SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા २६७ (પ) નામે સણો આંખેડાણો પાટણ એક મહાનનગર હતું. પાટણ-પત્તન શબ્દનો અર્થ જ મોટું નગર એવો થાય છે.આ નગરનો ઘણો વિસ્તાર હતો. દરેક ચીજવસ્તુ વેચવાનાં બજારો પણ જુદાં જુદાં હતાં. એ યુગમાં પાટણ એક જોવાલાયક શહેર ગણાતું હતું. અન્ય પ્રદેશોના લોકો પરસ્પર પૂછતાં, “ભાઈ! તમે પાટણ જોયું છે ?' જેણે આ મહાનગર પાટણ જોયું હોય બે બડભાગી ગણાતો ! - પ્રાચીન સાહિત્યમાં પાટણનું અનેરું વર્ણન વાંચવા મળે છે. આ વર્ણન ઉપરથી પાટણની ભવ્યતાનો આછો-પાતળો ખ્યાલ આવે છે. આવા પાટણની વસ્તી કેટલી ? પાટણમાં રહેતા નગરજનોની સંખ્યા કેટલી ? આ પ્રશ્નના જવાબમાં પંડિત ષભદાસજીએ પોતાના એક કાવ્ય કુમારપાળ રાજાનો રાસ” માં એક ઘટના વર્ણવી છે. એક વખત એક ચારણ સ્ત્રી પોતાના પતિ સાથે પાટણ શહેર જોવા આવેલાં (આજે ઘણા લોકો મુંબઇ શહેર જોવા જાય છે તેમજ હશે ?) આ ચારણ પતિ-પત્નિ વિશાળ પાટણમાં આવેલાં જોવાલાયક સ્થળો જોતાં જોતાં અને જગ્યાઓની મુલાકાતો લેતાં લેતાં સાંજ પડી અંધારું થઈ ગયું. કવિના જ શબ્દોમાં કહીએ તો નરસમુદ્ર જેવા પાટણમાં પતિ-પત્નિ છૂટાં પડી ગયાં. ચારણ બાઈ બાહોશ હતી. તેણે પોતાના ધણીની ઘણી શોધખોળ કરી. ઘણાં બજારોમાં ફરી પણ પોતાના પતિનો પત્તો લાગ્યો નહીં, | કવિ જણાવે છે કે બાહોશ ચારણ સ્ત્રી હિમ્મત કરી પાટણ નગરીની બહાર ઉધાનમાં રાજા પાસે જઈને રાડ નાખી કે, “રાજન ! મારા ધણીથી હું વિખુટી પડી ગઈ છું. માટે મને મારો ધણી મેળવી આપો.” - રાજાએ બાઈની વાત વિગતથી સાંભળી આશ્વાસન આપતાં કહ્યું, “બહેન, તારા પતિનું નામ શું છે ?' ચારણ બાઈએ શરમાતાં કહ્યું તેનું નામ 'રાણો છે. રાજાએ મનમાં વિચાર્યું, આવા રાણા' નામના તો ઘણા માણસો હોઈ શકે. એટલે રાજાએ ફરી ચારણીને તેના વિખુટા પડેલા પતિની, ઉડીને આંખે વળગે એવી કોઈ ચોક્કસ નિશાની આપવા જણાવ્યું. “મારો પતિ નામે રાણો છે ને જમણી આંખે કાણો છે,” ચારણ સ્ત્રીએ સ્પષ્ટ સંકેત આપતાં જણાવ્યું. આ નામ અને નિશાની ઉપરથી રાજાએ સમગ્ર પાટણ નગરમાં રાજસેવકો દ્વારા પડહ વગડાવ્યો (ઢંઢેરો પીટાવ્યો) કે “નામે રાણા અને જમણી આંખે કાણા હોય એવા લોકો સવારે દરબારમાં હાજર થાય.” વહેલી સવારથી જ ધીમે ધીમે જમણી આંખે કાણા અને જેમાં નામ રાણા છે એવા માણસો રાજદબરમાં આવવા માંડ્યા. કવિશ્રી એમ જણાવે છે કે, આવા લોકોની સંખ્યા ૯૯૯ થઇ. રાજાએ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy