SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૦૮ રૂદ્રમહાલયની સાથે જોડાયેલી સિધ્ધરાજની દંતકથા પણ રોમાંચ ખડો કરી દે તેવી છે. માળવાથી જ્યોતિષી માર્કન્ડ શાસ્ત્રીને ખાતમુહૂર્તની વિધિ કરવા બોલાવ્યા. તેમને સવા ગજ ખાડો ખોદાવ્યો અને રાખેલ દંડની છાયા પર નજર રાખી સુવર્ણખીલો ધરતીમાં ખોડાવી દીધો. એ ખીલો શેષના માથે વાગ્યો. એટલે માર્કન્ડજી બોલ્યા કે હવે આ રૂદ્રમહાલયને કાળ પણ સ્પર્શી શકશે નહી. સિધ્ધરાજને વાત માન્યામાં ન આવી. ઘણી ચર્ચા વિચારણા થઈ રાજાએ રાજ હઠ ન મૂકી. શાસ્ત્રીજી દ્વારા જેવી ખીલી ખેંચાય છે તેવી જ રકતધારા સિધ્ધરાજના કપડાં પર છંટકાય છે. ખીલી પાછી દબાવી દીધી. રાજાએ આશ્ચર્યથી માર્કન્ડજી તરફ જોયું. તે વિષાદથી બોલ્યા મહારાજ ખીલી ખેંચાઈને પાછી દબાઇ ગઇ તેટલી ક્ષણોમાં શેષનાગ તો સરકી ગયો પછી ખીલી માથે નહી પૂછે વાગી છે. રાજા તેનું પરિણામ પૂછતાં માર્કન્ડજીએ કહ્યું, તમારી કીર્તિ પર કલંકના છાંટા રહેશે. ને આ રૂદ્રમાળ સંપૂર્ણ થશે. પણ કાળે કરીને તેનો વિનાશ થશે, મહાલયના પથરે પથરે ઘણના ઘા પડશે. માત્ર રહેશે ખંડેર. સિધરાજ સાથે તેના પરાક્રમની પણ અનેક દંતકથાઓ જોડાયેલી છે. તેમાં બર્બરક (બાબરો ભીલ કે ભૂત) એ જગપ્રસિદધ છે. બાબરો પાટણની આજુબાજુ લોકવસતિ ને ખૂબ જ રંજાડતો. વસતિ તેનાથી ખૂબ જ ડરતી. તે રંગે કાળો અને ખુન્નસથી બિહામણો લાગતો. તેથી લોકોમાં ગમે ત્યારે ગમે ત્યાં દેખાઈને હુમલો કરતો. તેથી તે બાબરા ભૂત તરીકે ભયત્રસ્ત લોકોમાં જાણીતો થયો. સિદ્ધરાજે શૌર્ય દાખવીને વશ કર્યો. એ પછી તેની સહાયથી સિધરાજે ઘણા વિજય મેળવ્યા તેમ કહેવાય છે. છેલ્લે એવું અનુમાન કરાય છે કે બર્બરક એ આપેંતર કોઇ જાતિનો જોરાવર સરદાર હોવો જોઈએ. હકીકતના ઇતિહાસ કરતાં પણ આ દંતકથાઓમાં પ્રજાના સંવેદનો-દર્શનો વધુ સાકાર થતાં લાગે છે. દંતકથાઓનો પણ આગવો ઇતિહાસ છે. દંતકથાઓ અને લોકકથાઓથી જ ઇતિહાસ રચાય છે, લખાય છે. ઇતિહાસ ત્યારે જ સચવાય છે કે જ્યારે આ લોકકથાઓ, દંતકથાઓ, લોકગાથાઓ કે લોકગીતો સમગ્ર લોકહૃદયમાં સંગ્રહાયા હોય. :: ભવાઇ, લોકનાટયમાં પ્રગટ થતા જસમાના વેશ:: ભવાઈ એ ગુજરાતનું લોકનાટ્ય છે. આજે પણ દેવમંદિરના પ્રાંગણમાં કે નવરાત્રી દરમિયાન ચાચરના ચોકમાં અન્ય કોમોના સામાન્યજનો પ્રસંગોપાત ભવાઇના વેશ ભજવે છે. તેમાં કથાનાટક-ગીત-નૃત્ય સંગીતનો સુયોગ સધાય છે. 'જસમા’ એ પણ જૂની વ્યવસાયી રંગભૂમિના અંશો ઝીલ્યા છે. 'જસમા ઓડણ” ના રાસડા પરથી તેના વેશો જુદી જુદી રીતે ભજવાયા. જશમાના વેશમાં માઢ, હીંચ અને ચલતી આવે છે. ભવાઈની દ્રષ્ટિએ એ મહત્વના તાલો છે. એમાં આવતા જશમાના ગીતો પણ ખેલવા માટેના છે. જશમાના વેશમાં તેના રચયિતાનું નામનો પણ ઉલ્લેખ છે. કુંજલડી રે સંદેશો અમારો જઈ વાલમને કહેંજો જી રે પાટણવાડામાં કુણઘેર ગામ છે ૨ચતાર મારામ નામ છે તાયકર સંક્ષિપ્તમાં આ જસમાના વેશને અહીં જોઇએ તો
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy