SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૧૫ સહસલિંગમાહાભ્ય સંકલન: પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સહસલિંગ સરોવર પ્રજાના કલ્યાણ માટે સિદ્ધરાજે બંધાવ્યું હતું. અણહિલપુર પાટણના પ્રજાજનોને, સ્નાન, પાન, અવગાહન, અને આનંદપ્રમોદના એક મહાસ્થાન તરીકે, બંધાવ્યું હોવા છતાં, તેના કિનારા ઉપર સેંકડો દેવમંદિરો, તેમ જ તીર્થો સ્થાપી, તેને ભારતના એક સર્વશ્રેષ્ઠ તીર્થ તરીકે અવતારવાનો તેનો ગુઢ આશય હતો. આથી જ તેના કોઇ વિદ્વાને, આ સરોવરનાં દરેક તીર્થો, અને મંદિરોનું વ્યવસ્થિત મહાભ્ય તેની ફલશ્રુતિ સાથે સરસ્વતિપુરાણમાં રજૂ કર્યું છે. સરસ્વતિપુરાણ એ સહસ્ત્રલિંગસરોવરનો ઇતિહાસ રજુ કરતો, પ્રમાણભૂત ગ્રંથ છે. તે સિદ્ધરાજના રાજ્યકાળે રચાયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેનો પંદરમો અને સોળમો સર્ગ સિદ્ધરાજચરિત્ર સાથે, સહસ્ત્રલિંગ સરોવરની ઉત્પત્તિથી આરંભી, સરસ્વતીનો પ્રવાહ આ સરોવરમાંથી નીકળી, પાટણ નજદીકના મહાવનમાં થઇ આગળ જતો હતો ત્યાં સુધીનું વિગતવાર વર્ણન કરે છે. આમાં તીર્થો, અને મંદિરોમાં મહાભ્યો, વિશદ રીતે તેના પૂર્વ ઇતિહાસ સાથે આપેલાં છે. જે બધા અહીં રજૂ કરવામાં આવે તો, પંદરમો અને સોળમો બન્ને સર્ગો અહીં મૂકવા પડે, અને તેથી આ ગ્રંથનો વિસ્તાર વધી જાય. તેથી આ પરિશિષ્ટમાં ફક્ત સહસલિંગસરોવર સાથે, નિકટતમ સહચાર સાધતાં સ્થાનોનું સામાન્ય માહાત્મ આપી સંતોષ માન્યો છે. આ બધાં સ્થાનોનાં મહાત્મો, અને સ્થાનોના ઇતિહાસ જાણવા માગતા જિજ્ઞાસુઓને સરસ્વતીપુરાણ જોવાનું સૂચવું છું. એટલે અહીં તો સહસ્ત્રલિંગનાં પ્રમુખસ્થાનો જે તેની સાથે સંકળાયેલા છે. તેનાં મહાભ્યો ગુજરાતી ભાષાંતર સાથે અત્રે રજૂ કરવામાં આવ્યાં છે. // રુદ્રપદાર્ગી | વિષ્ણુયાનીક્ષિત:.. .सर्वकामदम् ॥४०६॥ વિષ્ણુયાનથી દક્ષિણમાં સરસ્વતી ઉપર રૂદ્રકૂપથી વિખ્યાત સર્વ કામનાઓને પૂર્ણ કરનારું તીર્થ છે. ૪૦૬ યવા તુ..... ....સમુપાતા | ૪૦૭ | જ્યારે સિદ્ધરાજ સરસ્વતીને (સરોવરમાં) લાવ્યા ત્યારે, મહા જલૌધ વડે સરસ્વતી તે સરોવરમાં આવ્યાં. ૪૦૦ તણાતામાનવિય..... .........મલિયમ્ | ૪૦૮ | તેમનો આવો દુસહ વેગ જોઇ, તે સ્વસ્થ કેમ થાય તેની સિદ્ધરાજ ચિન્તા કરવા લાગ્યો. ૪૦૮ તતઃ......... .......શીત: ૪૦. ત્યાર પછી આર્તિહર (દુ:ખનાશક) ભગવાન શંકરનું યોગ વડે ધ્યાન ધરી, તેમનું શરણું પરમ ભક્તિવડે સ્વીકાર્યું. ૪૦૯
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy