SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ધી છે યુગે યુગે પાટણની પ્રભુતા ૧૮૦. શકાય નહિ, ધર્મારણ્યપુરાણમાં પાણીના કારણે સાતસો ચુમોતેર બ્રાહ્મણો અગ્નિમાં બળી મર્યા નોંધ છે. આ લોકકથા પાછળના વખતમાં જૈન અને જૈનેતરો વચ્ચે કોઈ વખત થયેલ મતભેદના કારણે લોકમાનસમાંથી પ્રાદુર્ભાવ પામી હોવાનું લાગે છે. જેમ લાખ સાધુઓના મરણથી લાખખાડ નામ પ્રચલિત બન્યું તેવી જ એક કથા હેમખાડ માટેની છે. આચાર્ય હેમચંદ્રના મરણ બાદ તેમની ચિતા ભસ્મ લેવા સારાએ નગરનાં માણસો ઉમટ્યાં અને તે ભસ્મ ઉપરાંત ત્યાંથી માટી પણ લોકો લઇ ગયા. આથી ત્યાં મોટો ખાડો પડ્યો જે “હેમખાડ” થી ઓળખાવા લાગ્યો. જૈન પ્રબંધોકારોએ આ હકીકત નોંધી છે. કુમારપાળ પછીના રાજવીઓના ચરિત્રોમાં કોઇક વખતે લોકકથાનાં મિશ્રણ જોવા મળે છે. પરંતુ અમર વિકમ તરીકે ખ્યાતનામ બનેલ સિદ્ધરાજ જયસિંહની દંતકથાઓ જેટલી કોઇપણ રાજા માટે જાણવામાં આવી નથી. અવંતિના પરદુઃખભંજન વિક્રમની પણ આવી કેટલીયે જનશ્રુતિઓ ગ્રંથોમાં આલેખાઈ છે. જૈન પ્રબંધોમાંથી કેટલાક મહાજનો અમાત્યો અને કર્મચારીઓના બુદ્ધિ - ચાતુર્ય માટે આલેખાયેલી આવી કથાઓ મળી આવે છે. તે બધાની ટૂંક સમાલોચના આપીએ તો પણ આ પ્રકરણનું કલેવર વધી જવા સંભવ છે. મયણલ્લાપાને મિનલદેવી કદરૂપી હોવાથી કર્ણને ગમતી નહતી. મુંજાલ મહામાત્ય બુદ્ધિ કૌશલ્યથી વારાંગનાના બદલામાં એક રાત્રે કર્ણના અંતઃપુરમાં. મિનળદેવીને મોકલી ત્યારબાદ સિદ્ધરાજનો જન્મ થયો. આ હકીકત ઇતિહાસથી વેગળી છે. દયાશ્રયકાર કદાચ આ વસ્તુને રાજાનું ખોટું લાગે તેથી છુપાવે, પરંતુ ત્યારબાદ વાઘેલાઓના રાજ્યકાળમાં વસ્તુપાળના વિદ્યામંડળમાં થઈ ગયેલ સોમેશ્વર અને બીજા વિદ્વાનો ગુજરાતના ઐતિહાસિક કાવ્યોમાં આ સંબંધી એક શબ્દ પણ નોંધતા નથી. આથી જૈન પ્રબંધકારોએ પાછળથી દંતકથા જેવી આવી હકીકતો પ્રબંધોમાં નોંધી હોવાનું જાણવા મળે છે. આમ ગુજરાતના પ્રબંધાત્મક ઐતિહાસિક સાધનોમાં લોકકથાઓનું મિશ્રણ આરંભ કાળથી થતું આવ્યું છે. દરેક દેશ, ગામ કે શહેર માટે વિવિધ કિવદંતિઓ સમાજમાં વહેતી હોય છે. તેવી જ રીતે અણહિલપુરની સ્થાપના તેનું નામકરણ, ભૂમિની પસંદગી, તેના મંત્રી ચાંપાની શુરવીરતા તેમજ શ્રીદેવીના હાથે થયેલ રાજતિલક વગેરે હકીકતો પ્રબંધકારોએ લોકવાણીના આધારે જ આલેખી છે. સ્વ. કનૈયાલાલ ભા. દવે
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy