SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૬૨ ગુજરાતી ભાષા-સાહિત્યના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રતિભાસંપન્ન વિદ્યાપુરુષ. તેમની પ્રતિભાનું ઉદાહરણ એ કે ૧૯૩૪માં જ્યારે મેટ્રિકનો અભ્યાસ કરતા હતા ત્યારે માધવ કૃત રૂપસુન્દર કથાનું સંપાદન કર્યું, જે તેમને એમ.એ.ના અભ્યાસ દરમ્યાન પાઠ્યપુસ્તક તરીકે ભણવું પડયું ! આ એક વિરલ ઘટના જ ગણાય ! નવમા ધોરણના અભ્યાસ દરમ્યાન મુનિ જિનવિજયજી અને પુણ્યવિજયજી સાથે પાટણના ભંડારમાં મુલાકાત ! સુષુપ્ત શક્તિઓ જાગ્રત અને અનેક પ્રાચીન ગ્રંથોનો ઉદ્ધાર કર્યો. એમ.એ. માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ દી.બ.કેશવલાલ ધ્રુવ સુવર્ણચંદ્ર એનાયત થયો. આ જ યુનિવર્સિટીમાં ડૉ.રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો શીર્ષક હેઠળ શોધપ્રબંધ રજૂ કરી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. ૧૯૪૩-૫૦ દરમ્યાન ગુજરાત વિધાસભામાં અધ્યાપક તરીકે સેવાઓ આપી ૧૯૫૧માં એમ.એસ. યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે જોડાયા અને નિવૃત્તિપર્યત (૧૯૭૫) સેવાઓ આપતા રહ્યા. ઉપરાંત ૧૯૫૮-૭૫ દરમ્યાન પ્રાચ્યવિદ્યા મંદિરના નિયામક તરીકે પણ સેવાઓ આપી. સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ, ' યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત ઇતિહાસ પરિષદ વગેરેમાં સેવાઓ. ડૉ.સાંડેસરાનું અક્ષર પ્રદાન વિષય - વૈવિધ્યથી ભરપૂર રહ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતના ૪૦ થી અધિક ગ્રંથો તથા ૫૦૦ જેટલા લેખોનું સર્જન. સ્વાધ્યાય તથા જર્નલ ઓફ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યુટના સંપાદક. જગવિખ્યાતા ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરિઝના મુખ્ય સંપાદક. તેમના કાર્યકાળ દરમ્યાન રામાયણની ચિકિત્સક આવૃત્તિનું પ્રકાશન એ એમની વિશેષ ઉપલબ્ધિ છે. ઉલ્લેખનીય કૃતિઓ : જૈન આગમ સાહિત્યમાં ગુજરાત (૧૯૫૨), પ્રદક્ષિણા (૧૯૫૯), સંશોધનની કેડી (૧૯૬૧), ઇતિહાસ અને સાહિત્ય (૧૯૬૬), અન્વેષણા (૧૯૭૬), શબ્દ અને અર્થ, વસુદેવ હિન્દી ગુજરાતી અનુવાદ (૧૯૪૬), વર્ગક સમુચ્ચ, પ્રાચીન ફાગુ સંગ્રહ (૧૯૬૦), પંચતંત્ર ગુજરાતી અનુવાદ, પ્રબન્યાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ (૧૯૫૯) વગેરે. તેમના સંશોધન કાર્યને બિરદાવવા ગુજરાત વિદ્યાસભાએ ૧૯૫૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો તથા જૈન સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ભાવનગરની યશોવિજય ગ્રંથમાળા દ્વારા ૧૯૭૫માં શ્રી વિજયધર્મસૂરી જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. આ આ મહાન સારસ્વતનું અવસાન અમેરીકામાં ન્યુજર્સી મુકામે તેમના પુત્ર ડૉ. નિરંજન સાંડેસરાને ત્યાં તા. ૧૮ જાન્યુઆરી ૧૯૯૫ના દિને થયું હતું. (૧૧૨) સાંડેસરા, ડાહ્યાભાઈ દેવચંદ ગર્ભશ્રીમંત વ્યાપારી. સાહિત્ય શોખ. ભક્તમાલનો ગુજરાતી અનુવાદ. (૧૧૩) સોની મધુભાઈ કૃણાલાલ (૧૯૨૯) ધોરણ-૮ સુધીનું શિક્ષણ મેળવી સોના-ચાંદીના કૌટુંબિક વ્યવસાયમાં કાર્યરત થયા. ત્યારબાદ લોખંડના ઉદ્યોગમાં મોટી સિદ્ધિ હાંસલ કરી. ધર્મપરાયણ સંસ્કારોના લીધે ૧૯૭૪ થી વ્યવસાયમાંથી મુક્તિ લઇ ભાનવિજયજી મહારાજની નિશ્રામાં સંચાલિત સર્વમંગલ આશ્રમ, સાગોડીયા-પાટણમાં એક અદના સેવક તરીકે નિઃસ્વાર્થભાવે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આશ્રમના વ્યવસ્થાપન સંબંધી સેવાઓ ઉપરાંત મુનિશ્રી ભાનુવિજયજીનાં નીચેના વિવિધ વિષય ઉપરનાં વકતવ્યોને લિપિબદ્ધ કરવાનું યશોદાયી
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy