SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા एतां पुनरनंतमंडनीयां मंडयत्येक कुंडलमिव सहस्रसंख्या शशिशेखरसुरगृहकच्छलां मुक्ताफलजीलांतम् । मध्य स्फुरदुरुतरतरलता वितानवलयितान्तम् । रीपमयमरकतमणिनिकरंनकांतम् तांतनीरजरजः परिरंभसंभावितशातकुंभशोममंभोब्रिभाळं जगदानंदनिधानम् सिद्धसागराभिधानं सरः ॥ પૃથ્વીના કુંડળ જેવી શોભા આપતું સરસ ચંદ્રશેખર-શિવનાં સહસ્રમંદિરોથી દેદીપ્યમાન, કાચબા અને મુકતાફળોથી ગૂંથાયેલું, જેનો મધ્યપ્રદેશ વૃક્ષો, અને તરૂલતાઓથી વીંટળાયેલો છે તેવું મરકતમણિ જેવી રક્તપ્રભા ધરાવતુ રજ વગરનું સુવર્ણસમાન ચળકતા સ્વચ્છ જળથી પરિપૂર્ણ, શોભાયમાન જગતના આનંદધામરૂપ, આ સિદ્ધસાગર નામનું મહાસરોવર છે. महां भोधिर्गभीरिमगमिमाधुर्यविभवै - । जिंतो येन श्यामो जनिजनित दुःखव्यतिकरः ॥ वहत्यौर्वव्याजादुरसि परितापं न घटते । सरस्वत्याप्येतद्विरचितपरिरंभपरया ।। २५ ।। २०४ સરસ્વતીના સહચારથી રચાયેલા, આ સરોવરે ગંભીરતા અને મધુરતા વગેરે ગુણો વડે મહાસાગરને જીતી લીધો છે, તેથી એ સાગર દુઃખી થઇને શ્યામ થઇ ગયો છે અને તેના હૃદયમાં દાવાનળરૂપી પરિતાપ સદા વહેતો રહે છે. सदा पूर्णेम्यर्णस्थितहरसहस्रालिकशशी । प्रभाचज्चचंद्रोत्पलपटलसोपानसलिलैः || क्व संभाव्यो यत्र लगसमयद्वादशरतिः । च्छविप्लोवैः शोषः क्वथित पृथुपायोधिभिरपि ॥ २६ ॥ આ સરોવરના તટ ઉપર સહસ્રશિવમંદિરોમાં બિરાજતા, ચંદ્રચૂડમહાદેવના ભાલપ્રદેશમાં ચંદ્રના તેજથી દ્રવતા, ચંદ્રકાંતમણિથી શોભતા ઓવારાઓમાં, સદાય જળ પરિપૂર્ણ રહે છે એટલે પ્રલયકાળના બાર સૂર્ય તપે તો, વિશાળ સમુદ્રને શોષી શકે, પણ તે આ સરોવરને શોષી શકવા સમર્થ નથી. यत्रौर्वप्रकार स्फुरन्ति गिरीशप्रासादकुंभप्रति । छंदैः कुंभचयाः पिबन्ति च सदा नाभूतथाप्यूनत ॥ एकोर्वज्वलनैककुंभतनयकीडानिपीतोदक । व्रीडार्त: पुरतः क्व तस्य सरसः क्षीरार्णवो वर्ण्यताम् ||२७|| આ સરોવરને વિશે શિવાલયસ્થિત, શિખરકલશોના પ્રતિબિંબરૂપે, અનેક વડવાનળો સ્ક્રૂરતા હોય તેમ જણાય છે અને તેનું અનેક કુંભો પાન કરે છે તો પણ તેનું પાણી ઘટતું નથી. જ્યારે સમુદ્રને વિષે ફક્ત એક જ વડવાનળ હોય છે, જેનું પાન કુંભપુત્ર (અગસ્ત્ય) વાતવાતમાં કરી ગયા હતા. તેથી ક્ષીરસમુદ્ર પણ આ સરોવરથી લજ્જા પામે છે. (અર્થાત્ આ સમુદ્ર આગળ સમુદ્રનું કાંઇ મહત્ત્વ ન હતું.)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy