SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૭૪ ભારતનું મહાન માતૃગયાતીર્થસિધ્ધપુર પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય સિધ્ધપુર ઐતિહાસિક નગર તરીકે જેટલું જાણીતું છે એના કરતાં અનેક ઘણું એ તીર્થ તરીકે વધુ પ્રસિધ્ધ શહેર છે. “માતૃતીર્થ” અર્થાત માતાનું શ્રાદ્ધ કરવાનું પવિત્ર સ્થળ અને વિખ્યાત રૂદ્રમહાલય'ના આકર્ષણે સિધ્ધપુર શહેર સારાય ભારતમાં વધુ જાણીતું બન્યું છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદથી દિલ્હી જતી રેલ્વે લાઇન પર પાટણ જિલ્લાનું આ પ્રાચીન નગર છે. પિતૃઋણમાંથી મુકત થવા ‘ગયા શ્રાદ્ધ' જેમ મહત્વ ધરાવે છે. તેટલું જ મહત્વ માતૃઋણ અદા કરવા માટે પુરાણકારોએ સિધ્ધપુર નગર સૂચવ્યું છે. | ગુજરાતનાં નગરોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતું સિધ્ધપુર ૨૩.૫૦ ઉત્તર અક્ષાંસ અને ૭૩, પૂર્વ રેખાંસ ઉપર આવેલું આ નગર પ્રાચીન સરસ્વતીના ઉપવાસમાં સરસ્વતી જેવી પવિત્ર નદીના કિનારે વસેલું છે. સિધ્ધપુર સમુદ્રતલથી (એમ.એસ.એલ.) ૪૩૬ ફૂટની ઉંચાઈએ આવેલું છે. શહેરની આબોહવા ઉનાળા-શિયાળામાં વિષમ હોય છે. ઉનાળામાં ઉષ્ણતામાન ૧૧૦° ફે. અને શિયાળામાં ૭૦° સે.થી પણ ઓછું થઈ જાય છે. વરસાદ ઘણો ઓછો ૧૫ થી ૨૦ ઇંચ જેટલો પડે છે. શ્રીસ્થળ:- પ્રાચીન કાળમાં આ નગર “શ્રીસ્થળ તરીકે ઓળખાતું. પ્રાચીન પૌરાણિક કથાઓ, આખ્યાયિકાઓમાં શ્રીસ્થળનું અનેરુ મહાસ્ય વાર્ણવેલું છે. સમુદ્રમંથન સમયે બહાર આવેલાં શ્રી લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુ સાથે પાણીગ્રહણ કર્યા બાદ આ સ્થળનું સૌંદર્ય જોઇ અહીં કાયમ રહેવાની ઇચ્છા વિષ્ણુ આગળ દર્શાવી. આથી ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજી (શ્રી) માટે જે નગર બાંધ્યું તે જ આ “શ્રીસ્થળ' (૧) સરસ્વતી પુરાણ (૨) શ્રી સ્થળ પ્રકાશ (૩) શ્રી સરસ્વતી મહાત્મય (૪) સ્કંદ પુરાણ વગેરે પ્રાચીન ગ્રંથોમાં શ્રી સ્થળનો ઉલ્લેખ વાંચવા મળે છે. આ ગ્રંથોમાં શ્રી સ્થળમાં સ્નાન, દાન, તર્પણ, પિંડદાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું જણાવ્યું છે. વળી ‘નાગરખંડ'માં પણ શ્રીસ્થળનો ઉલ્લેખ વાંચવા મળે છે. આમ વિવિધ ઐતિહાસિક ગ્રંથો પરથી જાણવા મળે છે કે શ્રીસ્થળ” સાતમાઆઠમા સૈકામાં પણ જાણીતું નગર હતું. ઐતિહાસિક નોંધો:- ઐતિહાસિક દષ્ટિએ આ નગરનો સૌથી પ્રથમ ઉલ્લેખ આલ્બરૂની નામના પ્રવાસીઓએ પોતાની પ્રવાસ નોંધમાં કર્યો છે. વળી સોલંકી સમ્રાટ મૂળરાજના સંવત ૧૦૪૩ના દાનપત્રમાંથી આ “શ્રીસ્થળ” નો વિશ્વનીય અને સત્તાવાર ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પોતાના વિખ્યાત ઉદ્દયાશ્રય” મહાકાવ્યમાં શ્રીસ્થળને વિદ્વાનોના નિવાસસ્થાન” તરીકે વર્ણવેલું છે. (જુઓ સર્ગ ૬, શ્લોક ૧૦૦) આ સિવાય જૈન આચાર્ય અભયતિલકગણિએ ૧૩૧૨માં રચાયેલ ટીકામાં શ્રીસ્થળને સિધ્ધપુર તરીકે જણાવ્યું છે. હમ્મીરમદમદન” નામના નાટકમાં આ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy