SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૩. યુગે યુગે પાટણની પ્રભુતા બહાર રચાયેલ સંસ્કૃત સાહિત્યમાં આ નગર અણહિલ પાટક, અણહિલ વાટક, અણહિલ પત્તન, અણહિલવાડ પત્તન, પત્તન અને પુરભેદન જેવા વિવિધ નામોથી તથા પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં અણહિલવાડ, અણહિલપટ્ટણ અને આધુનિક ગુજરાતીમાં સામાન્યતઃ પાટણ અથવા સિધ્ધપુર પાટણ તરીકે પ્રસિધ્ધ છે. મુસ્લિમ ઇતિહાસકારો એને “નહરવાલા”કહે છે. આ ઉપરાંત પાટણનું અન્ય એક પર્યાય નામ “અઇવડકુ' છે. જે સંસ્કૃત શબ્દ અતિવૃધ્ધ - ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ “અતિશય વૃધ્ધિ પામેલું વિશાળ” એવો થાય છે. સોલંકીકાલિન ગુજરાતી પ્રસિધ્ધ રાજધાની અણહિલવાડ પાટણની સ્થાપના અનુશ્રુતિ અનુસાર સં. ૮૦૨ (ઈ.સ.૭૪૬) માં વીર વનરાજ ચાવડાએ કરી હતી. પાટણની સ્થાપના માટેનાં ચોકકસ માસ અને તિથિ તથા વાર માટે ઘણાં મતમતાંતરો છે. પરંતુ સં. ૮૦૨નું વર્ષ સર્વ સ્વીકૃત છે. પ્રબંધ ચિંતામણી” મુજબ વૈશાખ સુદ બીજને સોમવારે થઇ હતી. સોલંકીઓના સમયમાં પાટણનું રાજ્ય મહાસામ્રાજ્ય બની ગયું. ગુજરાતની જહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી. એ સમયનો ઇતિહાસ વાંચતા જાણે કાલ્પનિક કથા વાંચતા હોઈએ તેવો ભાસ થાય છે: સિધ્ધરાજ અને કુમારપાળના શાસનકાળમાં આ નગરની સંસ્કૃતિ અને જહોજલાલી અદભૂત હતી. સોલંકી યુગ એ ગુજરાતના ઇતિહાસનો સુર્વણયુગ છે. પાટણને ગુજરાતનું માત્ર વહીવટી નહિં, માત્ર આર્થિક નહિં, માત્ર વેપારી દષ્ટિએ નહિં પણ એ મોટું શહેર હતું. અને વિધાકીય દષ્ટિએ પણ મોટું કેન્દ્ર હતું. પૂનાની ડેકકન કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર શ્રી પીટરસન નામના અંગ્રેજ વિદ્વાને પાટણના જ્ઞાનભંડારો વિશે લખ્યું છે કે, “પાટણ જેવું ભારતભરમાં એકપણ બીજું નગર મેં જોયું નથી. તેમજ એના જેવા આખા જગતમાં માત્ર જૂજ નગરો છે કે જે આટલી બધી ભવ્ય પ્રાચીનતાવાળી હસ્તપ્રતોના સંગ્રહ અને સંશોધનનું ગૌરવ ધરાવી શકે. આ હસ્તપ્રતો યુરોપની કોઇપણ વિધાપીઠની મગરૂબી લેવા લાયક અને ઈર્ષ્યા આવે એવી રીતે સાચવી રાખેલો ખજાનો થઈ શકે એમ છે.' ઉત્તર ગુજરાત જ નહિં, સમગ્ર ગુજરાતમાં પાટણનું સ્થાન અજોડ છે. અહીં ગુજરાતની અસ્મિતા સૌથી પ્રથમ પ્રગટી. હકીકતમાં પાટણની સ્થાપના થઈ તે જ અરસામાં આ પ્રદેશને “ગુજરાત” શબ્દ સૌથી પ્રથમ પહેલો યોજવામાં આવેલ છે. એટલે ગુજરાતને પોતાનું નામ અહીં મળ્યું એમ કહી શકાય. ત્યારથી સતત લગભગ ૭૮૦ વર્ષ સુધી એટલે ઇતિહાસમાં લાંબામાં લાંબા સમય સુધી, પાટણ ગુજરાતની રાજધાની રહ્યું પણ માત્ર રાજધાની જ નહિ, પરંતુ પ્રતાપી રાજકર્તાઓ અને કુળશમંત્રીઓને હાથે તે એક સમૃધ્ધ વેપારનું કેન્દ્ર બન્યું. એટલું જ નહિં...કલા કારીગરી, સંસ્કાર અને સાહિત્યનું પશ્ચિમ ભારતનું તે મુખ્ય સ્ત્રોત થયું. પાટણના સુવર્ણકાળે તેણે તે વખતના માળવા પ્રદેશ ઉપર આધિપત્ય મેળવ્યું અને સાંસ્કારિક ક્ષેત્રમાં પણ તે ધારાનગરીનું સમોવડિયું બન્યું. માળવાના યુધ્ધ સમયે સિધ્ધરાજે જૂના નિર્જળ સરોવર “દુર્લભ સરોવર” ને સ્થાને નવું સહસ્ત્રલિંગ સરોવર બાંધવાનું શરૂ કર્યું ત્યારે તેમાં બીજા કોઇની આર્થિક સહાય નહિં સ્વીકારીને રાજગૌરવ સાચવ્યું
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy