SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २७ યુગે યુગે પાટણની પ્રભુતા . ત્યારે એ મૂર્તિઓના ઘડવૈયાઓ અને પ્રેરણાદાતાની શ્રી અને સંસ્કૃતિ પર કળશ ચઢાવે છે. કુદરતી વિનાશ: કુદરતી વિનાશનાં, અહીં વરસાદ અને પવનથી ઊડતી રેત એ બે કારણો સ્પષ્ટ રીતે કામ કરતાં દેખાય છે. પાટણમાં સહસલિંગ તળવાની પાળો પર ફરતાં તથા રાણીનો મહેલ જે બકસ્થાન પર છે તે જતાં ત્યાં પાણીના પહેલા ધોવા અને કોતરો પરથી વહેતાં પાણી દ્વારા થતો વિનાશ નજરે પડે છે. આ રીતે પ્રાચીન તળવાની પાળ ધોવાઈ જાય છે. ખાન સરોવર પર પણ આવું દશ્ય નજરે પડે છે. . સરસ્વતી નદીના કિનારા પર જોતાં સત્તરમી સદીના ગણાય એવા અવશેષો પર ઘણી રેત ચઢી ગઈ છે. કેટલીક જગ્યાએ તેની જાડાઈ એક મીટર કરતાં વધુ છે. આ જૂના અવશેષો જે જમીન પર બંધાયા તે જમીન આજે દટાઈ ગઈ છે અને તેથી આજના ભૂપૃષ્ટમાં, અને ત્રણેક સદી પહેલાના ભૂપૃષ્ટમાં કેટલાક ફેરફારો થયાનું સમજાય છે. સત્તરમી સદીના તળાવની બહારના અવશેષો પર રેત ચઢી ગઇ છે. તો તળાવને પણ તેણે બાકી રાખ્યું નથી. જે તળાવને કિનારે બહેરામખાનનું ૧૫૬૧માં ખૂન થયું હતું તે કિનારાને પણ તે પૂરી દીધો હતો. તેની પર ચઢી ગયેલી આશરે ચાર-પાંચ મિટર રેતી ઘણી વાતો બતાવે છે. તેણે સહસ્ત્રલિંગ તળાવનું ક્ષેત્ર પૂરી દીધું તેની પાણી ધારણ કરવાની ક્ષમતાનો નાશ કર્યો અને તેમાં આજનાં ખેતરો જોવામાં આવે છે. સંરક્ષણના પ્રયત્નો : ઉપર પાણના માનવીઓએ સહસ્ત્રલિંગના નાશ માટે આદરેલા અને ચાલુ રાખેલા પુરૂષાર્થની કેટલીક હકીકતો આપી છે, તેથી અહીં માત્ર પ્રલયનું તાંડવ જ ચાલુ રહ્યું છે એમ માનવાને કારણ નથી. સહસ્ત્રલિંગ તળાવને જીવંત રાખવાના પ્રયત્નો પણ પ્રશસ્ય હતા. આ પ્રયત્નોના ત્રણ વિભાગો દેખાય છે, તેમાંના પ્રથમ બે પ્રયત્નો જૂના છે અને ત્રીજો પ્રયત્ન આધુનિક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો છે. તેની વિગતોની ચર્ચા લેખમાં અન્યત્ર છે. - સહસ્ત્રલિંગ તળાવને મહાસર કહેવામાં આવ્યું છે. પરંતુ તેનો વિસ્તાર કેટલો હતો એ બાબત માહિતી ન હતી. આ તળાવની પાળની પ્રદક્ષિણા આશરે ત્રણ કિલોમિટર જેટલો થાય. ચૌલુક્ય સમયમાં લખાયેલા અપરાજિતપૃચ્છા જેવા વાસ્તુગ્રંથ પરથી સમજાય છે કે તે જમાનામાં કોશનું માપ આશરે કિલોમિટર જેટલું હતું તેથી સહસ્ત્રલિંગ એક કોશ વ્યાસ પ્રમાણવાળું સરોવર હોવાનું સ્પષ્ટ થાય. તેના કેન્દ્રસ્થાને બકસ્થળ છે. તળાવની પાળોની અંદરની જમીનનું ક્ષેત્રફળ આશરે ૧૭ હેકટર જેટલું થવા જાય છે. આ માણ ઘણું મોટું છે, તેથી તે ધોળકાના મલાવ તળાવ, વડોદરાના સુરસાગર, કે વડનગરના શર્મિષ્ઠા તળાવ કરતાં મોટું છે. સુરતના ગોપી તળાવ સાથે તે કંઇક અંશે સરખાવાય એવું પરંતુ ચાંપાનેરના વડા તળાવ કરતાં નાનું છે. ગોધરાનું કનેવાળ પણ સહસ્ત્રલિંગ કરતાં મોટું હોવાનો પુરાવો છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy