SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૭ જ્યાં એક સાથે રહેતા હશે એવી વસ્તીવાળાનાં નામ કારીગરોના નામ પરથી, પડચાં હોય એમ જણાય છે. જેવા કે (૧) ચિતાની પહેલી ખડકી, ચિતારાની બીજી ખડકી ઃ છુવારાભાઇઓ ભીંતો પર સુંદર ચિત્રકામ કરતા (૨) જડીયાની ખડકી (૩) ખાપગરાની પોળ-ખાપ, આભલાનું મીનાકારી કામ કરનાર કારીગરો (૪) લખીયારવાડો - લાખનું કામ કરનારા લખીઆરા (૫) રસણીયાવાડો (૬) ગરાની પોળ - ઢાલ બનાવનાર (૭) ખરાદીવાડો (૮) સાળવીવાડો (૯) ભંડારી પાડો (૧૦) રંગારાનો મહોલ્લો (૧૧) સુતરસાંત. (૧૧) વહેપાર-વાણિજ્ય ઉપરથી પડેલાં નામો : વેપારીઓ જે ચીજ-વસ્તુઓનો વેપાર કરતા હોય એવા પરથી પણ કેટલાક મહોલ્લોના નામ પડચાં છે. જેવા કે (૧) ફોફળીયાવાડો-ફોફળ એટલે સોપારીના વેપારી (૨) દોસીવાડો, દોસી એટલે કાપડીયા (૩) સુખડીવટ-કંદોઇઓ (૪) દોસીવટ (૫) ઘીઆનો પાડો (૬) દાળીયાનો પાડો-દાળના વેપારીઓ (૭) કપાસીવાડો (૮) મણિયાતી પાંડો-હાથી દાંતના વેપારી (૯) કુંભારીઆ પાડો (૧૦) ચોખાવટીઓનો પાડો (૧૧) સરૈયાવાડો (૧૨) દરજીની શેરી (૧૩) લિમ્બજમાતાની પોળ (૧૪) કટકીયાવાડો સરંજામ વેચતા કટકીઆ (૧૫) સુતરસાથ (૧૬) ઝવેરીવાડો લશ્કરનો (૧૨) જાહેર સ્થળના નામ પરથી પડેલા મહોલ્લાનાં નામો : પાટણમાં એવા કેટલાક મહોલ્લા-પોળો છે જેનાં નામ સ્થળના નામ પરથી પડેલા છે. જેવા કે (૧) નાનીસરા, મોટીસરા સરાય એટલે ધર્મશાળા ત્યાં અગાઉ ધર્મશાળા હશે. (૨) નિશાળનો પાડો (૩) ચિમની ચૉક (૪) જળચૉક (૫) ઝીણીરેત (૬) મલ્લાતનો પાડો (૬) લાખુખાડ (૭) બોરસ્થાનની ખડકી (૮) દુકાળકોટકી (૯) નાગમઢ (૧૦) ખેતરવસી (૧૧) ખડાકોટડી (૧૨) ખારીવાવ (૧૩) યુવરાજવાડોરાજવાડો-હાલ રાજકાવાડો (૧૪) ભદ્ર. (૧૩) વર્ગ વગરના કેટલાક મહોલ્લા : પાટણના કેટલાક મહોલ્લા પોળોના નામ ઉપરના કોઇ વર્ગમાં પડતા નથી. તેમજ આ નામ પણ ન સમજાય એવા અપભ્રંસ થઇ ગયા છે. આવા નામ કેમ પડડ્યાં હશે ? અથવા આના સાચાં નામો પહેલા કયા હતા. એની કોઇ જાણકારી ચૈત્ય પરિપાટીઓમાં પણ મળતી નથી. જેવા કે (૧) ઢંઢેરવાડો કોણે ક્યા પ્રકારનો ઢંઢેરો બહાર પાડચો હશે ? (૨) સાગોટા (૩) બુકડી (૪) ભેંસાતવાડો (૫) ટાંગડીયાવાડો (૬) વસાવાડો (૭) ઘીવટો-ઘીનું બજાર હશે ? કોઇ જાણકાર આવા વિચિત્ર મહોલ્લાના નામ પર પ્રકાશ નાખે તો સારું. પ્રાચીન ગીરો દસ્તાવેજો, વેચાણખતો, શીલાલેખો, તામ્રપત્રો, અભિલેખો પરથી ક્યાંક એનાં સાચાં નામ મળવા સંભવ છે. મેં પ્રાચીન જૈન દેરાસરોની ચૈત્યપરિપાટીઓનો અભ્યાસ અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. એમાં જણાવેલા કેટલાક મહોલ્લાનું આજે અસ્તિત્વ જ નથી.. આ લેખમાં તો પાટણના વાડા, પાડા, મહોલ્લા પોળોનું વર્ગીકરણ ‘‘ક્લાસીફીકેશન કરવાનો જ વિનમ્ર પ્રયત્ન છે, જે સંશોધકોને જરૂર ઉપયોગી થશે. ""
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy