SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૬૯ રાજગાદી છોડવા પણ એટલો જ ત્યાગી પૂરવાર થયો. (૨) સોલંકી રાજવી ચામુંડરાજે ૧૩ વર્ષ રાજ્ય કર્યું અને પિતાના પગલે ચાલી સ્વેચ્છાએ ગાદી પોતાના પુત્ર દુર્લભરાજને સોંપી મોક્ષના માર્ગે શુકલતીર્થમાં રહી બાકીનું જીવન વ્યતિત કર્યું. (૩) સોલંકી વંશના ત્રીજા રાજવી દુર્લભરાજે ૧૧ વર્ષ ૬ માસ રાજ્ય કર્યું. ઉત્તરાવસ્થામાં પોતાના ભાઇના પુત્ર ભીમદેવ ૧ લા નો રાજ્યાભિષેક કરી પોતે શ્રેયનો માર્ગ પકડ્યો અને કાશીમાં નિવાસ કરી અંતિમ દિવસો પૂરા કર્યા. (૪) ભીમદેવ ૧ લો ભારે પરાક્રમી હતો. ૪૨ વર્ષ રાજ્ય કર્યું. ભીમદેવે પોતાના આત્માના ઉધ્ધાર માટે વૃધ્ધાવસ્થા થતાં રાજગાદી સ્વેચ્છાએ ત્યાગ કરી પોતાના પુત્ર ક્ષેમરાજને ગાદી સોંપવા ઇચ્છા વ્યકત કરી. ક્ષેમરાજ તો પિતા ભીમદેવ કરતાંય સવાયો નીકળ્યો. ગાદી મેળવીને છોડવી એના કરતાં ગાદી સ્વીકારવી જ નહીં એ શું ખોટું ? ક્ષેમરાજે ગાદી સ્વીકારવા સ્પષ્ટ ના પાડી, ધન્ય છે આવા પિતાપુત્રને! (૫) ક્ષેમરાજે ગાદી સ્વીકારવા ના પાડતાં ભીમદેવ મહારાજાએ કર્ણનો રાજ્યાભિષેક કર્યો. પ્રબંધકાર નોંધે છે કે ક્ષેમરાજે પણ પિતાના અનુગામી બની સસ્તવતી નદીના કિનારે દધિસ્થી (સિધ્ધપુર પાસેનું હાલનું દેથળી) ગામે ઉગ્ર તપશ્ચર્યા કરી જીવન સાર્થક કર્યું. . () સોલંકી વંશના છઠ્ઠા રાજવી કવિ ૧ લા એ વિ.સં. ૧૧૨૦ થી ૧૧૫૦ એમ ત્રીશ વર્ષ રાજ કર્યું. ત્રીસ વર્ષ સુધી રાજ્ય કર્યા પછી કદવે પણ પોતાના વડવાઓની ઉજ્જવળ પરંપરા મુજબ સં. ૧૧૫૦ના પોષ વદ ૩ ને શનિવારના રોજ પોતાના ત્રણ જ વર્ષના પુત્ર સિધ્ધરાજ જયસિંહને રાજ્યગાદીએ બેસાડવો. પ્રેયનો માર્ગ છોડી કણદવે શ્રેયનો માર્ગ સ્વીકાર્યો. આમ એણે પણ સ્વેચ્છાએ રાજ્યગાદી ત્યાગી. ' જે સમયમાં દિલ્હીની ગાદી કબજે કરવા મુસ્લીમ સમ્રાટ ભાઇ-ભાઇનું, પુત્ર-પિતાનું ખૂન કરી લોહી વહેવડાવતા હતા એ કાળમાં પાટણની આ ધરતી પર રાજાઓ મુગટધારી મટી કંથાધારી બની રહ્યા હતા. સોલંકીઓનો આ રાજ્યસંન્યાસ પાટણની રાજ્યલક્ષ્મી કરતાં ઘણો ચડે એવો છે. કવિ નાનાલાલ પડકાર કરી પૂછે કે, “જગતનો કોઈ રાજવંશ પાટણના સોલંકીવંશની પડખે આવી ઊભો રહી શકે એમ છે ખરો ?” સિંહાસનના મોહ કોણે કોણે ત્યાગા છે? રાજા ભર્તુહરિએ, રાજા ગોપીચંદે અને ઇંગ્લેન્ડના ડયુક ઓફ વિન્ડસરે, આ તો ઇતિહાસમાં બનેલા છૂટા છૂટા બનાવો. પરંતુ પાટણની ધરતી પર રાજ્ય કરતા ત્રણસો વર્ષના સોલંકીવંશના શાસન દરમ્યાન છ છ રાજવીઓનો ગાદી ત્યાગ એ તો દુનિયાના ઇતિહાસમાં અપૂર્વ ઘટના ગણાય ! સોલંકીવંશના સમ્રાટો જેવા રાજેશ્વરીઓ હતા એવા તપેશ્વરીઓ પણ પૂરવાર થયા ! જગતના ઇતિહાસમાં આ મહાન ઘટનાની જોઇએ એવી નોંધ લેવાઇ નથી. રાજાનું મૃત્યુ કાંતો
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy