SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ યુગે યુગે પાટણની પ્રભુતા (૫૩) પંચાલ, દિલીપ શાસ્ત્રી દિલીપ પંચાલના સદ્ધર્તુત્વમાં જ્યોતિષ સાગર” (૨૦૦૧)ની રચના. (૫૪) પારઘી, આદિત્યરામ સલુખરામ (૧૮૫૩-૧૯૫૦) નાગર ગૃહસ્થ, પાટણના કવિઓનાં જીવનચરિત્રનું લેખન-પ્રકાશન. ખેતીવાડી પ્રથમ વિચાર” ગ્રંથની રચના. (૫૫) પારઘી, ચીમનલાલ આદિત્યરામ ગણિત તથા ફારસીના વિદ્વાન. કવિ નાથભવાનનો કાવ્ય સંગ્રહ'નું સંપાદન-પ્રકાશન. (૫૬) પારઘી, જયસુખરામ લક્ષ્મીધર (૧૮૬૦-૧૯૩૭), કારકિર્દીનો પ્રારંભ શિક્ષકથી કર્યો. ત્યારબાદ વાડાશિનોર તથા રાજ્યોમાં દિવાન તરીકે કાર્ય કર્યું. બ્રિટિશ સરકાર દ્વારા “રાયબહાદુર’ ના ખિતાબથી વિભૂષિત. સાહિત્યમાં ઉંડો રસ. નરભેરામ મહેતા સાથે ‘સત્ય વિજય નાટક : ત્રિઅંકી' (૧૮૮૨) ની રચના. (૫૭) પારેખ, રમેશચંદ્ર રમણલાલ (ષિત પારેખ) (૧૯૪૫) જન્મ : અમદાવાદ. કર્મભૂમિ : પાટણ. ગુજરાતી વિષય સાથે એમ.એ., પીએચ.ડી. ડૉ. ત્યંત ગાડીત ના માર્ગદર્શન હેઠળ “શ્રીધરાણીનાં કાવ્યો અને નાટકો' વિષય ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ એસ.પી. યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી, જે પુસ્તક સ્વરૂપે ૧૯૮૫માં પ્રકાશિત થયેલ છે. “ઝુષિત પારેખ” ઉપનામ હેઠળ તેમણે કાવ્યો, એકાંકીઓ અને વિવેચનલેખોની રચના કરેલી છે, જે ગુજરાતી સાહિત્યના શિષ્ટ સામાયિકો 'કુમાર', પરબ', કવિલોક' વગેરેમાં પ્રકાશિત થયેલ છે. સાહિત્ય પરિષદ' દ્વારા પ્રકાશિત “સાહિત્યકાર કોશ” તેમજ “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-પમાં લેખન કાર્ય કર્યું છે. ૧૯૮૮ થી પાટણ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યરત. (૫૮) પુણ્યવિજયજી મુનિ (૧૮૯૬-૧૯૭૧) પંડિત સુખલાલજીએ જેમને કલિકાલસર્વજ્ઞના આત્મા તરીકે નવાજેલ છે તેવા પરમપૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિવર્ય પુણ્યવિજ્યજી આ સદીની એક વિરલ વિભૂતિ હતા. તેઓશ્રી ભારતીય વિદ્યા અને જૈનવિધા તેમજ હસ્તપ્રતવિધાના પરમ ઉપાસક અને પ્રકાંડ પંડિત હતા. જન્મ કપડવંજમાં પરંતુ દીક્ષા અંગિકાર કર્યા બાદ વિવિધ સ્થળોએ પસાર કરેલ કુલ ૬૪ ચાતુર્માસો પૈકી ૨૦ ચાતુર્માસ પાટણમાં પસાર કરી પાટણના ગ્રંથભંડારોનો ઉદ્ધાર કરવામાં તેમનું મોટું પ્રદાન રહ્યું છે. તેમણે પાટણ ઉપરાંત ખંભાત, જેસલમેર, લા.દ. ભારતીય વિધામંદિર, અમદાવાદ, લીંબડી, છાણી વગેરેના ગ્રંથભંડારોનાં વર્ણનાત્મક સૂચિપત્રો તૈયાર કર્યા, જે પ્રકાશિત થયેલ છે. પાટણમાં નિવાસ દરમ્યાન વિવિધ ટ્રસ્ટોની માલિકી હેઠળના ૧૯ જ્ઞાનભંડારોને એકત્રિત કરી “શ્રી હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર' ની સ્થાપના (૧૯૩૯) કરવામાં અન્ય આચાર્ય ભગવંતોની સાથે તેઓશ્રી પણ એક પ્રભાવક પરિબળ હતા. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને અપભ્રંશનાં વિવિધ વિષયનાં કુલ ૪૦
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy