SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા બાબરાના અદ્ભૂત બળનું વર્ણન આપેલું છે આ બાબરાએ સિદ્ધરાજને અઢળક દ્રવ્ય આપ્યું હતું. સરસ્વતિ પુરાણમાં બાબરાનું જીવન વૃત્તાંત આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે, “ખર રાક્ષસના પુત્ર સાથે મક રાક્ષસની પુત્રી પરણાવી તેને બર્બરક નામે પુત્ર થયો તે બહુ બળવાન હતો વગેરે...' સરસ્વતિ પુરાણમાં તેનું શબ્દચિત્ર નીચે મુજબ છે. “દંષ્ટ્રાકરાશવદને વિદ્યુતજિજિન્હ સુલોલુપ ” અર્થાત્ તેનું મોટું મોટી દાઢોવાનું અને વિજળીના ચમકારા જેવી જીભથી ભયંકર લાગતું હતું. તેની આંખો પિંગ વર્ણની, કાન ઉભા અને નાક વાયું હતું. તેના મોઢા ઉપર વાળના ગુચ્છા હતા, તેનું સ્વરૂપ ભયાન્વિત લાગતું હતું. આવા ભયાનક સ્વરૂપને લઈને જ લોકસમાજમાં તે બાબરાભૂત’ તરીકે ઓળખાતો હશે. બર્બરક સિદ્ધરાજનો આજ્ઞાપાલક અને કર્તવ્યદક્ષ સુવક બની ગયો હતો. તે વાત ચોકકસ જણાય છે. વળી તેનામાં કોટ બાંધવાની અદ્ભુત આવડત હોવાનું જણાય છે. જુના પાટણની ચારેબાજુનો મજબૂત કોટ બાબરાએ બાંધ્યો હોવાનું જણાય છે. વળી સિદ્ધરાજે બંધાવેલ કેટલાય મહાસ્થાનો બાબરાએ એક જ રાત્રીમાં ઉભા કર્યાની લોકોકિત આજે પણ ગુજરાતમાં સાંભળવા મળે છે. તેમાં સત્યાંશ ગમે તે હોય પણ બાબરો એક કુશળ ઇજનેર હોવા પાકો સંભવ છે. સિદ્ધરાજને દેવાંશી માનવામાં ભાટ-ચારણોએ પ્રયત્ન કરેલો છે. જેમ વિકમે વૈતાલને વશ કર્યો હતો. તેમ સિદ્ધરાજે બર્બરકને વશ કર્યો હતો. બર્બરક કોઈ રાક્ષસ નહિ પણ યંત્રશાસ્ત્રમાં અને બાંધકામ-ઇજનેરી શાસ્ત્રમાં નિપુણ હોવો જોઈએ. વાલ્સટાલંકારમાં ઉલ્લેખ છે કે બાબરાએ ચમત્કારીક રીતે સીપ્રા નદી ઉપર પુલ બાંધ્યો હતો. દંતકથાઓ કહે છે કે, બાબરાએ એક જ રાતમાં કેટલાય ગામોના પથ્થરના તોરણો બાંધી દીધા હતા. સિધ્ધપુર પાસે જ્યારે સિદ્ધરાજ તેની સામે લડવા આવ્યો ત્યારે બાબરાએ સિદ્ધરાજના સૈન્ય પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો હતો. સ્વશ્રી રામલાલ ચુનીલાલ મોદી જણાવે છે કે, આ વાત શિલાયંત્ર (CATAPULI) થી શક્ય છે. પ્રાચીન સમયમાં મીસર, ઇરાન, વગેરે દેશોમાં આવા યંત્રો યુધ્ધમાં વપરાતા હતા. સિદ્ધરાજ બાબરાના ખભા ઉપર ચડી ઉડતો હતો. બાબરા પાસે વાયુયાન જેવું યંત્ર પણ જરૂર હશે. સિદ્ધરાજને જૂનાગઢની જીત મેળવવામાં પણ બાબરાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પરંતુ જ્યારે સિદ્ધરાજે રાણક ઉપર હાથ નાંખ્યો ત્યારે આ બાબરાએ જ સિદ્ધરાજનો વિરોધ કરતાં કહ્યું હતું કે, “કોઈપણ નારીને એની મરજી વિરુધ્ધ ઉઠાવવી એ અનાર્યતા છે. હું પોતે અનાર્ય હોવા છતાં આ રીત જાણું છું. રાણક માતાને જે કોઈ ઉઠાવવા આવશે તેનું માથું હું ભાંગી નાંખીશ.” બાબરાની સમજાવટથી જ ભોગાવા નદીના કાંઠે રાણકદેવી પોતાના પતિ રાખેગારના માથાને . ખોળામાં લઈ સતી થઇ હતી.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy