SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૧૬૨ પોળમાં “દેશલહર” નું ઘરમંદિર હતું એમ પરિપાટીકારે જણાવ્યું છે. સંવત ૧૩૫૬માં અલાઉદ્દીનનો સરદાર ઉલુઘખાન ગુજરાત ઉપર ચડી આવ્યો, ત્યારે તેણે અણહિલપુરના વાઘેલા રાજા કર્ણને હરાવી નસાડ્યો અને ગુજરાત ઉપર પોતાની રાજ્યસત્તા સ્થાપી હતી. તે વખતે તેણે શેત્રુંજય પર્વત ઉપરના ઘણાક મંદિરો નષ્ટ ભ્રષ્ટ કરેલા. તે અલાઉદ્દીનના સાળા અલપખાનને ગુજરાતના પ્રથમ સુબા તરીકે મુકી લશ્કર લઈ દિલ્હી ગયો ત્યારબાદ પાટણના સમરાશા સુબા અલપખાનને તેમજ દિલ્હીના સુલતાન અલાઉદ્દીનને ખુશ કરી શેત્રુંજય ઉપરનાં મંદિરો નવીન બંધાવવાનો પરવાનો મેળવ્યો અને મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા, જેની રસિક માહિતી “સમરાસુ”માંથી મળે છે. આમાં સમરાશાહને દેશલહર તીરકે જણાવેલ છે. આ સમરાશાહના વંશજોનું કે તેના કોઈ કુટુંબીનું ઘર પંચાસરવાડામાં હતું. એમ સિદ્ધસૂરિએ જણાવ્યું છે. આજે તો ત્યાં હરિજનનો વાસ અને તેમનાં ઘરો આવેલ છે. ઓસવાળનો મહોલ્લો - આ મહોલ્લા પંચાસરવાડા પાસે આવેલો હતો. આજે તેનું નામનિશાન રહ્યું નથી. ત્યાં ત્રણ જૈન મંદિરો હતાં. ઊંચીશેરી અને પીપળાના પાડા વચ્ચે તે કદાચ આવ્યો હોય તેમ માની શકાય. આજે ત્યાં ઠાકરડા અને બીજી કોમના ઘરો છે. પીપળાનો પાડો આ મહોલ્લો આજે વિદ્યમાન છે. જો કે સમય જતા તેમાં કેટલાયે ફેરફારો થઈ ગયા છે. પણ પીપળાગેટની સામે આ મહોલ્લો આવેલો છે. ત્યાં શાંતિનાથ ભગવાનનું મંદિર હતું. આજે પીંપળાગેટ સામે આવેલી મસ્જિદ જૈન મંદિરમાંથી જ પરિવર્તિત કરી બનાવી હોવાનું કહેવાય છે. પહેલાં તે જૈન મંદિર હતું એમ આજેથી પચીસ ત્રીસ વર્ષો ઉપર પ.પૂ. સ્વ.ચતુરવિજયજી મહારાજે મને વાતચીતમાં જણાવેલું. તેની રચના અને શિલ્પ આ માન્યતાને પુષ્ટિ આપે છે. સ્વ.શ્રી અમીચંદ ખેમચંદ તેના માટે જણાવે છે કે, પીંપળાગેટ સામે આવેલી મસ્જિદ સાત ઘુંમટની છે. જે ત્યાં નજદીકમાં આવેલ ઓસવાળના મહોલ્લામાં આવેલું “મહાવીર સ્વામી”નું મંદિર હતું. મુસ્લિમ રાજશાસન વખતે તેને મસ્જિદ બનાવી દીધી છે. પ્રાચીન ચૈત્યપરિપાટીઓમાંથી આ મહોલ્લામાં મહાવીર સ્વામીના મંદિરનો ઉલ્લેખ મળતો નથી. પણ ત્રણ જૈન મંદિરો હતાં એટલે તે ત્રણ પૈકી આ એક મંદિર હશે એમ લાગે છે. આ મહોલ્લો પ્રાચીન છે જેનો ઉલ્લેખ એક દસ્તાવેજમાંથી પણ મળ્યો છે. જેની હકીકત આગળ આપી ગયા છીએ. ખારીવાવ : હાલમાં સરાથી ઓળખાતો મોટો મહોલ્લ ખારીવાવથી પ્રાચીનકાળમાં જાણીતો હતો. સત્તરમી સદીની ચૈત્યપરિપાટીમાં ખારીવાવના બે મહોલ્લાઓ નોંધી દરેકમાં એક એક જૈન મંદિર હોવાનું સૂચવ્યું છે. આજે તો ત્યાં ઠાકરડા, હરિજન, કુંભાર, પૂરવીયા વગેરે પરચુરણ જ્ઞાતિઓ વસે છે. સંવત ૧૫૭૬માં રચાયેલી સિદ્ધસૂરિની ચૈત્યપરિપાટીમાંથી પણ આ નામ મળતું હોવાથી આ મહોલ્લો પ્રાચીનકાળથી આ નામ ધરાવતો હતો એમ ચોકકસ લાગે છે. આ મહોલ્લાની અંદર ખારાં પાણી વાળી એક વાવ પૂર્વકાળમાં હશે. જેથી તેનું નામ ખારીવાવ પાડેલું. સંવત ૧૭૨૯ની હર્ષ વિજયજી પરિપાટીમાંથી પણ આ મહોલ્લાનું નામ મળે છે. એટલે અઢારમાં સૈકા સુધીની આ મહોલ્લો ખારીવાવ તરીકે ઓળખાતો આ મહોલ્લામાં જૈનોની સારી એવી વસ્તી રહેતી હતી. પરંતુ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy