SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૮૯ કાળી માટી સહસ્ત્રલિંગ તળાવના પટમાંથી જ કાઢવામાં આવી હોય એમ લાગે છે. તેથી તળાવનો જીર્ણોદ્ધાર થયો હોય ત્યારે આ માટી ખોદી કાઢીને પાળ પર નાખવામાં આવી હતી. પાળ પર માટીની ઊંચાઇ જોતાં જ્યારે આ માટી તળાવ પર નાંખી ત્યારે પાળની ઊંચાઈ આજે દેખાય છે તેટલી ન હતી, એમ લાગે છે. આ કાળી માટી તળાવ પર પડી ત્યારબાદ સહસ્ત્રલિંગની પાળ ઊંચી કરવાનો પ્રયત્ન થયો છે. આ મુદ્દાનો સમયાંકન માટે ઉપયોગ છે. પાળ પરનાં સ્મારકો . સહસ્રલિંગ તળાવની પાળ પર દેખાતાં સ્મારકોમાં આડાઅવળા પડેલા પથ્થરો અને જુદી જુદી ઇમારતોની ગણતરી થઈ શકે. સહસલિંગ તળાવની ઇશાન ખૂણાની પાળ પર ગોળ, લંબચોરસ વગેરે ઘાટના પથ્થરો પડેલા છે તે પૈકી કેટલાક પર તૂટેલી મૂર્તિઓનાં નિશાન છે. બીજા પથ્થરો પર છીણીનાં નિશાનો છે તે પરથી આ પથ્થરો પરનાં સુશોભનો દૂર કરવાનો પ્રયત્ન થયો હોય એમ લાગે છે. આ પથ્થરો જૂની ઇમારતોનો કાટમાળ હોવાનો તથા તેને બીજા કોઈ કામમાં લેવા માટે ફરીથી ઘડવ્યા હોવાનો સંભવ લાગે છે. આ કામ માટે તેનો ઉપયોગ થયો નથી પણ તે તળાવ પર જ પડ્યા રહ્યા હોય એમ લાગે છે. આ ઉપરાંત તળાવ પર ધાર્મિક ઇમારતોના ભગ્નાવશેષો પણ રખડતા પડેલા દેખાય છે તેમાં તૂટેલી મૂર્તિઓ શિખરના ભાગો વગેરે છે. આ ભગ્નાવશેષો ગત યુગનાં સ્મારકો છે. - તદુપરાંત સહસ્ત્રલિંગ તળાવની પાળ પર સંખ્યાબંધ કબરો જોવામાં આવે છે. આ કબરોમાં જૂની તથા નવી ઇંટોનો ઉપયોગ થયેલો દેખાય છે. આ કબરો ઉપરાંત તળવાની પશ્ચિમની પાળ પર સૈયદ હસનની મોટી દરગાહ અને બીજી દરગાહો છે. સૈયદ હસનની દરગાહમાં આરસન, દેવીની પ્રમિવાળા સ્તંભો, આમલકો વગેરે દેખાય છે. બકસ્થાન : તળાવની વચ્ચે માટીનો ઢગ કરીને તેની પર મોટું બકસ્થાન બનાવ્યું છે. તેની પર ચોતરો બનાવીને તેની ઉપર અષ્ટકોણ ઘાટનો લાખોરી ઇંટોનો બનાવેલો રોજો છે તેની પાછળ મસીદની ભૂત જેવી ઇમારત છે. સ્થાનિક પરંપરા આ સ્થળને રાણીનો મહેલ કહે છે. કર્નલ ટૉડ તેને સિદ્ધરાજનો મહેલ કહેતા હોય એમ લાગે છે. અહીં દેવીનું મંદિર હોવાની કલ્પના છે પણ તે માટે પુરાવા નથી. આ સ્થળ ઉત્પનન કરીને પરિસ્થિતિનો અભ્યાસ કરવાની જરૂર છે. પાણીની આવક : ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ ઉખ્ખનન કરીને સરસ્વતીમાંથી પાણી લેવાની પરનાળ શોધી કાઢી છે. સરસ્વતી નદીમાંથી પાણી લેવાની આ પરનાળ ૯૫ મિટર લાંબી અને પાંચ મિટર પહોળી છે. ઉત્તર દક્ષિણ બાંધેલી આ પરનાળનો ઉત્તર ભાગ દક્ષિણ ભાગ કરતાં ઊંચો હોવાથી આ પરનાળમાં ઉત્તર દિશામાંથી અર્થાત સરસ્વતી નદીમાંથી પાણી લેવાનું આવતું. સરસ્વતીના પાત્ર કરતાં દક્ષિણનો ભાગ ૧.૨૦ મિટર નીચો છે તેથી પાણીનો સરળ પ્રવાહ રહે એવી એની રચના છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy