SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ - યુગે યુગે પાટણની પ્રભુતા ૨૯૧ તળાવની પાળ નકશા પર મૂકતાં તે પંચકોણ હોવાનું દેખાય છે: ગુજરાતમાં ખૂણાવાળાં તળાવો બનાવવાની લાંબી પરંપરા જતાં તેમાં તે બંધબેસતી થાય છે, તથા તે હીરાનંદ શાસ્ત્રબીના ઉત્પનનો ૧૦૮° નો ખૂણો અને રામલાલ મોદીનું અવલોકન પણ સ્પષ્ટ કરે છે. તળાવની પાળનો નકશો બનાવતાં હીરાનંદ શાસ્ત્રીના ઉખનનો પંચકોણ તળાવ સાથે એકરૂપ થાય છે. પરંતુ માત્ર ઉપલક દષ્ટિ જોતાં તળાવ ગોળાકાર દેખાય છે અને આ ઉપલક દષ્ટિએ જોવાયેલું તળાવ લેખકોને વલયાકાર કે વીણાનાં તુંબડાં અને દંડ જેવું દેખાયું હોવાનું સમજાય છે. સાહિત્યિક ઉલ્લેખો સાથે સરખામણીઃ સહસ્ત્રલિંગ તળાવના સાહિત્યિક ઉલ્લેખો પૈકી સરસ્વતીપુરાણનું વર્ણન તળાવ માટે વિશદ હોવાથી અત્રે તે વર્ણન સમજવાનો પ્રયત્ન કર્યો છે. સરસ્વતીપુરાણના પંદર અને સોળમાં સર્ગમાં સહસલિંગનું વર્ણન આવે છે. આ પુરાણની મદદથી ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ તથા શ્રી ગએ વિંધ્યવાસિનીદેવી તથા રુદ્રકૂપના સ્થાન માટે ચર્ચા કરી હતી. તેમનાં ઉલ્બનનોથી આ સાહિત્ય વધુ સ્પષ્ટ થયું છે અને તેથી શ્રી રામલાલ ચુનીલાલ મોદીના પ્રયાસથી થયેલું ઘણું દર્શન બદલાઇ જાય છે. સરસ્વતીપુરાણના તળાવ માટેના મહત્વના ઉલ્લેખો અત્રે રજૂ કર્યા છે. एकदा पार्थिवेन्द्रोऽसो निशि सुप्तोत्थितः सुखम्॥ सस्मार स सरस्तच्च जलहीनं स्वके पुरे ॥ १५-१०२ यत्सरो नगराभ्यासो उत्तरस्यां दिशि स्थितम्।। कृतं दुलभराजेन जलपूर्ण कथं भवेत् ॥ १५-१०३ पश्चिमाभिमुखी भूता यत्र देवी सरस्वती । दक्षिणाभिमुखी जाता सिद्धराज सरोवरे ॥ १५-२९३ विष्णुयानाद्दक्षिणतः सरस्वत्यां व्यवस्थितम्। रुद्रकूपमिति ख्यातं तत्तीर्थं सर्वकामदम् ॥ १५-४०६ ततस्तस्माद्रुद्रकूपात् प्राची भूत्वा सरस्वती। प्रसन्ना सा स्मरगङ्गा यमुनां च महानदी ॥ ૨૬-૨ स्मृते मात्रे तया सख्यौ प्रीत्या तत्र समागते। ताभ्यां च सहितादेवी प्रविष्टा तत्सरोवरम् ॥ ૨૬-૨ આ શ્લોકો રજૂ કરે છે કે પાટણમાં દુર્લભરાજે (૧૦૧૦-૧૦૨૨ ઇ.સ.) નગરની ઉત્તરે તળાવ બંધાવ્યું. આ તળાવ સિદ્ધરાજના સમયમાં સૂકાઇ ગયું હતું. તેમાં પાણી લાવવાનો સિદ્ધરાજે પ્રયાસ કર્યો. તેણે પશ્ચિમ દિશામાં વહેતી સરસ્વતી નદીમાંથી દક્ષિણ દિશામાં જતી ઉત્તર દક્ષિણે નહેર બનાવી. આ નહેર વિષ્ણુયાન છે. તેની દક્ષિણે રુદ્રકૂપ છે. રુદ્રકૂપથી પૂર્વમાં નહેર કાઢીને તેનાં ત્રણ ગરનાળાંની ત્રિવેણીથી તળાવ ભરવામાં આવ્યું.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy