. ૧૭મા સૈકામાં થયેલો એવો નિર્દેશ કરેલો. આમ નર્મદ અટકળે સમયનિર્દેશ કરે છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy