SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૪૮ હેમા જતી, આપની સમકાલિત હતો. તે ઘણોજ જોરાવર અને વિદ્યાનો જાણકાર હતો. હઝરત જ્યાં રોકાયા હતા, તે મજીદની બાજુમાં એક મંદિર હતું તેનો તે મહંત હતો. તે હઝરત શયખ હિસામુદ્દીનની ઘણી જ અદેખાઈ કરતો. એક દિવસ તેણે હઝરત શેખ ઉપર એવો આરોપ મૂક્યો કે તેમના શિષ્યો મંદિરમાં ઢેખાળા (મુસલમાનો પેશાબ કરી નાપાકી દૂર કરવા ઇંટના ટુકડાનો ઉપયોગ કરે છે તે ) નાખે છે. આ બહાના હેઠળ પોતાના ચેલાઓને હઝરત શયખ સાથે તોફાન કરવા માટે તૈયાર કર્યા. અને હઝરતને બોલાવી કહ્યું કે, તમારામાં કંઇ કરામત હોય તો જાહેર કરો નહિં તો અમે તમને શિક્ષા આપીશું. આ સાંભળી આપે કશું કહ્યું નહિ, પહેલા તમે તમારો ચમત્કાર જાહેર કરો અને બતાવો. આથી તેમાં જતી તરતજ એક ચોરસ પથ્થર ઉપર જઇ બેઠો અને આકાશમાં ઉડવા લાગ્યો. હઝરત શેખ પોતે પણ સાહિબ કરામત હતા. તેમણે તરત જ પોતાની પાદુકાઓને ઇશારત કરી. પાદુકાઓ આકાશમાં શાહબાજ પક્ષીની જેમ ઉડવા લાગી. અને જેવી મહંત હેમા જતીના માથા ઉપર પહોંચી. આપે ફારસીમાં આ રીતે કહ્યું “બઝનઉરા બઝમીં બઅંદાઝ' (અર્થાત તેને માર અને જમીન ઉપર ફેંક) પાદુકાઓએ મહંતને ભંય ઉપર ફેંક્યો. મહંત હેમા જતી તે પથ્થરની નીચે દબાઇ મરણ પામ્યો. (તારીખે અવલિયાએ દકકન પાન ૨૮૦ અને તારીખે અવલીયા બીજો ભાગ પાન ૪૨૯) પ્યારા સાહબ જહાંશાહી કૃત તઝકેરાએ દવામ-ભાગ-૨ પાન-૧૭. આપની દુરવેશી અને કરામતો આપના છેવટના સમયમાં જાહેર થઇ. “તઝકેરએ દવામ'ના કર્તા અઝકારે અબરાર ઉર્દૂ પાન ૧૦૩ નો હવાલો ટાંકતાં લખે છે કે, એક માણસ સુલતાનુલ મશાયખે નિઝામુદ્દીન અવલીયાની સેવામાં ઉપસ્થિત થયો. અને કહ્યું કે મારી દિકરીના લગ્ન ઘણાજ નજીક છે. અને મારું ઘર પાટણ (શહર નહેરવાલા)માં આવેલું છે. આથી હું તેમાં કોઇ પણ રીતે જાઉ તો પણ હાજરી આપી શકતો નથી. હઝરત નિઝામુદીન અવલીયાએ કહ્યું તમે ચિંતા ન કરો. હિસામુદ્દીન નહરવાલામાં રહે છે. અને દરરોજ સવારે સવારની જમાઝ અદા કરવા અમારી મસ્જિદમાં આવે છે. ચાત ના સમયે પાટણ પહોંચી જાય છે. હું તમને તેમની સાથે મોકલી આપીશ અને હઝરત નિઝામુદ્દીન અવલીયા એ પેલા માણસને આપેલું વચન પાળી બતાવ્યું. આ બનાવથી હઝરત શેખ હિસામુદ્દીનની મહાનતા અને કરામતની લોકોમાં પ્રસંશા થવા લાગી. આ પછી પોતે ફક્ત એક જ વર્ષ જીવંત રહ્યા. આપની રહલતની તારીખ માટે ઝિલકારની ૭મી તારીખ છે. લેખકો આપની રહલતની સાલ વિષે એકમત નથી. “ખઝીનતુલ અવલીયા”અને મિરઅતુલ અસરાર ના કર્તા ૭૩૫ હિજરી બતાવે છે. જ્યારે મિરાતે અહમદીમાં ૭૩૭ હિજરી અને ૯૭ વર્ષની ઉંમર દર્શાવેલી છે. અને તારીખ અવલિયાએ દકનમાં ૭૩૬ હિજરી બતાવેલી છે. આપની વિલાદતની સાલથી ૯૭ વર્ષ ગણીએ તો યે પણ હિ.સ. ૭૩૬ આવે છે. તેથી તે વધુ યોગ્ય લાગે છે. “તઝકેરએ દવામ'ના કર્તા આ વાતને ટેકો આપે છે. મીરાતે એહમદી ફારસી જીલ્ડ પાન -૭૪. હઝરત શેખ હિસાબુદ્દીન મુલતાનીની દરગાહ પાટણ-જિલ્લેપટાણ-(ઉ.ગુ.)માં આવેલી છે. અને સાર્વજનિક ઝયારત ગાહ છે. આજે પણ ગરીબો અને મુસીબત ઝદહ માણસો આપના મઝારના દિદાર કરી ફેઝ મેળવે છે. આ દરગાહના સજ્જાદા નશીન સુજાઉદીન નિઝામુદ્દીન ફારૂકી (એમ.એ.બી.ટી.) છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy