SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૦ પાટણના વાડા, પાડા અને પોળો ૧૫૮ કનૈયાલાલ ભાઈશંકર દવે પ્રાચીન પાટણમાં કયા કયા વાડા, પાડા, મહોલ્લા અને પોળો હતા તેમજ કેટલી સંખ્યામાં હતા એની સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. છતાં કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓ, શિલાલેખ તથા મૂર્તિઓ ઉપરના લેખો તથા પ્રબંધાત્મક સાધનો ઉપરથી કેટલીક વસ્તીઓના નામો તથા મહોલ્લાઓના નામ જાણવા મળ્યાં છે. આ મહાનગરના સામે સમય જતાં નવું પાટણ વસ્યું. આ નવીન પાટણની વસાહત વખતે કયા કયા મહોલ્લાઓ સૌથી પ્રથમ વસાવ્યા, તેનાં નામો કેવાં હતાં. તેની સપ્રમાણ માહિતી હજુ સુધી જાણવા મળી નથી. સંવત ૧૩૭૯ થી સંવત ૧૩૮૧ સુધીમાં ખરતર ગચ્છ શાંતિનાથવિધિ ચૈત્યમાં જિનકુશળસૂરિએ અનેક જૈનતીર્થંકરોની પ્રતિમાઓ તથા આચાર્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોવાનું તેના શિલાલેખ ઉપરથી જાણવા મળે છે. આ શાંતિનાથ વિધિચૈત્ય ખતરગચ્છના મુખ્ય સ્થાન તરીકે ઓળખાતા ખરાકોટડીના મહોલ્લામાં છે. આથી ખરાકોટડીનો મહોલ્લો, નવીન પાટણની શરૂઆતમાંજ વસ્યો હતો. આ સિવાય તે વખતે બીજા કેટલા નવા મહોલ્લાઓ વસ્યા હતા. તેની કોઇ હકીકત હજુ સુધી મળી નથી. જૈન સંપ્રદાયની બે પાટણ ચૈત્ય પરિપાટીઓ મળી છે. તેમાં પાટણ શહેરના જુદા જુદા મહોલ્લા, પોળોમાં આવેલાં જૈન મંદિરો, ઘર મંદિરો વગેરેની વિગતવાર હકીકત સંગ્રહાયેલી છે. આથી તે સમયના જૈન મંદિરોવાળા કેટલાક મહોલ્લાઓના નામો જાણવા મળે છે. જૈન મંદિરો સિવાયનાં પણ કેટલાક મહોલ્લાઓ પાટણમાં હશે. પરંતુ તેનાં નામો જાણવાનું કોઇ સાધન પ્રાપ્ત થયું નથી. ખરી રીતે મહોલ્લાઓના નામો, ઘર કે જમીનના વેચાણ કે અડાણવટ મૂક્યા, લીધાના દસ્તાવેજોમાંથી ખાસ મળી આવે. પરંતુ તેવા સેંકડો દસ્તાવેજો મળી આવે તોજ કેટલાક જુના મહોલ્લાઓનાં નામો જાણી શકાય. પાટણના પ્રજાજનો પાટણના ઇતિહાસનું મહત્વ સમજી, પોતાના ઘરમાં ઉધાઇ ખાતા તે દસ્તાવેજો સ્વેચ્છાએ વાંચવા આપી જાય ત્યારે જ આ કાર્ય બની શકે તેમ છે. એટલે અત્યારે તો જે જે નામો પરિપાટીઓમાં સંગ્રહાયાં છે તેની જ યાદી આપી સંતોષ માનીશું. પાટણ શહેરની ચૈત્ય પરિપાટીઓની સંખ્યા ત્રણથી ચારની છે. જે જુદા જુદા વિદ્વાનોએ રચી હોવાનું તે પરિપાટીઓ ઉપરથી જાણવા મળે છે. આ પરિપાટીઓમાં સૌથી પ્રાચીન સિધ્ધસૂરિની પરિપાટી છે. તે સંવત ૧૫૭૬માં રચી હોવાનું સમજાય છે. કારણ તેમણે આ પરિપાટી રચ્યાની સાલ આપી નથી. ફક્ત છોતેરમાં વર્ષે રચી હોવાનું મોંધમ જણાવેલ છે. સિધ્ધસૂરિ નામના બે-ત્રણ જૈન સૂરિઓ થઇ ગયા છે. તેમાં છેલ્લા સિધ્ધસૂરિ સંવતના સોળમા સૈકામાં થયા છે. જેમણે સંવત ૧૫૩૧માં શ્રીપાળ નાટક ગત રસવતી વર્ણન રચ્યું છે. આ ચૈત્ય પરિપાટી તેમણે સંવત ૧૫૭૬માં રચી હશે, એમ માની શકાય. ત્યાર પછી બીજી ચૈત્ય પરિપાટી સંવત ૧૬૦૮ની સાલમાં લલિતપ્રભસૂરિએ રચી છે. ત્રીજી એક ચૈત્ય પરિપાટી હર્ષ વિજયજીની છે. જે સંવત ૧૭૨૯માં રચાઇ છે. આ સિવાય
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy