SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૭૯ ૬૪ ૧૧ મી સદીનું દેલમાલનું લીમ્બોજ મંદિર પી.બી. ભાટકર ભરતભાઈ રાવલ (પાટણ જિલ્લા માહિતી કચેરી) પાટણ જિલ્લો અને તેની ભવ્ય શિલ્પ-સ્થાપત્ય વિરાસતના કારણે પ્રવાસનના વિકાસની ભરપુર સંભાવનાઓ ધરાવે છે. અણહિલવાડ પાટણના સોલંકી રાજ્યાશનના માદરે વતન અને હૃદય સ્થાન ગણાતા અણહિલવાડમાં ભવ્યાતિભવ્ય સ્થાપત્યોની મોજુદગી આ બાબતની પૃષ્ટિ આપે છે. જિલ્લાના અનેકાનેક સ્થાપત્ય સંકુલોમાં ચાણસ્મા તાલુકાના પ્રાચીન દેલમાલ ગામનું લીમ્બોજ માતાનું નિજમંદિર અને મંદિર પરિસર શોભતા અન્ય મંદિરો અણહિલવાડ પંથકની આ વિરલ વિરાસતની ગવાહી આપે છે. લીમ્બોજ માતાનું મંદિર ૧૯૫૮ના પ્રાચીન-સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો પૈકીનું એક એવું સુરક્ષિણ સંકુલ છે. આ શિલ્પ-પ્રચુર મંદિર ૧૧ મી સદીમાં નિર્માણ કરાયેલું છે. એક સહસ્ર વર્ષ પુરાણા આ સંકુલની સ્થાપત્ય અને શિલ્પકળા સોલંકીયુગમાં નિર્માણ કરાયેલા અન્ય સંકુલો સાથે સામ્યતા ધરાવે છે. કલાત્મક કીર્તિતોરણથી શોભતું લીમ્બોજ મૈયા મંદિર ગર્ભગૃહ-સભામંડપથી શોભાયમાન છે. નિજમંદિરમાં શ્રી લીમ્બોજ મૈયાની શ્યામરંગી પ્રતિમા બિરાજમાન થાય છે. ચૈત્રસુદ સાતમ (વેણુસાતમ) ના દિવસે માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. આ દિવસે શુકન જોવાય છે. ગ્રામ નૈવેધ અને માતાજીના રથનું ગ્રામ-પરિભ્રમણ જેવા ઉત્સવો યોજાય છે. જ્યાં સુધી નિજમંદિરની સ્થાપત્ય કળાનો સંબંધ છે, આ શિલ્પ-સંપદા સાચા અર્થમાં બેનમુન છે. મંદિરના ફરતે નૃત્યાંગનાઓ, દિગ્પાતિ, અપ્સરાઓ, ત્રિમૂર્તિ, દુર્ગા, ચામુંડા, મહિષાસુર મર્દિની, મહેશ્વરી-વિષ્ણુની મૂર્તિઓ સહિત માનવજીવનની સહજતાઓને આવિસ્તૃત કરતાં બારીક શિલ્પો આ મંદિરની શોભાને અભિવૃિદ્ધ કરી રહ્યા છે. મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ, વિષ્ણુનાં નાનાં મંદિરો આરૂઢ છે. મંદિર પરિસરમાં વરંડાની દિવાલો પર આરૂઢ કરાયેલો પાળિયાઓ અને તેના નીચે અંકિત કરાયેલી નોંધોના આધારે કહી શકાય કે શ્રી લીમ્બોજ માતાનું આ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે. સમયના અવિશ્રાંત વ્હેણમાં ક્યારેક ક્ષતિગ્રસ્ત બનેલા આ મંદિરનું ગાયકવાડી રાજવી શ્રી દામાજીરાવ ગાયકવાડે ૧૯ મી સદીમાં નવિનીકરણ કરાવ્યું હતું. દેલમાલ ગામના પાદરમાં આજથી પાંચેક વર્ષ પૂર્વે ઘણા ભગ્ન શિલ્પ સ્થાપત્યો જ્યાં ત્યાં રઝળી રહ્યા હતા, આ અવશેષોને ભેગા કરી તેનું અલાયદું મ્યુઝીયમ બનાવવાનું શ્રેય રેવન્યું અધિકારી અને તે સમયના ચાણસ્માના મામલતદારશ્રી જેસાભાઇ ચૌધરીના ફાળે જાય છે. આ કર્મઠ અને દૃષ્ટિસંપન્ન અધિકારીએ અંગત રસ અને ચીવટ જાળવી મંદિર સંકુલ નજીક મ્યુઝીયમ નિર્માણ કર્યું છે. જેનો સુંદર રખરખાવ થાય છે અને માતાજીના દર્શનાર્થે અને શિલ્પવારસાની ઝાંખી માટે આવતા પ્રવાસીઓ મુલાકાતીઓ આ સ્થળની મુલાકાત પણ લે છે. સંગ્રહાલયમાં વિવિધ અવશેષોને ખૂબ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy