SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ યુગે યુગે પાટણની પ્રભુતા (૬૭) બ્રહ્મક્ષત્રિય, મુકુંદભાઈ પ્રહલાદજી (૧૯૩૧) (હાઇકુ સમ્રાટ). B.A, LL.B. ઈન્કમટેક્ષ પ્રક્ટીશનર-પાટણ લૉ કોલેજના અધ્યાપક પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ લૉ કોલેજ, પાલનપુરના પ્રિન્સિપાલ તરીકે એક વર્ષ સેવા આપી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લૉ ફેકલ્ટીના પ્રથમ ડીન તથા કાયદાશાસ્ત્રની અભ્યાસ સમિતિના અધ્યક્ષ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર રહી છે. સદાય હસતું મુખારવિંદ, સુઘડ અને સફેદ ખાદીનાં વસ્ત્રોમાં સુસજજ અને ટટ્ટારચાલનો સમન્વય ધરાવનાર વ્યકિતત્વ એટલે જ શ્રી મુકુંદભાઇ. વાકપટુતા. પ્રશસ્ય. પ્રવાસ, વાંચન, લેખન અને સંશોધનનો શોખ ધરાવતા શ્રી મુકુંદભાઈની લેખક અને પત્રકાર તરીકેની ભૂમિકા ઉલ્લેખનીય રહી છે. તેમને ઇતિહાસ-વિશેષતઃ પાટણના ઇતિહાસ અને પુરાતત્ત્વમાં જીવંત રસ છે. તેમના ગ્રંથો પૈકી ધન્ય ધરા પાટણની (૧૯૮૬) પાટણનો રાજકીય અને સામાજિક ઇતિહાસ (૧૯૮૬) પ્રબંધોમાં પાટણ (૧૯૯૬), પાટણનાં બે કીર્તિમંદિરો : રાણકીવાવ અને સહસલિંગ સરોવર (૧૯૯૬), અણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ (૧૯૯૭) અને પઘમાં પાટણ (૧૯૯૮) ઉલ્લેખનીય છે. આ બધી રચનાઓ દ્વારા પાટણના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક ઇતિહાસને પ્રજા સમક્ષ ઉજાગર કરવામાં અદ્મ ભૂમિકા નિભાવી છે. પાટણ વિશેનું તેમનું જ્ઞાન, બેનમૂન છે. આજે મુકુંદભાઇ એટલે “પાટણનો જીવંત ભોમિયો.”પાટણ વિષયક પોતાના ગ્રંથોની આધારભૂત સામગ્રી મૂળ સંસ્કૃત ગ્રંથોના ઉંડા અભ્યાસ અને તલ સ્પર્શી સંશોધનની વૃત્તિના કારણે રજૂ કરી શક્યા છે. ઇતિહાસ ઉપરાંત ઘર ઘરનો વકીલ (૧૯૯૬) તથા કથાસાગર (૧૯૯૬) લોકભોગ્ય કૃતિઓ છે. હમલોગ દૈનિકમાં શિક્ષણની કેડીએ' સાપ્તાહિક કોલમમાં શિક્ષણની સમસ્યાઓનું સુપેરે ચિત્રણ જોવા મળે છે. તેમની આ કોલમે ભારે લોકચાહના મેળવી છે. તેમના કેટલાક લેખો વીણા, કાદમ્બીની, કલ્યાણ, ભારત સંત સંદેશ વગેરે હિંદી પત્રિકાઓમાં પ્રકાશિત થયા છે. શ્રી મુકુન્દભાઇએ ૬૦% (છ હજાર) હાઇકુ” રચીને ૬ સંગ્રહો પ્રસિધ્ધ કર્યા છે. પાટણરત્ન', હાઇકુસમ્રાટ' જેવા બિરૂદોથી તેઓ સન્માનિત થયા છે. “પાટણ રત્ન'થી વિભૂષીત. તેમની પ્રથમ નવલકથા “સંસાર' ત્રીજા ઈનામને પાત્ર થઈ છે. તેમણે ચાંલીશ ઉપરાંત ગ્રંથો લખી પ્રકાશીત કર્યા છે. વળી તેઓએ “ભજગોવિંદમ” સ્તોત્ર ભર્તુહરીના નીતિશતક, વૈરાગ્યશતક તથા ગંગાસતિના ભજનો ઉપર વ્યાખ્યાનો આપેલા છે. સિનીયર સિટીઝન કાઉન્સીલ પાટણના સ્થાપક પ્રમુખ છે. તેઓનું લેખનકાર્ય આજે પણ અવિરત રીતે ચાલી રહ્યું છે. (૬૮) ભટ્ટ, શ્રીમતી વિભુતિબહેન વિક્રમભાઈ (૧૯૩૮). M.A., Ph.D. સાહિત્યચાર્ય સર્ટિફિકેટ કોર્સ ઇન મ્યુઝિયોલોજી. પિતાઃ રજનીનાથ ઘારેખાન સાહિત્ય અને સંસ્કારનો ગૌરવવંતો વારસો. તાજેતરમાં જ ભો.જે. અધ્યયન-સંશોધન વિધાભવનમાંથી સુદીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયાં. તેમણે ગુજરાત અને વિશેષતપાટણની સેવા તેમના સંશોધન દ્વારા કરી છે. તેમણે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનાં માર્ગદર્શન હેઠળ કવિ સોમેશ્વર : જીવન અને કૃતિઓ' શીર્ષક હેઠળ સંશોધન કાર્ય કર્યું. આ સંશોધનના પરિપાક રૂપે ગુજરશ્વર પુરોહિત કવિ સોમેશ્વર : જીવન અને કવન (૧૯૮૧), સોમેશ્વરની કૃતિઓ : એતિહાસિક અને સાંસ્કૃતિક અધ્યયન (૧૯૮૯),
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy