SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ભૂમિ ફલંદ્રુપ હશે. વનરાજે જાલિતરુની તળે ધવલગૃપ બંધાવ્યું. પછી રાજ્યાભિષેક 'કરાવ્યો. ધવલગૃહ એટલે રાજાનું ઘર, મહેલ, ગઢ-જે કહેવું હોય, તે, તે રાજ્ય અર્થાત્ રાજધાનીનું પહેલું પગરણ. પંચાસર ગામમાંથી શ્રીશીલગુણસૂરિને બોલાવી પોતાનું રાજ્ય વનરાજે ‘‘કૃતજ્ઞચૂડામણિતયા’' તેમને ચરણે ધર્યું. સૂરિની સૂચનાથી પંચાસર ચૈત્ય બંધાવ્યું અને પોતાની મૂર્તિ કરાવી ! निजाराधकमूर्तिसमेतम् । રાસમાલાના પુંઠાં ઉપર છાપેલી આ મૂર્તિ હજી પાટણમાં વિદ્યમાન છે. પહેલાં સંશોધકો એને ભળતી મૂર્તિ ગણતા હતા પણ તેને વધારે સાફ કરાવીને જોતાં તે મૂળ મૂર્તિ હોય એવો આચાર્યજિનવિજય આદિ સંશોધકોનો મત થયો છે. ૩૬૭ ધવલગૃહમાં વનરાજે કટકેશ્વરીનું મંદિર બાંધ્યું. યોગરાજે ભટ્ટારિકા શ્રીયોગીશ્વરીનું મંદિર કરાવ્યું. આગડ કે આડે આગડેશ્વરપ્રાસાદ અને કંટકેશ્વરીપ્રાસાદ બંધાવ્યા. ભૂયડે ભૂયડેશ્વરપ્રાસાદ બંધાવ્યો. ઉપરાંત ભૂયડે અણહિલવાડને પ્રકાર કહેતાં કોટ બાંઘ્યો અર્થાત્ કે ચાવડાવંશના અંતકાળમાં અણહિલવાડનું મહત્ત્વ કોટની જરૂર જણાય એટલું વધ્યું. આ રીતે ચાવડાઓએ પાટણના ધવલગૃહ એને પ્રાકાર બાંઘ્યા, અને પોતાના મંદિરો કરાવ્યાં. વનરાજે પંચાસરપાર્શ્વનાથ નામનું જૈનમંદિર કરાવ્યું. (૨) સોલંકી : સોલંકીઓએ પાટણને સમૃદ્ધ અને સુશોભિત કર્યું. મૂળરાજ સોલંકીએ પાટણમાં મૂળરાજવસહિકા, અને મુંજાલદેવપ્રાસાદ નામના શૈવમંદિરો બંધાવ્યા. મૂળરાજના સમયમાં એકવાર બધાં પાણી ખારાં થઇ ગયાં, તે મિટાવવા તેણે ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યો. ચામુંડ રાજાએ ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યો તેણે ભીમેશ્વરપ્રાસાદ નામનું શિવમંદિર અને ભટ્ટારિકા ભિરુઆણીપ્રાસાદ નામનું માતાનું મંદિર બાંધ્યું. તેની રાણી ઉદયમતીએ એક વાવ બંધાવી તેના અવશેષો જેમને નરસિંહરાવ ‘રાણીવાવ તણા આ હાડ પડેલાં' કહે છે તે હાડ તેના ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને શિલ્પની કલ્પના કરાવે છે. તેના મહામંત્રી દામોદરે એક સુંદર કુવો બંધાવ્યો. એના ઉપરથી ગુજરાતીમાં એક જોડકણું થયું છે. ‘‘રાણીકી વાવ ને દામોદર કુવો, જેણે ના જોયો તે જીવતો મુવો.’’ કર્ણે કર્ણાવતીમાં અનેક કીર્તનો રચ્યાં, પાટણમાં ‘‘શ્રીકર્ણમેરુપ્રાસાદ’’ બાંધ્યો, મોઢેરા પાસે એક સરોવર અને મંદિર બાંધ્યાં. અણહિલપુરના રાજાઓ માહેશ્વરો હતા પણ હેમચંદ્ર કહે છે કે કર્ણ ‘‘હરિસ્મારી’’ થયો અર્થાત્ વૈષ્ણવ સિદ્ધરાજ જયસિંહ માટે એક શ્લોક છે ઃ महालयो महायात्रा महास्थान महासरः यत्कृत सिद्धराजेन क्रिये तत्र केनचित् ॥ મહાલય, મહાયાત્રા, મહાસ્થાન અને મહાસર જે સિદ્ધરાજે કર્યા તે કોઇથી ન થાય !
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy