SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ યુગે યુગે પાટણની પ્રભુતા અરે કાંકણ ઉતાર્યા સૂંઠલા મારો બેલીઠો પહોક્યો મસાણ. પાટણ થાશે રે પાયમાલ એક પરાતા પ્રતાપથી એ મહેલને ઠેકાણે મસીદ રે એક જમાતા શાપથી એ...મહેલ ઠેકાણે મસાણ સુણજે પાઢણતા ઘણી.... એ પછી જસમા જુસ્સાપૂર્વક અભિયન સાથે ગાય છે. અને પછાડ ખાઇ રૂડિયાના શબ આગળ નિચેતન થઈ પડે છે. એવામાં મક્કાથી એક ફકીર ગાતો ગાતો પ્રવેશ કરે છે. સભામાંથી સવાપાંચ રૂપિયા એકઠા કરી એને આપવામાં આવે છે. ફકીર બંનેને સજીવન કરે છે. બંને ગાય છે, નાચે છે ને વેશ પુરો થાય છે. સિધ્ધરાજ-જસમાની દંતકથા પરથી જ જસમાના વેશ ભજવાયા. આ વૈશમાં આંગિક અભિનયો પણ ખૂબ વિકસેલા છે. વેશભુષા પણ દાદ માંગી લે તેવી છે. મશાલના અજવાળા અને રંગભુષા વેશને રોમાંચિત બનાવે છે. આમ, ઇતિહાસમાં નહીં પણ લોકસ્મૃતિમાં સિધ્ધરાજનું જે રૂપ હતું તેનું આકર્ષણ ભવાઇના સ્વરૂપને ઉપકારક નીવડ્યું છે. ટૂંકમાં કહેવું હોય તો આજના પ્રશ્નોને વાચા આપવાની ક્ષમતા ભવાઇમાં કેટલી છે તે આ વેશમાંથી સમજાય છે. જસમાનું શ્રમજીવી વ્યક્તિત્વ પણ પ્રગટ થયું. અને સ્વતંત્ર નારી તરીકેનું એનું વ્યક્તિત્વ પણ ઉપસી આવ્યું છે. :: લોકસુભાષિતોમાં પ્રગટ થતું પાટણ લોકસુભાષિતોમાં લોકોક્તિઓ દુહા-સોરઠા, રૂઢિપ્રયોગ, બાળકોનાં ગીતો, રમતનાં ગીત, અર્થહીન ગીત વગેરે પ્રકીર્ણ સાહિત્યનો સમાવેશ થાય છે. જેનો ઉપયોગ લોકસમૂહ પોતાના પ્રતિદિનના વ્યવહારમાં કરે છે. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં ‘ચોવીશી', વીશી' ને નામે ઓળખાતી સ્તવન રચનાઓ વિપુલ પ્રમાણમાં મળે છે. જૈન સાધુ કવિ જિનહર્ષની વીશી સમગ્ર વીશી સાહિત્યમાં જુદી તરી આવે છે. લોકગીતની દેશીઓમાં પાટણનો ઉલ્લેખ આ રીતે મળે છે. પાટણ નગર વખાણીયઈ, સખી મોહે રે હારી, . લખમી દેવિકિ ચાલઉ રે, આપણ દેખિવા જઇચઈ ઘ(સીમંઘરજિત 1.1) પાટણ પ્રાચીન સમયથી જ નૃત્યશાલા-નૃત્યસ્થાન માટે પણ એટલું જ જાણીતું છે. आन” देशभेदेऽपि नृत्यस्थाने जने रळे । ઉપરાંત आनर्तो नृत्यशालायाम् जले जन पदान्तरे"
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy