SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪) પાટણ, પાન, પિરાણપટ્ટણ કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણની જાહોજલાલી અનેક પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે. પાટણ નામ સંસ્કૃત પત્તન શબ્દ ઉપરથી ઉતરી આવેલ હોઇ કોઇપણ નગર માટે તે સર્વસામાન્ય રીતે વપરાય છે. ભારતનાં કેટલાંયે શહેરોના નામ પાછળ પાટણ શબ્દ તે દષ્ટિએ વપરાયો હોવાનું જાણવા મળે છે. પ્રભાસપાટણ, ઝાલરા પાટણ, વિઝાગાપટ્ટણ, મછલીપટ્ટણ વગેરે નામોમાં પાટણ શબ્દ શહેરના પર્યાય તરીકે ખાસ કરીને વપરાયો છે. તે જ નિયમે વનરાજે વસાવેલ ગુજરાતના પ્રાચીન પાટનગરને અણહિલપુર પાટણ તરીકે ઓળખાવતા. અણહિલપુરનો વિનાશ થતાં તેની નજદીકમાં જે નવું શહેર ફરીથી વસાવવામાં આવ્યું તેનું ફક્ત “પાટણ” નામ રાખવામાં આવતાં લોકપ્રસિદ્ધિમાં તે નામ વધુ વિખ્યાત થયું અને આજે ગુજરાત તેમજ બહારના પ્રાંતોમાં તે સિદ્ધપુર પાટણ તરીકે જ ઓળખાય છે. અણહિલપુર પાટણનો નાશ થયા બાદ હાલના પાટણની સ્થાપના ક્યારે કરવામાં આવી તેની ચોકકસ તારીખ અત્યાર સુધી મળતી નહોતી પરંતુ હમણાં જ પ્રાપ્ત થયેલ સંવત ૧૪૩૩ના એક દસ્તાવેજના આધારે આ નવીન શહેરની સ્થાપના ઇ.સ. ૧૪00 થી ૧૪૪૭ સંવત ૧૪૫૬ થી ૧૪૬૩ સુધીમાં થઈ હતી એમ જાણવામાં આવ્યું છે. જો કે સંવત ૧૪૬૩માં જૂનું અને નવું એમ બે નગર પાટણ વિદ્યમાન હોવા છતાં કચેરીઓ અણહિલપુર પાટણમાં હતી અને રાજશાસકો પણ ત્યાં જ રહેતા હતા, પરંતુ વસ્તીનો મોટોભાગ નવીન પાટણમાં રહેવા આવી ગયો હતો. આ વખતે ઝફરખાન બીન વઝીઉલમુલ્ક ગુજરાતનો સુબો હતો અને અણહિપુર પાટણમાં તેની મુખ્ય કચેરીઓ હોવાથી તે અને તેના રાજકર્મચારીઓ ત્યાંજ નિવાસ કરતા હતા. ઇ.સ. ૧૪૧૦ સંવત ૧૪૬૬માં ગુજરાતના સ્વતંત્ર સુલતાન તરીકે તેનો પૌત્ર અહમદશાહ ગાદીએ આવતાં તેણે ગુજરાતના પાટનગર તરીકે અમદાવાદની સ્થાપના કરી, પાટણને પોતાના રાજ્યનો એક પ્રાંત બનાવ્યો એટલું જ નહી પણ ત્યાંની મુખ્ય કચેરીઓ અમદાવાદ ખસેડતાં, અણહિલપુર પાટણ જે ઘણું જ જીર્ણ અને પરાસ્ત થઇ ગયું હતું તે સાવ નિર્જન બની ગયું. જે થોડી ઘણી વસ્તી ત્યાં રહેતી હતી તે પણ નવીન પાટણમાં રહેવા આવી ગઈ. આમ અણહિલપુર પાટણ ઇ.સ. ૧૪૧૦-૧૧ સુધી વિદ્યમાન હોવા છતાં હાલના પાટણની સ્થાપના સંવત ૧૪૫૬ થી ૧૪૬૩ સુધીમાં જઈ હોવાનું જાણવા મળે છે. • - હાલના પાટણની સ્થાપના ગુજરાતના સુબા ઝફરખાને કરી હતી. દિલ્હીની પાદશાહત નબળી પડતાં તેને ગુજરાતના સ્વતંત્ર સુલતાન બનાવાના કોડ જાગ્યા, તે વખતે અણહિલપુર પાટણ તન્ન જીર્ણ થઈ ગયેલ હોવાથી સલ્તનતની સ્થાપના માટે સૌથી પ્રથમ તેને કિલ્લેબંદીવાળું રાજધાની નગર બંધાવવાની અગત્યતા જણાઈ અને સુલતાન થયા અગાઉ હાલના પાટણની સ્થાપના કરતાં શિલ્પ સ્થાપત્યના નિયમ પ્રમાણે સુંદર નગર રચનાવાળું આલિશાન શહેર બંધાવ્યું. આજે તો આ શહેરનો કિલ્લો કેટલેક ઠેકાણેથી પડી ગયો છે છતાં મોટા ભાગનો દુર્ગ અને દરવાજાઓ મોજુદ છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy