SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૩૧ હેમચંદ્રાચાર્યએ તો આ અંગે મૌન જ સેવ્યું છે. સરસ્વતી પુરાણમાં પણ આ સંબંધી કોઈ ઉલ્લેખ નથી. સંભવ છે કે આ વાવ બંધાયાના ખૂબ જ ટૂંકાગાળામાં કોઈ કારણસર ખંડિત થઇ હોય ! જો કે ૧૯મી સદીમાં યુરોપિયન પુરાતત્વવિદ્, ઇતિહાસવિદ્ બર્જેસ અને કઝિન્સ કર્નલ ટોડ, ફાર્બસ વગેરેએ આ વાવ વિશે પોતપોતાના ગ્રંથોમાં સ્કેચ સાથે વર્ણનો કર્યા છે. સહસલિંગ સરોવર અને કીર્તિસ્તંભ - ‘દયાશ્રય' (Isl4) મહાસ:, વસંતવિસ્તાર (246), કુર્તમાનર/સર, નીમવાન (સંવ 5), સિદ્ધHER, “મોદરાનપાન' (158), શ્રી સિધ્ધમતું : અને “સુતસંકીર્તન (235) સિધ્ધસર તરીકે નામાભિધાન કરે છે. કોઇ કૃતિમાં સહસલિંગ સરોવર એવું નામાભિધાન નથી. સરોવરના કાંઠે એક હજાર શિવાલયોની ઉપસ્થિતિથી લોકજીભે તે સહસ્ત્રલિંગથી ઓળખાતું થયું હશે. ફકત પ્રાચીન ગુજરાતીમાં રચાયેલ ‘સમરરાસુ” (૭૭)માં ‘સહસલિંગ” તરીકે ઉલ્લેખ છે. પ્રબંધચિંતામણીમાં નોંધ છે કે દુર્લભરાજે પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું. શ્રી સર્ગ ૧૫/૧૧૪૧૨૨માં સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવર અને તેના તટે સત્રશાળાઓ, શિવનાં ૧૦૮ મંદિરો, દેવીઓનાં ૧૦૮ મંદિરો, દશાવતારી મંદિર, દેવઘર એટલે કે વિધામઠો અને કીર્તિસ્તંભ બંધાયાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેના રચના-વિધાન કે શિલ્પ-સ્થાપત્ય સંબંધી કોઇ વિગતો નથી. સિદ્ધરાજે મહાસરોવરનું મુહૂર્ત કર્યું તેટલી જ નોંધ આચાર્યશ્રીએ કરી છે. (દયાશ્રય ૧૫/૧૧૪) જ્યારે પ્રબંધચિંતામff” માં સ્પષ્ટ નોંધ છે કે “તારતે નૈવામા માતાવપત્ત પ્રતિષ્ઠા વિવાન શિપિનશ સદર્તિાધર્મસ્થાનકર્મસ્થાનિયો ચર્ચારિતા ક્ષિત્તિ પધમાકૃતિ: પ્રથામરો” અર્થાત્ સિદ્ધરાજે સહસલિંગ માટે શિલ્પીઓ અને કારીગરોની યોજના કરી માલવમંડળ ઉપર ચડાઈ કરવા પ્રાયણ કર્યું. - સરસ્વતીપુરા સર્ગ-૧૫ અને ૧૬માં ધાર્મિક, પૌરાણિક આખ્યાનોની સાથે સાથે સરસ્વતી નદીમાંથી સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી લાવવા માટે નહેર બનાવવી, નહેરના તટે તીર્થસ્થાનો, દેવમંદિરો વગેરેનું તથા સહસલિંગના તટ ઉપરની સત્રશાળાઓ, ઓવારાઓ, તીર્થો વગેરેનું માહાત્મ વર્ણવ્યું છે. આ ઉપરાંત ઐતિહાસિક વિગતો જેમ કે કર્ણ-મીનળનાં પૂર્વચરિત્રો, મીનળદેવી જયકેશીની પુત્રી (૧૫.૮૧), સિધ્ધરાજચરિત્ર, સિધ્ધરાજનો બાલ્યવયે રાજ્યાભિષેક અને કર્ણનો સ્વર્ગવાસ (૧૫૯૨૯૩), સિધ્ધરાજ દ્વારા અવંતિની જીત (૧૫.૯૬), દુર્લભરાજ દ્વારા બંધાવેલ દુર્લભસર કે જે જલહીન હોવાથી સિધ્ધરાજ દ્વારા તેને જલપૂર્ણ કરવાનો સંકલ્પ ૧૫(૧૦૧-૧૦૨), બ્રાહ્મણો માટે આગારો (ધર્મશાળાઓ) (૧૬/૧૨૩), સિધ્ધરાજ દ્વારા તેને જલપૂર્ણ કરવાનો સંકલ્પ ૧૫(૧૦૧-૧૦૨), બ્રાહ્મણો માટે આગારો (ધર્મશાળાઓ) (૧૬/૧૨૩), સિધ્ધરાજની સભાના કેશવ વ્યાસ પૌરાણિકનો પરિચય (૧૬/૧૯૭-૨૦૧) વગેરે વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. સહસ્ત્રલિંગ સરોવરનું આટલું ચોકકસ અને કમબધ્ધ વર્ણન કોઇ ગ્રંથમાં ઉપલબ્ધ નથી. સરસ્વતીપુરામાં સહસ્ત્રલિંગ સરોવરનું વિશદ્ ઐતિહાસિક અને પૌરાણિક મહાસ્યથી ભરપૂર વર્ણન કવચિત સ્થાન નિર્દેશ સાથે રજૂ કરવામાં
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy