SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા :૮૪ સહસ્રલિંગ સરોવર ડૉ. રમણલાલ ના. મહેતા ગુજરાતનાં સુપ્રસિદ્ધ તળાવોમાં જૂનાગઢનું સુદર્શન, વડનગરનું શર્મિષ્ઠા અને અણહિલવાડ પાટણનું સહસ્ત્રલિંગ વગેરે ગણાવાય. ચૌલુક્ય અથવા સોલંકીઓની રાજધાની અણહિલવાડ પાટણમાં હતી. તેની પાસે વહેતી સરસ્વતી નદીમાં બારેમાસ પાણી વહેતું હોવા બાબત શંકા છે. સરસ્વતી પાસે સહસ્ત્રલિંગ તળાવ (ચિત્ર ૧) બાંધવામાં આવ્યું હતું. રાજધાનીનું તળાવ હોવાને કારણે અણહિલવાડ પાટણમાં પ્રવૃત્તિ કરનાર ઘણા સાહિત્યકારોએ તેના ઉલ્લેખો કર્યા હોય એ સ્વાભાવિક છે. આવા ઉલ્લેખોમાં સર્વ પ્રથમ ઉલ્લેખ દ્વયાશ્રય કાવ્યના લેખક જૈન આચાર્ય હેમચંદ્રનો છે. પ્રબંધચિંતામણિના લેખક મેરૂતુંગના જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજના દરબારી કવિ શ્રીપાલે સહલિંગની પ્રશસ્તિ લખી હતી. સોમેશ્વરે કીર્તિકૌમુદીમાં સહસ્ત્રલિંગ તળાવનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. તે આ તળાવનો બાલચંદ્રસૂરિએ વસંતવિલાસમાં “વલય” તરીકે ઉલ્લેખ કર્યો છે. સમરરાસુમાં તેને પૃથ્વીનું કુંડળ કહ્યું છે. પ્રબંધ ચિંતામણિની રાજશેખરની ટીકામાં તેને જયમંગલસૂરિના શ્લોકને આધારે વીણાના તુંબડાની અને તોરણને દંડની ઉપમા આપી છે. પાટણના આ લેખકો દરબારીઓ કે જૈન સાધુઓ હતા અને તેથી તેમનાં વર્ણનો ઉપલક દષ્ટિએ થયાં હોય એ સ્વાભાવિક છે. સહસ્ત્રલિંગ તળાવ અને તેની પ2ના તીર્થો : આ 2 સ્વતી નદી ૦ જ is the છે વિધ્યો * છે. ' 1. (M૧print Aટ ' ' પિંsaોય . પાણીનો નિકાલ 'મહવન , મહાબલિને જ /ળની વાવ રાજગી. यस्मिन्सरो हरोपेन्द्रप्रासादैः परितश्चितम्॥ आमुत्कमौकिकं भूमेर्भात्येकमिव कुण्डलम् ॥ १-७२ ।।
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy