SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૦૯ अमिय सरोवरसहसलिंगु इकु घरणि ही कुंडलु । कितिखंभुकिरि अवररेसी मागइ आखंडलु ॥७७॥ આ સહસ્રલિંગસરોવર, જાણે પૃથ્વીનું કુંડલ હોય તેમ લાગે છે અને ત્યાં આવેલ કીર્તિસ્તંભરૂપી હાથ વડે, પૃથ્વીમાતા પોતાનું બીજું કુંડળ ઇન્દ્રની પાસે માગતી હોય તેમ જણાય છે. આ રાસ ગાયકવાડ ઓરિયન્ટલ સીરીઝમાં ‘પ્રાચીનગુર્જરકાવ્ય સંગ્રહ' નામના પુસ્તકની અંદર પ્રસિદ્ધ થયો છે. આગળ જણાવ્યા પ્રમાણે સહસ્રલિંગસરોવર બંધાવ્યું ત્યારથી ચૌદમા સૈકાના અંત સુધીમાં અનેક વિદ્વાનોએ, આ સિધુંસાગરના બાદશાહી વર્ણનો નોંધાવ્યા છે. આથી ચૌદમાં સૈકાના અંત સુધીમાં આ મહાન સરોવર આબાદ અને અખંડિત રચેલું એમ ચોક્કસ લાગે છે. સંવત ૧૩૫૬માં જ્યારે અલ્લાઉદ્દીનનો સરદાર અલખાન, ગુજરાત ઉપર ચડી આવેલો, ત્યારે સૌ પહેલા તેણે અણહિલપુરને ઘેરો ઘાલ્યો હતો. આ વખતે તેના લશ્કરે સહસ્રલિંગસરોવરનાં કેટલાંક મંદિર તોડચાં હશે, પરંતુ આ સરોવર ઉપર આવેલ વિદ્યાશાખાઓ, સશાળાઓ અને પાંથશાળાઓનો અખંડ રાખી હોય તેમ લાગે છે. આથી ‘સમરરાસુ’ ના સર્જનકાળે, સહસ્રલિંગસરોવરનો મોટો ભાગ અખંડિત રહ્યો હોવો જોઇએ, એમ તેમાં રજૂ કરેલ કીર્તિસ્તંભોના વર્ણન ઉપરથી સમજાય છે. ૧૦. એક પ્રાચીન કવિતા : અર્વાચીન ગુજરાતીમાં રચાયેલ સહસ્રલિંગના વર્ણનોમાં, શ્રી ફાર્બસ ગુજરાતી સભા મુંબઇના ગ્રંથસંગ્રહમાંથી, તેવું એક કવિત મળ્યું છે. ઐતિહાસિક દષ્ટિએ તે પ્રાચીનકાળનું હોય તેમ જણાતું નથી. કારણ તેમાં જણાવેલ સહસ્રલિંગસરોવરની સ્થાપનાનો સમય ખોટી રીતે રજૂ કર્યો છે. એટલે ઐતિહાસિક દૃષ્ટિએ આ કાવ્યથી સહસ્રલિંગના ઇતિહાસ ઉપર વધુ પ્રકાશ પાડવા સંભવ નથી. પરંતુ આ મહાસરોવરના એક કીર્તિકાવ્ય તરીકે તેને અત્રે રજૂ કરવામાં આવેલ છે, સંવત શંકર ૧૧ વીર, પર ચઇતર સુદ લગન આચાર. ભરણી નખેતર ભરણ, શુભ કરવાર શનિશર. દેશોત કંઠે સાત ટકા, ક્રોડ પાંતરીસે. સીડી પત્થર પંચાસ, પલ ઓગણપંચાસે. તાસ નીરભાગી તરસ, સુણ સધરા ગુજરધણી. સેસલિંગસરોવર સરસ, શી શોભા વખાણું તે તણી. સંવત ૧૧૫૨ના ચૈત્ર સુદ ચોથને શનિવારે, ભરણી નક્ષત્રમાં આ સરોવરનું મુહૂર્ત થયું. તેમાં સાત કરોડ, અને પાંત્રીસ લાખ ખર્ચ થયો. તેમાં ઉતરવા માટે પચાસ પગથિયા હતા અને ઓગણપચાસમે પગથિયે (પાણી) આવેલું. હે રાજન્ ! ગુજરાતના ઘણી સિદ્ધરાજ ! તમો સાંભળો આ સરસ સહસ્રલિંગસરોવર છે, જેની શોભા શું વખાણું ? આ કવિત સિદ્ધરાજ જયસિંહને સંબોધી, કોઇ ભાટચારણે બનાવ્યું હોય તેમ લાગે છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy