SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૭૧ દરવાજો હતો. જે હમણાં થોડાક વર્ષો અગાઉ પાડી નાંખવામાં આવેલ છે. હિંગળાચાચરમાં મોટા રાજમાર્ગ ઉપર એક દરવાજો ગણપતિની પોળ પાસે હતો. જે આજથી વીસ પચીસ વર્ષો ઉપર પાડી નાખવામાં આવ્યો હતો. સુખડીવટથી રસણીયાવાડા તરફ જતાં રસણીયાવાડા પાસે એક મોટો દરવાજે હમણાં સુધી ઉભો હતો. જે હમણાં થોડાં વર્ષો ઉપર પાડી નાખવામા આવ્યો છે. તેની બહારની બાજુ એક ફારસી શિલાલેખ ચોડેલો હતો. તેમાં જણાવ્યું હતું કે ‘“રબિ ઉસ્સાની પહેલી તારીખે સન ૧૧૪૦ હીજરીમાં નવાબ મોચીલ્લા અલ્કાબ સર બુલંદખાન બહાદુરની સુબેદારીમાં અને ખાન અમીનની ફોજદારીમાં તથા મીરજાઅલી કુલીબેગના સમયમાં બેલ ચોકીના દરોગા ફકીદર દરગાહીના વહીવટથી આ કામ તૈયાર થયું.'' આ શિલાલેખનું વાંચન ગુજરાત વિદ્યાસભાના ફારસી વિદ્વાન સ્વ. અબુઝફર નદવી પાસે કરાવ્યું હતું. આ શિલાલેખ ઉપરથી તે ઇસવીસનના અઢારમાં સૈકામાં બંધાવ્યો હોય કે સુધરાવ્યો હોવાનું સમજાય છે. તદ્ઉપરાંત તે સમયના કેટલાક મુસ્લિમ અધિકારીઓના નામો પણ જાણવા મળે છે. પાટણના બજાર વચ્ચે ઘીવટાની પોળ પાસે એક નીચા કદનો દરવાજો આજ સુધી ઉભો હતો. જે સંવત ૨૦૨૪માં સુધરાઇએ અવરજવરની સંકડાશના કારણે પાડી નંખાવ્યો છે. તેના ઉપર એક શિલાલેખ આગળથી બાજુમાં હતો. ચાચરીમાં કંપાણી પાડા નજીક પણ એક દરવાજો ઉભો હતો. જે આજથી દસ પંદર વર્ષો પૂર્વે પાડી નાખવામાં આવ્યો છે. સૌથી મોટો અને શિલ્પકલા કૃત્તિવાળો એક મોટો દરવાજો આજે પણ ભૂતનાથના અખાડાની સામે ઉભો છે. તે તોતિંગ દરવાજાની બાંધણી ઉપરથી તે મહત્વના સ્થાન ઉપર બંધાવ્યો હશે એવું અનુમાન કરી શકાય. મંદિરો અને મઠોની સામે દરવાજાઓ બંધાવવાની પરંપરા ગુજરાતમાં પ્રાચીનકાળથી ઉતરી આવી છે. એટલે ભૂતનાથન અખાડાની સામે તે મઠના કોઇ મહંતે આ દરવાજો મરાઠાઓના શાસનકાળે બંધાવ્યો હોય તેમ લાગે છે. તેની બંને બાજુ ભીંતોમાં કેટલીયે સુંદર પ્રતિમાઓ કંડારેલી છે. તેમાં કોઇ શાસ્રીય ક્રમ પુરઃસરાના શિલ્પોની રચના મૂકી નહિ હોવાથી તે પ્રાચીન પાટણના અવશેષોમાંથી મળેલ મૂર્તિ શિલ્પોને લાવી અહીં ભીંતમાં ચોડી દીધી જણાય છે. આમ શહેરની અંદર પણ કેટલેક સ્થળે નાના મોટા દરવાજાઓ પૂર્વકાળમાં બંધાયેલા જેમાંથી આજે તો ફક્ત એકલો ભૂતનાથના અખાડા સામેનો દરવાજો જ બચવા પામ્યો છે. શહેરના મધ્યભાગે ત્રણ દરવાજા નગર નિર્માણ કરનારે જ બંધાવ્યા હતા. જેની સામાન્ય હકીકત આગળના પ્રકરણમાં આપી ગયા છીએ. આ દરવાજાઓ અમદાવાદના ત્રણ દરવાજાઓ કદમાં મોટા અને સ્થાપત્યમાં પણ મુસ્લિમશૈલીના મીનારાઓ બનાવી તેની અંદર દીવો મૂકવાનું ઝાળીયું બનાવેલું છે. આ દરવાજામાં નીચે બારીઓ મૂકેલી છે. જેમાં થઇ એક દરવાજામાંથી બીજા દરવાજામાં જઇ શકાય. પરંતુ આ દરવાજાઓ પુરાઇ ગયા છે. એટલે તેની બારીઓ આજે જોઇ શકાતી નથી. ઇ.સ. ૧૯૨૭-૨૮માં તેના પાયાનું ખોદકામ કરવામાં આવેલું. ત્યારે તે બારીઓ જોવામાં આવેલી તેટલું જ નહિ પણ દરવાજાની મુખ્ય કુંભીઓ આજના જમીન તળથી પંદર ફૂટ નીચે આવેલી હતી. તેના ઉપરથી આ ભવ્ય દરવાજાઓ ઊંચા અને બુલંદ હશે તેના ખ્યાલ આવી શકે છે. અમદાવાદના ત્રણ દરવાજા પાટણનીજ નકલ છે. એમ કહેવામાં આવે તે અયોગ્ય નહિ ગણાય કારણ કે, ‘“પાટણ જોઇ અમદાવાદ વસ્યું.'' એ લોકોકિત જાહેર જનતામાં પ્રચલિત જ છે. ‘‘ગુજરાતનું પાટનગર
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy