SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૯૩ અને પાર્શ્વનાથના પ્રાચીન મંદિરમાં પણ બારીક લાકડાકામ હતું. જે પાણીના મૂલ્ય પરદેશમાં ચાલ્યું • ગયું હોવાનું કહેવાય છે. પાટણમાં સરસ્વતી નદી રૂપે વહે છે. તેવી જ રીતે વાગ્યાદીની વિદ્યાદેવી સ્વરૂપે વિદ્યમાન હોવાની પ્રતિતિ ભારત પ્રસિદ્ધ જૈન જ્ઞાન ભંડાર આપે છે. અહીં કુલ ૧૧ જ્ઞાનભંડારો જુદા જુદા સ્થળોએ આવેલા હતા, જેમાં કાગળ ઉપર તેમજ તાડપત્રો ઉપર લખેલા હજારો ગ્રંથો સંગ્રહાયેલા છે. આમાં મોટાભાગનું સાહિત્ય જૈન ધર્મશાસ્ત્રોનું હોવા છતાં કાવ્ય, સાહિત્ય, દર્શનશાસ્ત્ર, મીમાંસા, અલંકાર, તર્ક, ન્યાય વગેરે વિવિધ શાસ્ત્રોના જૈન, હિંદુ અને બૌદ્ધ સંપ્રદાયોના કેટલાક વિરલ ગ્રંથો સંગ્રહાયાં છે. ભારત અને વિદેશોના કેટલાયે વિદ્વાનો ભંડારોમાં સંગ્રહાયેલ વિરલગ્રંથો, સ્વર્ણાક્ષરી તેમજ રૌખાક્ષરી પ્રતિઓ અને પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોમાનાં ચિત્રો જોઇ તાજુબ થયા છે. આ બધા ભંડારો જુદા જુદા મહોલ્લાઓમાં હોવાથી હમણાં થોડાક વર્ષો ઉપર ૫.પૂ. સ્વ.કાંતિવિજયજી મહારાજની પ્રેરણાનુસાર ભવ્ય હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર બંધાવવામાં આવ્યું છે. જે ઇ.સ. ૧૯૩૯માં માનનીય શ્રી કનૈયાલાલ મુનશીના વરદ્ હસ્તે ખુલ્લું મુકાતાં તેમાં ઘણા ખરા ભંડારોના ગ્રંથો સ્ટીલના કબાટોની અંદર વ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યા છે. પાટણનો મુખ્ય ઉદ્યોગ પટોળા બનાવવાનો હતો. અહીં સાળવી લોકો પ્રાચીન કાળથી અનન્ય કલા પ્રદર્શિત કરતાં જુદી જુદી ભાતોવાળાં રેશમી પટોળાંઓ બનાવતાં હતા. આજે તો આ : ઉધોગ ઉત્તેજનના અભાવે પડી ભાગ્યો હોવા છતાં એક બે કારીગરો આ પ્રાચીન કલાને સાચવી રહ્યા છે. આ સિવાય અહીં મશરૂ તથા ગજિયાણી બનાવવાનો ઉદ્યોગ સારી રીતે ચાલે છે. - પાટણનું પીરાનપટ્ટણ નામ મુસ્લિમ ઇતિહાસકારોએ નોંધ્યું છે. જેનું મુખ્ય કારણ અહીં મોટી સંખ્યામાં પવિત્ર મુસલમાન સંતોએ આવી નિવાસ કર્યો હતો. મુસલમાન રાજશાસન સાથે તેમને વ્યવસ્થિત જીવન ગાળવા માટેની પૂરતી સગવડો અપાઇ હોવાથી કેટલાયે સંતોએ દૂર દૂરનાં પ્રાંતોમાંથી અહીં આવી જીવન ગુજાર્યા હતા. જેની વિગતવાર નોંધ મિરાતે અહમદીમાં આપેલી છે. તેઓની કબરો પાસે જે તે તિથિઓએ તેમના ઉર્ષો આજે પણ ભરાય છે. ' - અણહિલપુર પાટણનાં બાદશાહી વર્ણનો અનેક સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોમાં સંગ્રહાયાં છે. તેવી જ રીતે કેટલાયે મુસ્લિમ અને અરબ પ્રવાસીઓએ તેનાં ભભકાદાર વર્ણનો પોતાની પ્રવાસ નોંધમાં નોંધ્યા છે. તેવાં સંપૂર્ણ વિગતોવાળાં ઝમકદાર વર્ણનો હાલના પાટણ માટે નોંધાયા નથી. છતાં સંસ્કૃતમાં લખાયેલા હીસ્સૌભાગ્ય, વિજ્ઞપ્તિત્રિવેણી અને બીજા કેટલાંક કાવ્યોમાં થોડાંક સૂચનો નોંધાયેલા મળ્યા છે. આ સિવાય કેટલાક અંગ્રેજ મુસાફરો ટીફેન થેલર, વાન ટવીસ્ટ, વોલ્ટર હેમીલ્ટન અને કર્નલ ટોડે પોતાની પ્રવાસ નોંધમાં હાલના પાટણની કેટલીક હકીકતો નોંધી હોઇ, તેમાંથી પાટણનો પથ્થરબંધ કોટ, તેમજ ત્યાં રેશમી વસ્ત્રો બનાવવાનો મોટો વેપાર ચાલતો હોવાની હકીકતો ખાસ કરીને તરી આવે છે. અમદાવાદની નગરરચના પાટણને સંપૂર્ણ રીતે મળતી હોવાથી લોકોકિતમાં “પાટણ જોઇ અમદાવાદ વચ્ચું' હોવાનું કહેવાય છે. એટલું જ નહિ પણ કેટલાયે મહોલ્લા અને પોળોનાં નામ બંને શહેરોમાં એક સરખાં જ હોવાનું જણાય છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy