SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૬૫ અણહિલપુર રસિકલાલ છોટાલાલ પરીખ નગરશ્રી : અર્થતંત્ર સમૃદ્ધ હોય અને દંડ કહેતાં રાજ્યતંત્ર સમર્થ હોય ત્યારે નગરશ્રી પ્રકાશવા માંડે છે. ઐતરેય બ્રાહ્મણમાં કહ્યું છે તેમ आस्ते भग आसीनस्य उर्ध्वं तिष्ठतिः । शेते निपधमानस्य चराति चरतो भगः ॥ આ નિયમ વ્યક્તિને લાગુ પડે છે તેના કરતાં વધારે નગરો અને રાષ્ટ્રોને લાગુ પડે છે. ઉસ્થિત રહેવું, અને પરાક્રમ માટે તત્પર રહેવું એ નગરશ્રી અને રાષ્ટ્રથીનું સંવનન છે ! અસ્તુ. આ નગરશ્રી” શબ્દ હું સાભિપ્રાય વાપરું છું. તે ભારતના નગરજીવનનું પરંપરાગત તત્ત્વ છે. અનુકૂળ આર્થિક, રાજકીય, અને નૈતિક ગુણો એને આકર્ષે છે, અને નિયંત્રિત રાખે છે. નગરલક્ષ્મી કે રાષ્ટ્રલક્ષ્મી ચંચલ છે, પણ અસ્થિર નથી. તે સ્થિર છે - દૃઢ ઊભી રહે છે, પણ બેઠાડું નથી, તેમ કૂટસ્થ પણ નથી. નગરશ્રીનું પરંપરાગત તત્ત્વ એક નગરમાંથી બીજા નગરમાં પણ આવે છે. પ્રાચીન નગરોની વાસ્તવિક અને કાલ્પનિક શ્રીને પોતાના નગરમાં વાસ કરાવવાનો સમર્થ નાગરિકોનો પુરુષાર્થ હોય છે. સમકાલીન નગરોની શ્રી સાથે સ્પર્ધા પણ થતી હોય છે. અણહિલપુરની શ્રીની પૂર્વે પરંપરા આ દષ્ટિએ અણહિલપુર પત્તનની નગરશ્રીને પાટલિપુત્ર, ઉજ્જયિની અને કોન્યકુબ્ધ જેવા સાર્વભૌમ નગરોની અને ગિરિનગર, વલભી અને ભિન્નમાલ કે શ્રીમાલ જેવી રાજધાનીઓની “શ્રી”ની પરંપરાનો વારસો મળેલો છે. એની સ્પર્ધા માલવોની ધારા નગરની સાથે રહેલી છે. અણહિલપુરની આણઃ બીજી રાજધાનીઓમાં જેમ રાજવંશોની ચર્ચા નથી કરી તેમ આમાં પણ નથી કરવાનો. ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશોનો ઇતિહાસ જેટલો મળ્યો છે તે મોટો ભાગે સુવિદિત છે. અહીંયા આટલો નિર્દેશ કરું. અણહિલપુરની રાજધાની વનરાજના સમયમાં સાસ્વત મંડલનું શાસન કરતી હશે તે જયસિંહ સિદ્ધરાજ (વિ.સ. ૧૧૫૦-૧૧૯૯) અને કુમારપાલ (વિ.સં. ૧૧૯૯-૧૨૩૦) ના સમયમાં સાર્વભૌમ નગરની અદાથી આનર્ત-સૌરાષ્ટ્ર-લાટની બહારના પ્રદેશો ઉપર પોતાની આણ વર્તાવતી હશે. મેં અન્યત્ર કહ્યું છે તેમ મલ્લિકાર્જુનને હરાવ્યા પછી કુમારપાલની આણ દક્ષિણમાં વિસ્તરી હતી. ઉત્તરમાં દિલ્હીનો વિશલદેવ વિગ્રહરાજ ચૌહાણ તેની આજ્ઞા સ્વીકારતો હતો. પૂર્વમાં માલવા-મેવાડ એના કબજામાં હતા. પશ્ચિમે એની સત્તા સિંધમાં સ્વીકારાતી હતી. પ્રાકૃત ધયાશ્રયમાં હેમચંદ્ર કુમારપાલની આણ ગૌડ અને કાંચી સુધી વર્તાવે છે. પણ તે કથન વધારે સંશોધન માગી લે છે. આ સીમા કુમારપાલ પછી ઘટતી જાય છે; અંતે સામન્ત
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy